Bharuch:ખુશ્બુ ડાઇ કેમ કંપનીના ગોડાઉનમાંથી જ્વલનશીલ કેમિકલનો જથ્થો ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામ નજીક યોગી એસ્ટેટ માં આવેલ ખુશ્બુ ડાઇકેમના ગોડાઉનમાંથી ભરૂચ એલસીબીની ટીમે ગેરકાયદે જ્વલનશીલ કેમિકલનો જથ્થો ઝડપી પાડી સંચાલકની ધરપકડ કરી હતી. તેમજ કંપનીના માલિક દંપતીને વોન્ટેડ જાહેર કરી કેમિકલનો જથ્થો, એક ટેન્કર અને બેરલો મળી કુલ રૂા.54.52 લાખનો મુદ્દામાલ જપ્ત કરી તપાસ શરૂ કરી છે.
ભરૂચ એલસીબીની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન જીતાલી ગામ નજીક આવેલ યોગી એસ્ટેટમાં ખુશ્બુ ડાઇકેમ કંપનીના ગોડાઉનમાં ગેરકાયદે અતિ જ્વલનશીલ કેમિકલનો જથ્થો હોવાનું અને એક ટેન્કરમાંથી કેમિકલ પાઇપ વડે બેરલો ભરી ગોડાઉનમાં સ્ટોરેજ કરવાની પ્રવૃત્તિ ચાલુ હોવાની માહિતી મળી હતી. જેના આધારે એલસીબીની ટીમે રેડ કરતા ગોડાઉન બહાર ટેન્કરમાંથી પાઇપ વડે બેરલો ભરતા કંપનીનું સંચાલન કરતા ભડકોદ્રા ગામની આદિત્યનગરમાં રહેતા અક્ષય નટવર પરમાર અને મહેન્દ્ર વસાવાને ઝડપી લીધા હતા. પોલીસે ગોડાઉનમાં તપાસ કરતા બેરલો મળી આવ્યા હતા. તેની પાસે લાયસન્સ, ફાયર સેફ્ટી તેમજ જ્વલનશીલ સ્ટોર કરવા પુરવઠા વિભાગનું લાયસન્સ નહીં હોવાનું જણાવ્યું હતું. પોલીસે એફએસએલની મદદ લેતા ફૉર્મલ્ડી હાઇડ કેમિકલ સિવાયના સ્ટોર કરેલ તમામ કેમિકલ અતિ જ્વલનશીલ હોવાનું જણાવ્યું હતું. પોલીસે વધુ પૂછપરછ કરતા મુંબઈ ખાતે રહેતા અશોક મણિલાલ ડંડ અને તેની પત્ની ઉર્મિલાબેન કંપનીના માલિક હોવાનું જણાવ્યું હતું અને ગોડાઉન પર અલગ અલગ ટેન્કરો માંથી કેમિકલના બેરલો ભરી, સ્ટોરેજ કરી માલિકના જણાવ્યા મુજબ કંપનીઓમાં મોકલી અપાતું હોવાનું જણાવ્યું હતું. પોલીસે રૂ.33.32 લાખના 298 બેરલોમાં તેમજ ટેન્કરમાં રહેલ 50 હજાર લીટર કેમિકલ સહિત કુલ રૂા.54.52 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
What's Your Reaction?






