Bayad: બી ડી શાહ કોલેજમાં ગુરુ ઋણ સ્વીકાર અને બર્થ ડે કાર્ડનું પ્રદર્શન
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બાયડ : બી ડી શાહ કોલેજ ઓફ્ એજ્યુકેશન, મોડાસામાં કોલેજના આચાર્ય ડો. બી ડી પટેલના માર્ગદર્શન હેઠળ પુસ્તકાલયમાં ગુરુ ઋણ સ્વીકાર કાર્ડ અને બર્થ ડે કાર્ડનું પ્રદર્શન યોજાયું હતું. જેમાં ભૂતપૂર્વ પ્રશિક્ષણાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલ કાર્ડ પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા હતા. આ પ્રદર્શનનો મુખ્ય હેતુ પ્રશિક્ષણાર્થીઓમાં સર્જનાત્મક શક્તિનો વિકાસ થાય તે હતો. સમગ્ર પ્રદર્શનનું આયોજન એસઆરસી ઈન્ચાર્જ ડો. એસ એન બુબડિયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શન સમગ્ર શૈક્ષણિક, વહીવટી સ્ટાફ્ અને પ્રથમ વર્ષના સૌ પ્રશિક્ષણાર્થીઓએ નિહાળ્યું હતું. મંડળ પ્રમુખ મહેન્દ્રભાઈ શાહ, પ્રભારી મંત્રી જયેશભાઈ દોશીએ શુભેચ્છાઓ પાઠવી હતી.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

