Bharuch: ઝઘડિયા GIDCની કંપનીમાં બ્લાસ્ટ સાથે ફાટી નીકળી ભીષણ આગ, 20થી વધુ લોકો ગંભીર રીતે દાઝતા અફરાતફરી

Apr 23, 2026 - 13:30
Bharuch: ઝઘડિયા GIDCની કંપનીમાં બ્લાસ્ટ સાથે ફાટી નીકળી ભીષણ આગ, 20થી વધુ લોકો ગંભીર રીતે દાઝતા અફરાતફરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભરુચ જિલ્લાની ઝઘડિયા જી.આઈ.ડી.સી.માં આજે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. ઝઘડિયામાં આવેલી મેટ્રોપોલિટન એક્ઝીચેમ નામની કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ સાથે ભીષણ આગ ફાટી નીકળી છે. આ દુર્ઘટનામાં કંપનીમાં કામ કરતા 20થી વધુ શ્રમિકો ગંભીર રીતે દાઝ્યા હોવાના પ્રાથમિક અહેવાલો મળી રહ્યા છે, જેને પગલે સમગ્ર ઉદ્યોગ જગતમાં ખળભળાટ મચી ગયો છે.

કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ સાથે ભીષણ આગ

બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે તેનો અવાજ દૂર-દૂર સુધી સંભળાયો હતો અને જોતજોતામાં આગે આખી કંપનીને લપેટમાં લઈ લીધી હતી. આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા કિલોમીટર દૂરથી પણ જોઈ શકાતા હતા. ઘટનાની જાણ થતા જ ઝઘડિયા, અંકલેશ્વર અને ભરુચથી ફાયર ટેન્ડરોનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો છે અને આગ પર કાબૂ મેળવવા માટે વોટર કેનનનો મારો ચલાવવામાં આવી રહ્યો છે.જાનહાની અને બચાવ કામગીરી

આગની લપેટમાં આવી જવાથી ૨૦થી વધુ લોકો દાઝી ગયા છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલોમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. કેટલાક લોકોની હાલત નાજુક હોવાનું પણ જાણવા મળ્યું છે. કંપનીમાં હજુ પણ અન્ય કોઈ શ્રમિકો ફસાયેલા છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Local body election 2026: ગરમી વચ્ચે મતદાન માટે આરોગ્ય વિભાગનો એક્શન પ્લાન, દરેક બૂથ પર ORS અને મેડિકલ ટીમની વ્યવસ્થા

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0