Bharuch : અન્નકૂટ સહયોગી અભિવાદન સભામાં 15 હજાર હરિભક્તોએ લાભ લીધો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ઝાડેશ્વર BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે તારીખ 15 જૂનથી 5 જુલાઈ સુધી સંપ્રદાયના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી મહારાજના વારસદાર પૂજ્ય મહંત સ્વામી મહારાજનું આગમન થતાં મંદિર પરિષદમાં વિવિધ કાર્યક્રમ ચાલી રહ્યા છે. ગઈકાલે તા.29 ને રવિવારના રોજ અન્નકુટ સહયોગી અભિવાદન મહાસભા યોજાઈ હતી. જેમાં 15000થી વધુ હરિભક્તોએ લાભ લીધો હતો. મંદિરના સભાગૃહમાં હરિભક્તોને પૂ.મહંત સ્વામીએ સમિપ દર્શન આપ્યા હતા.
ગત તા.15 મીથી ઝાડેશ્વર BAPS સ્વામિનારાયણ મંદિરે મહંત સ્વામીનું આગમન થતાંજ સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું છે. આ દિવસથી જ મંદિર પરિષદમાં વિવિધ કાર્યક્રમનો ધમધમાટ ચાલી રહ્યો છે. રોજ પ્રાપ્ત પૂજા આરતી પૂજન સહિતના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે તા.29 ના રોજ પણ અન્નકૂટ સહયોગી અભિવાદન મહાસભા યોજાઈ હતી. જેમાં મંદિરના કોઠારી સ્વામીએ અન્નકૂટની સેવા કેવી રીતે શરુ થઈ તે વિષે જણાવ્યું હતું. વર્ષ 2002માં મંદિરના કોઠારી સ્વામીને સંકલ્પ આવતા તેઓએ મંદિરમાં વિશેષ અન્નકૂટનું આયોજન કર્યું હતું. જેમાં માત્ર 3000 હરિભક્તો સેવામાં જોડાયા હતા. જે બાદ હાલ 30,000 થી પણ વધુ લોકો અન્નકૂટની સેવામાં જોડાયા છે. જે તમામ હરિભક્તોને પૂજ્ય મહંત સ્વામીએ આશીર્વાદ પાઠવ્યા હતાં.
What's Your Reaction?






