Bharuchમાં ડોક્ટર બન્યો ડિજિટલ અરેસ્ટનો ભોગ, 14 લાખ રૂપિયાની થઈ છેતરપિંડી

ભરૂચના ઈખર ગામમાં તબીબી પ્રેક્ટિસ કરતા ડોક્ટર પાસે ડિજિટલ અરેસ્ટના નામે રૂપિયા 14 લાખ પડાવી લેનાર આરોપીની પોલીસે પાટણથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.TRAIના અધિકારી તરીકે ડોક્ટરને આપી ઓળખ ભરૂચના ટંકારીયા ગામમાં રહેતા અને ઈખર ગામમાં તબીબની પ્રેક્ટિસ કરતાં ડો. બશીર અહેમદ ઈબ્રાહિમના મોબાઈલ પર સપ્ટેમ્બર મહિનામાં એક વ્યક્તિનો કોલ આવ્યો હતો. જેમાં તેણે પોતાનું નામ રાહુલ કુમાર હોવાનું તેમજ તેને પોતે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અધિકારી તરીકે ઓળખ આપી હતી. તેમના નામ પર મુંબઈમાં ખરીદેલા સીમ કાર્ડનો નંબર કેનેરા બેન્કના એકાઉન્ટમાં લિંક કરવામાં આવ્યો છે. ડોક્ટરને ડિજિટલ અરેસ્ટ કરીને માનસિક ત્રાસ આપી 14 લાખ ટ્રાન્સફર કરાવ્યા જેનાથી 6.80 કરોડ રૂપિયાની હેરાફેરી થઈ છે અને તેના બદલામાં તેમને 68 લાખ રુપિયા મળ્યા હોવાનો ડર આપી તેમને ડિજિટલ અરેસ્ટ કરીને માનસિક ત્રાસ આપીને 14 લાખ તેમના એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરાઈ હતી. આ મામલે ભરૂચ સાયબર ક્રાઈમ પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસે મોબાઈલ નંબર, બેન્ક એકાઉન્ટ તથા દસ્તાવેજો અંગેની તપાસ કરી હતી. પોલીસે પાર્થ પંચાલ નામના આરોપીની ધરપકડ કરી સાથે જ આરોપીઓએ ફરિયાદી પાસેથી મેળવેલા નાણા જે બેન્ક એકાઉન્ટમાં જમા થયેલા તે નાણાકીય ટ્રાન્જેક્શનની માહિતી મેળવી ટેકનીકલ એનાલિસીસ કરી હ્યુમન ઈન્ટેલીજન્સના આધારે આરોપી અને પાટણની સ્વદુરવિલા સોસાયટીમાં રહેતા પાર્થ પંચાલ નામના આરોપીની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ખેડામાં વૃદ્ધ દંપતીએ 61 લાખ રૂપિયા ગુમાવ્યા હતા ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા ખેડા જિલ્લામાં ડિજિટલ એરેસ્ટનો કિસ્સો સામે આવ્યો હતો. ઠગ ટોળકીએ ધમકી આપી રૂપિયા 61 લાખ રૂપિયા વૃદ્ધ દંપતી પાસેથી પડાવ્યા છે. દંપતીએ દાગીના ગીરેવે મુકીને અને વેચીને નાણા ઠગબાજોને આપ્યા છે. મહુધાના મહિસાના વૃદ્ધ દંપતિને ઠગ ટોળકીએ કોલ કરી ઠગાઈ આચરી હતી. ઠગ ટોળકીએ 'મુંબઈથી CBI ઓફિસર બોલું છું, તમારા દીકરા-દિકરીને ડ્રગ્સ કેસમાં સુપ્રીમ કોર્ટના હુકમ મુજબ એરેસ્ટ કરવા પડશે તેવી બીક બતાવી લાખો રૂપિયા પડાવ્યા હતા. ઠગ ટોળકી વધુ બીજા 40 લાખની માગણી કરતા સમગ્ર બનાવ મામલે દંપતિએ મહુધા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

Bharuchમાં ડોક્ટર બન્યો ડિજિટલ અરેસ્ટનો ભોગ, 14 લાખ રૂપિયાની થઈ છેતરપિંડી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભરૂચના ઈખર ગામમાં તબીબી પ્રેક્ટિસ કરતા ડોક્ટર પાસે ડિજિટલ અરેસ્ટના નામે રૂપિયા 14 લાખ પડાવી લેનાર આરોપીની પોલીસે પાટણથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

TRAIના અધિકારી તરીકે ડોક્ટરને આપી ઓળખ

ભરૂચના ટંકારીયા ગામમાં રહેતા અને ઈખર ગામમાં તબીબની પ્રેક્ટિસ કરતાં ડો. બશીર અહેમદ ઈબ્રાહિમના મોબાઈલ પર સપ્ટેમ્બર મહિનામાં એક વ્યક્તિનો કોલ આવ્યો હતો. જેમાં તેણે પોતાનું નામ રાહુલ કુમાર હોવાનું તેમજ તેને પોતે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અધિકારી તરીકે ઓળખ આપી હતી. તેમના નામ પર મુંબઈમાં ખરીદેલા સીમ કાર્ડનો નંબર કેનેરા બેન્કના એકાઉન્ટમાં લિંક કરવામાં આવ્યો છે.

ડોક્ટરને ડિજિટલ અરેસ્ટ કરીને માનસિક ત્રાસ આપી 14 લાખ ટ્રાન્સફર કરાવ્યા

જેનાથી 6.80 કરોડ રૂપિયાની હેરાફેરી થઈ છે અને તેના બદલામાં તેમને 68 લાખ રુપિયા મળ્યા હોવાનો ડર આપી તેમને ડિજિટલ અરેસ્ટ કરીને માનસિક ત્રાસ આપીને 14 લાખ તેમના એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરાઈ હતી. આ મામલે ભરૂચ સાયબર ક્રાઈમ પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસે મોબાઈલ નંબર, બેન્ક એકાઉન્ટ તથા દસ્તાવેજો અંગેની તપાસ કરી હતી.

પોલીસે પાર્થ પંચાલ નામના આરોપીની ધરપકડ કરી

સાથે જ આરોપીઓએ ફરિયાદી પાસેથી મેળવેલા નાણા જે બેન્ક એકાઉન્ટમાં જમા થયેલા તે નાણાકીય ટ્રાન્જેક્શનની માહિતી મેળવી ટેકનીકલ એનાલિસીસ કરી હ્યુમન ઈન્ટેલીજન્સના આધારે આરોપી અને પાટણની સ્વદુરવિલા સોસાયટીમાં રહેતા પાર્થ પંચાલ નામના આરોપીની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ખેડામાં વૃદ્ધ દંપતીએ 61 લાખ રૂપિયા ગુમાવ્યા હતા

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા ખેડા જિલ્લામાં ડિજિટલ એરેસ્ટનો કિસ્સો સામે આવ્યો હતો. ઠગ ટોળકીએ ધમકી આપી રૂપિયા 61 લાખ રૂપિયા વૃદ્ધ દંપતી પાસેથી પડાવ્યા છે. દંપતીએ દાગીના ગીરેવે મુકીને અને વેચીને નાણા ઠગબાજોને આપ્યા છે. મહુધાના મહિસાના વૃદ્ધ દંપતિને ઠગ ટોળકીએ કોલ કરી ઠગાઈ આચરી હતી. ઠગ ટોળકીએ 'મુંબઈથી CBI ઓફિસર બોલું છું, તમારા દીકરા-દિકરીને ડ્રગ્સ કેસમાં સુપ્રીમ કોર્ટના હુકમ મુજબ એરેસ્ટ કરવા પડશે તેવી બીક બતાવી લાખો રૂપિયા પડાવ્યા હતા. ઠગ ટોળકી વધુ બીજા 40 લાખની માગણી કરતા સમગ્ર બનાવ મામલે દંપતિએ મહુધા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.