Bharuch:ટંકારીયા હાઈસ્કૂલમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભરૂચના ટંકારીયા સ્થિત એમએએમ પ્રાયમરી અંગ્રેજી એન્ડ એમએએમ અંગ્રેજી માધ્યમ હાઈસ્કુલમાં શૈક્ષણિક વર્ષ 2025-26 કેજી વિભાગના એલકેજી, યુકેજી અને બાલવાટીકા અને ધો.1 અને 9 ના બાળકોનો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત તિવાલતે કુરઆન પાકથી મૌલાના અબ્દુલ રઝઝાક અશરફી દ્વારા કરવામાં આવી હતી. ટ્રસ્ટના પ્રમુખ હાજી ઈશાક પટેલે પ્રાસંગિક પ્રવચન આપ્યુ હતુ અને આચાર્યને પ્રવેશ લીધેલા બાળકોને સન્માનિત કર્યા હતા. ત્યારબાદ શાળાના પ્રમુખ ઈશાક પટેલ, યાકુબ ખોડા, ઈરફાન સમા તેમજ ટ્રસ્ટી મંડળના સભ્યો હાજર રહ્યા હતા. ઓલ ઈન્ડીયા મોહસીને આઝમ મિશનના જનરલ સેક્રેટરી મુનીર વ્હોરા દ્વારા શાળાની આકસ્મિક મુલાકાત લીધી હતી અને શાળાના પ્રવેશ ઉત્સવમાં હાજર રહી
શોભામાં વધારો કર્યો હતો. શાળાના આચાર્યએ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. વધુમાં ઉપસ્થિત દરેક મહાનુભાવોએ પોતાની જ્ઞાનરૂપી સાગરમાંથી વિદ્યાર્થીઓને મોતીરૂપી આશીર્વાદ આપી પ્રોત્સાહિત કર્યા હતા.
What's Your Reaction?






