Bavla: ARTOમાં 0001 નંબરની રેકોર્ડબ્રેક હરાજી, 9.51 લાખમાં વેચાયો

ઓનલાઇન હરાજીમાં પસંદગીના નંબર લેવામાં લાંબા સમય બાદ ધસારોહરાજીથી કુલ 34.76 લાખ આવક, 9999 નંબરની ડીલ 3.55 લાખમાં થઈ કારની નવી સિરીઝ જીજે 38 BH નંબરની સિરીઝમાં પસંદગીના નંબરોની હરાજી થઈ હતી બાવળા એઆરટીઓમાં પસંદગીના નંબરોની હરાજી થઈ હતી, જેમાં 0001 નંબરની અત્યાર સુધીની સૌથી વધુ 9.51 લાખ આવક થઈ હતી. ઓનલાઇન હરાજીની કુલ 34.76 લાખ આવક નોંધાઈ હતી. પસંદગીના નંબરોમાં ગોલ્ડનના 27 નંબરોની હરાજીની રજિસ્ટ્રેશન ફી રૂપિયા 40 હજાર અને સિલ્વરના 72 નંબરોની રજિસ્ટ્રેશન ફી રૂપિયા 15 હજાર ભરવાની હોય છે. રજિસ્ટ્રેશન ફીની રકમથી હરાજીની શરૂઆત થાય છે, જેમાં નંબર મળે તો વધારાની રકમ આગામી પાંચ દિવસમાં પૂરેપૂરી ભરવાની હોય છે. રકમ ન ભરનારને નંબર મળતો નથી. હરાજીમાં એક કરતાં વધુ બીડ ન આવે તો સંબંધિત વાહનમાલિકને નંબર મળી જાય છે.કારની નવી સિરીઝ જીજે 38 BH નંબરની સિરીઝમાં પસંદગીના નંબરોની હરાજી થઈ હતી. એક સિરીઝમાં દસ હજાર નંબર હોય છે, જેમાં પસંદગીના કુલ 99 નંબરો હોય છે. જેની હરાજીમાં 190 કાર માલિકોએે બીડ ભરી હતી. આમાંથી 180 કાર માલિકોને પસંદગીના નંબરોની ફાળવણી કરાઇ હતી. પસંદગીના નંબરોમાંથી કુલ 34.76 લાખ આવક થઈ હતી. હરાજીમાં 0001 નંબરની રૂપિયા 9.51 લાખ અને 9999 ની રૂપિયા 3.55 લાખ રકમની એઆરટીઓ કચેરીમાં આવક નોંધાઈ હતી. બાકી રહેલા પસંદગીના નંબરોની આવક રૂપિયા 1.50 લાખની અંદર રહી હતી.વાહનના પસંદગીના નંબરોની ઓફલાઇન હરાજીમાં અગાઉ વધુ લોકો રસ લેતા હતાં. ત્યારબાદ ઓનલાઇન હરાજી થતાં લોકોએ રસ લેવાનું છોડી દીધું હતું. દરમિયાન લાંબાગાળા બાદ ઓનલાઇન હરાજીમાં પણ પસંદગીના નંબર લેનાર ઇચ્છુકોનો ધસારો રહેતો હોય છે. સુભાષબ્રિજ અને વસ્ત્રાલ આરટીઓ કચેરીમાં કારના પસંદગીના નંબરોમાં ગોલ્ડન નંબરોમાં 3 લાખથી વધુ બીડ ભરનાર લોકોની સંખ્યા વધુ હોય છે.

Bavla: ARTOમાં 0001 નંબરની રેકોર્ડબ્રેક હરાજી, 9.51 લાખમાં વેચાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ઓનલાઇન હરાજીમાં પસંદગીના નંબર લેવામાં લાંબા સમય બાદ ધસારો
  • હરાજીથી કુલ 34.76 લાખ આવક, 9999 નંબરની ડીલ 3.55 લાખમાં થઈ
  • કારની નવી સિરીઝ જીજે 38 BH નંબરની સિરીઝમાં પસંદગીના નંબરોની હરાજી થઈ હતી

બાવળા એઆરટીઓમાં પસંદગીના નંબરોની હરાજી થઈ હતી, જેમાં 0001 નંબરની અત્યાર સુધીની સૌથી વધુ 9.51 લાખ આવક થઈ હતી. ઓનલાઇન હરાજીની કુલ 34.76 લાખ આવક નોંધાઈ હતી. પસંદગીના નંબરોમાં ગોલ્ડનના 27 નંબરોની હરાજીની રજિસ્ટ્રેશન ફી રૂપિયા 40 હજાર અને સિલ્વરના 72 નંબરોની રજિસ્ટ્રેશન ફી રૂપિયા 15 હજાર ભરવાની હોય છે.

રજિસ્ટ્રેશન ફીની રકમથી હરાજીની શરૂઆત થાય છે, જેમાં નંબર મળે તો વધારાની રકમ આગામી પાંચ દિવસમાં પૂરેપૂરી ભરવાની હોય છે. રકમ ન ભરનારને નંબર મળતો નથી. હરાજીમાં એક કરતાં વધુ બીડ ન આવે તો સંબંધિત વાહનમાલિકને નંબર મળી જાય છે.કારની નવી સિરીઝ જીજે 38 BH નંબરની સિરીઝમાં પસંદગીના નંબરોની હરાજી થઈ હતી. એક સિરીઝમાં દસ હજાર નંબર હોય છે, જેમાં પસંદગીના કુલ 99 નંબરો હોય છે. જેની હરાજીમાં 190 કાર માલિકોએે બીડ ભરી હતી. આમાંથી 180 કાર માલિકોને પસંદગીના નંબરોની ફાળવણી કરાઇ હતી. પસંદગીના નંબરોમાંથી કુલ 34.76 લાખ આવક થઈ હતી. હરાજીમાં 0001 નંબરની રૂપિયા 9.51 લાખ અને 9999 ની રૂપિયા 3.55 લાખ રકમની એઆરટીઓ કચેરીમાં આવક નોંધાઈ હતી. બાકી રહેલા પસંદગીના નંબરોની આવક રૂપિયા 1.50 લાખની અંદર રહી હતી.

વાહનના પસંદગીના નંબરોની ઓફલાઇન હરાજીમાં અગાઉ વધુ લોકો રસ લેતા હતાં. ત્યારબાદ ઓનલાઇન હરાજી થતાં લોકોએ રસ લેવાનું છોડી દીધું હતું. દરમિયાન લાંબાગાળા બાદ ઓનલાઇન હરાજીમાં પણ પસંદગીના નંબર લેનાર ઇચ્છુકોનો ધસારો રહેતો હોય છે. સુભાષબ્રિજ અને વસ્ત્રાલ આરટીઓ કચેરીમાં કારના પસંદગીના નંબરોમાં ગોલ્ડન નંબરોમાં 3 લાખથી વધુ બીડ ભરનાર લોકોની સંખ્યા વધુ હોય છે.