Bharuch:OLX પર કાર વેચી પાલેજના શખ્સ સાથે રૂા.4.65 લાખની ઠગાઈ

Aug 31, 2025 - 02:30
Bharuch:OLX પર કાર વેચી પાલેજના શખ્સ સાથે રૂા.4.65 લાખની ઠગાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભરૂચ તાલુકામાં આવેલા ટંકારીયા ગામે રહેતા ફારૂક યુનુસ ભાણીયા ડ્રાઈવીંગ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.

દરમ્યાનમાં ગત 10મી મે ના રોજ તેમણે તેમના મોબાઈલમાં ઓએલએક્ષ એપમાં એક ઈકો કાર વેચાણની જાહેરાત દેખાતા તેમણે તેમાં બતાવેલા મોબાઈલ નંબર પર સંપર્ક કરતા તે નંબર ભરૂચના શાલીમાર ટોકિઝની પાછળ રહેતા યોગેશ બેલેરાવ નામના શખ્સનો હતો.તેમણે યોગેશ સાથે મોબાઈલ પર સંપર્ક કરતા તેણે જણાવ્યુ હતુ કે, તેની કાર 5.50 લાખમાં વેચવાની છે. જેથી તેમણે રૂબરૂ મળવાનુ નક્કી કર્યુ હતુ. જે બાદ તેઓ ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ પર મળ્યા હતા. જયાં યોગેશે તેમને તેની કાર બતાવી હતી. જે તપાસ્યા બાદ તેમની વચ્ચે 4.85 લાખમાં સોદો નક્કી થયો હતો. યોગેશના કહેવા પ્રમાણે ફારૂકે અડધા રૂપિયા બે અલગ અલગ મોબાઈલ નંબર પર ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા. કારના દસ્તાવેજ અંગે પુછતા તે બાદમાં ઘરે આવીને આપી જઈશ તેમ કહેતો હતો.

જે બાદ બાકીના રૂપિયા પણ તેમણે રોકડામાં ચુકવ્યા હતા. તેમ છતાં યોગેશે કારના દસ્તાવેજ નહી આપતા ફારૂકને શંકા જતા તેણે કારના નંબરના આધારે મોબાઈલ એપમાં તપાસ કરતા તે કાર હરકિશન નામના શખ્સના નામે હોવાનું માલુમ પડતા તેમણે યોગેશને હોસ્ટેલ ગ્રાઉન્ડ પર બોલાવી તે બાબતે તપાસ કરતા તેમણે જણાવ્યુ હતુ કે, ચોલામંડલમ ફાયનાન્સમાં તેની લોન ચાલતી હતી જે ભરી દીધી છે જેની તેણે 3.70 લાખની રસીદ પણ બતાવી હતી.તેમજ એનઓસી આવ્યે તેમને આપવાનું જણાવ્યુ હતુ. તેમ છતાં લાંબો સમય થતા તેમણે બેન્કમાં તપાસ કરતા કારની 6.88 લાખની હરકિશન સોલંકીના નામે લોન હજી ચાલું હોવાનું જાણવા મળ્યુ હતુ. તેમજ યોગેશે બતાવેલી ચોલામંડલમ ફાયનાન્સની લોન ભર્યાની જે રસીદ બતાવી હતી તે બોગસ હોવાનું માલુમ પડયુ હતુ. ફારૂકે યોગેશનો સંપર્ક કરતા તેણે રૂપિયા આપવાનો ઈન્કાર કરી તારાથી જે થાય તે કરી લે જેવી ધમકીઓ આપી હતી. આખરે ફારૂક ભાણીયાએ પાલેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0