Bharuch:જિલ્લામાં માવઠાથી ખેડૂતોનો મરો, પાકને નુકસાનીની દહેશત

Oct 28, 2025 - 02:00
Bharuch:જિલ્લામાં માવઠાથી ખેડૂતોનો મરો, પાકને નુકસાનીની દહેશત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભરૂચ શહેર જિલ્લામાં ગઈકાલે રવિવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. છેલ્લા 48 કલાકથી ભરૂચ શહેર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેવા સાથે છુટાછવાયા વરસાદી ઝાપટાં પડી રહ્યાં હોવાને કારણે ખેડૂતોના માથા પર ચિંતાની લકીરો ઉપસી આવી છે. છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં સૌથી વધુ વાલિયામાં બે ઈંચ તેમજ ઝઘડિયા પંથકમાં દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.

છેલ્લા 24 કલાકથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેવા સાથે છુટાછવાયાં વરસાદી ઝાપટાં પડયાં હતાં. જેમાં સૌથી વધુ વાલિયામાં બે ઈંચ તેમજ ઝઘડિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે નેત્રંગ અને હાંસોટમાં એક ઈંચ, જંબુસર-આમોદમાં 7-7 મીમી, ભરૂચમાં 11 મીમી, અંક્લેશ્વરમાં 12 મીમી વરસાદ નોધાયો હતો. માવઠાને કારણે ડાંગર અને કપાસ હિત મગ,મઠ, અડદ તેમજ તૂવેર પકવનારા ખેડૂતોને નુકસાનીની ભિતી સતાવી રહી છે.

વધુ સમય આવુ વાતાવરણ રહેશે તો ખેતીને નુકસાન

એકાદ-બે દિવસ સુધી સામાન્ય વરસાદી ઝાપટાંથી કોઈ પાકને નુકસાનની ભિતી હાલ નથી. ડાંગરના પાક નુકસાનની શક્યતાઓ છે. જો, આજ પ્રકારનું વાતાવરણ આગામી સપ્તાહ સુધી રહેશે તો પાકને નુકસાન થઈ શકે છે. હાલમાં હાંસોટ પંથકમાં સુકવવા મુકેલી ડાંગર પલડી જવાની ફરિયાદ સિવાય અન્ય કોઈ સ્થળેથી નુકસાનીની બુમ ઉઠી ન હતી. -કુલદીપ વાળા, જિલ્લા ખેતિવાડી અધિકારી, ભરૂચ.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0