Bharuch:આસનેરા,સૂડી તેમજ વાડિયા ગ્રામપંચાયતો સમરસ બની

Jun 12, 2025 - 03:30
Bharuch:આસનેરા,સૂડી તેમજ વાડિયા ગ્રામપંચાયતો સમરસ બની

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આમોદ તાલુકાની 21 ગ્રામપંચાયતોની ચૂંટણીના પૈકી આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ચિત્ર સ્પષ્ટ થયુ હતું.જેમાં પાંચ પંચાયતોની સામાન્ય ચુંટણી માટે ત્રણ ગ્રામપંચાયત આસનેરા, સુડી તેમજ વાડીયા સમરસ બની હતી.મછાસરા ગ્રામપંચાયતની ચૂંટણી માટે સરપંચની ચૂંટણી યોજાશે.જેમાં વૉર્ડ નંબર 1,2,5,6,7 અને 8 બિનહરીફ બન્યાં હતાં.જ્યારે વૉર્ડ નંબર 3 અને 4 માં ચૂંટણી યોજાશે.બોડકા ગ્રામ પંચાયતની ચૂંટણી માટે સરપંચની ચૂંટણી યોજાશે.જેમાં વોર્ડ નંબર 2,3,5,6,7 અને 8 બિનહરીફ્ બન્યાં હતાં.જ્યારે વોર્ડ નંબર 1 અને 4 માં ચૂંટણી યોજાશે.જ્યારે મધ્યસત્ર ચૂંટણી માટે સરભાણ ગામ પંચાયતમાં સરપંચની ચૂંટણી યોજાશે. જેમાં વોર્ડ નંબર 1,2,3,4,5,6,7 બિનહરીફ બન્યાં હતાં.જ્યારે વોર્ડ નંબર 8,9,10 માં ચૂંટણી યોજાશે.તેલોદ ગ્રામ પંચાયતની મધ્યસત્ર ચૂંટણી માટે સરપંચની ચૂંટણી યોજાશે.જેમાં વોર્ડ નંબર 1,3,5 અને 8 બિનહરિફ બન્યાં હતાં.જ્યારે વૉર્ડ નંબર 2,4, 6 અને 7 માં ચૂંટણી યોજાશે.

આ ઉપરાંત વૉર્ડની પેટાચૂંટણી માટે આછોદ પંચાયતનાં બંને વોર્ડ નંબર 4 અને 9 બિન હરિફ બન્યાં હતાં.ઇખર પંચાયતના વોર્ડ નંબર 4 બિનહરિફ બન્યો હતો.નિણમ પંચાયતમાં વોર્ડ નંબર 7 બિનહરિફ બન્યો હતો. ચકલાદ પંચાયતમાં વોર્ડ નંબર 6 બિનહરિફ બન્યો હતો.જ્યારે વોર્ડ નંબર 8 માં ફોર્મ ભરાયું નથી. ઇટોલા ગ્રામ પંચાયતમાં સરપંચની ચૂંટણી યોજાશે.જ્યારે વોર્ડ નંબર 1 અને 8 માં ફોર્મ ભરાયા નથી.માતર પંચાયતમાં વોર્ડ નંબર 7 બિનહરિફ બન્યાં હતાં. રાણીપુરા વોર્ડ નંબર 6 બિનહરીફ બન્યો હતો.કોલવણા વોર્ડ નંબર 2 બિનહરીફ બન્યો હતો.કેસલું ગ્રામ પંચાયત માટે વોર્ડ નંબર 1,2 અને 7 બિનહરીફ બન્યાં હતાં.જ્યારે વોર્ડ નંબર 4,5,6 અને 8 ના ફોર્મ જ ભરાયાં નથી.જ્યારે રોધ, ઘમણાદ, સોનામા, નાહિયેર, તેગવા સહિતના ગામોમા વોર્ડ પેટા ચૂંટણી માટે ઉમેદવારની ફોર્મ જ ભરાયા નહોતાં.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0