Bharuch:આમોદના મેલડી નગરમાંથી મહાકાય અજગરનું રેસ્ક્યૂ કરાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આમોદના મેલડી નગર ખાતે ગત રોજ રાત્રિના સમયે મહાકાય અજગર જોવા મળતા પશુપાલકોમાં ગભરાટ જોવા મળ્યો હતો. જેથી સ્થાનિક રહીશ બીજલ ભરવાડે આમોદ વન વિભાગને જાણ કરતા આમોદ વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફ્સિર રમેશ ચૌહાણની સુચના અને માર્ગદર્શન હેઠળ નેચર સેવિંગ ફઉન્ડેશન ના કાર્યકર અંકિત પરમાર તેમજ હેમંત પરમારે મેલડી નગરમાં છુપાયેલા અજગર ને શોધી ભારે જહેમત બાદ આશરે આઠ ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યું કર્યું હતું. ત્યાર બાદ તેને નૈસર્ગીક વાતાવરણમાં મુકત કરાયો હતો.
What's Your Reaction?






