Baroda Dairy : દિનુ મામાની ચેલેન્જ, એક મંચ પર આવી ચર્ચા કરો, કેતન ઇનામદારે કહ્યું ચેલેન્જ સ્વીકારું છું, સમય અને તારીખ જણાવો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બરોડા ડેરીમાં આગામી 4 સપ્ટેમ્બરે વાર્ષિક સાધારણ સભા યોજાવાની છે તે પહેલા કકળાટ શરુ થઇ જતાં જિલ્લાના સહકારી ક્ષેત્રમાં ખળભળાટ મચી ગયો છે. આજે દિનુ મામાએ આરોપો પુરવાર કરવા માટે વિરોધીઓને આડકતરી રીતે નિશાને લઇને એક મંચ પર આવવા જણાવ્યું હતું તો સામે પક્ષે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે પણ દિનુ મામાની ચેલેન્જ સ્વીકારીને તમે સમય, તારીખ અને જગ્યા નક્કી કરો તો હું ચોક્કસ આવીશ તેમ કહી ચેલેન્જનો સ્વીકાર કર્યો હતો.
ડેરીના પ્રમુખ દિનેશ પટેલે આજે ચેલેન્જ આપી
વડોદરામાં આજે 15મી ઓગષ્ટે બરોડા ડેરી મુદ્દે રાજકારણ ગરમાયું છે. બરોડા ડેરીના પ્રમુખ દિનેશ પટેલે આજે ચેલેન્જ આપી હતી કે વિરોધ કરનાર એક સ્ટેજ પર આવી આક્ષેપ સાબિત કરે નહિ તો કોર્ટમાં જવાબ આપવા તૈયાર રહે. તેમણે કહ્યું કે 2012 પહેલા કોંગ્રેસના વહીવટદારોએ ડેરી ચલાવી હતી અને તે સમયે 900 મંડળી સાથે 633 કરોડનું ટર્ન ઓવર હતું. તે વખતે હોદ્દેદારોએ એક પણ સભાસદ સાથે બેઠક કરી જ નથી. હું તે સમયે કોંગ્રેસમાં હતો એટલે મને ખબર છે
102 લેટરપેડ સાવલી તરફના
દિનુ મામાએ વધુમાં કહ્યું કે આજે 13 વર્ષ બાદ 1156 દૂધ મંડળીઓ થઇ છે પણ મને ડેરી વિરુદ્ધમાં 153 લેટરપેડ મળ્યા છે જેમાંથી 102 લેટરપેડ સાવલી તરફના છે . તેમણે એમ પણ કહ્યું કે તમામ લેટરપેડમાં એક સમાન જ શબ્દો છે અને મારી વિરોધીઓને ખુલ્લી ચેલેન્જ છે સ્ટેજ પર આવે
એક મંચ પર આવી હિસાબ કરો
તેમણે કહ્યું કે આ લેટરપેડમાં એક જ પ્રકારનું લખાણ છે અને વિરોધીઓ કાં તો આરોપ પુરવાર કરે કાંતો કોર્ટમાં સામનો કરવા તૈયાર રહે. ખોટો આરોપ સહેજ પણ ચલાવી નહી લેવાય. પોતે શું કર્યું તેનો ખુલાસો કરે અને એક મંચ પર આવી હિસાબ કરો. તમારા બોલવામાં અને કામ કરવામાં આસમાન જમીનનો ફરક છે. તેમણે કહ્યું કે આમા માસ્ટરમાઇન્ડ સરકાર શોધી લેશે. કોઇ ખોટી માહિતી લીક કરે તો મુશ્કેલી આવશે.
કેતન ઇનામદારે દિનેશ પટેલની ચેલેન્જ સ્વીકારી
આ મામલે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે દિનેશ પટેલની ચેલેન્જ સ્વીકારી હતી અને કહ્યું હતું કે દિનેશ પટેલ તારીખ-સમય જાહેર કરે અને હું સામ-સામે બેસીને જવાબ આપવા તૈયાર છું
તમે ચેલેન્જ આપી તો હું સ્વીકારું છું
કેતન ઇનામદારે કહ્યું કે તેમણે મારી વાત કરી જાહેર મંચ પર આવવાનું કહ્યું છું. તો હું મામાને કહીશ કે હ્રદયથી દિલથી અભિનંદન આપું છું કે બરોડા ડેરી લાખો પશુપાલકોની સંસ્થા છે. તમે ચેલેન્જ આપી તો હું સ્વીકારું છું. તમામ સભ્યો અને એમડી એમનો દિવસ સમય જ્યાં કહેશે ત્યાં બધુ કામ છોડીને આવીશ પણ 4 તારીખની સભા પહેલા તમે સમય સ્થળ તારીખ જાહેર કરજો. હું જાહેર મંચ પર તેમની પાસે આવીશ. હું રાહ જોઇશ આ રાજકીય બાબત નથી. વહેલી તકે મને સમય આપો. જાહેર મંચ પર હું ખુલ્લીને વાત કરીશ.
What's Your Reaction?






