Banaskanthaમાં આધારકાર્ડ માટે લોકો સરકારી કચેરીના શરણે પહોંચ્યા, વાંચો Inside Story

બનાસકાંઠા જિલ્લામાં ઈકેવાયસી બાદ હવે આધાર કાર્ડ માટે લોકો સરકારી કચેરીઓને શરણે જોવા મળી રહ્યા છે.દૂર દૂરના ગામોમાંથી લોકો પોતાના આધારકાર્ડ સહીતના સરકારી દસ્તાવેજો માટે જિલ્લાની કચેરીઓના ધરમ ધક્કા ખાવા મજબુર બન્યા છે. જો કે આધાર કાર્ડ અને જન્મના દાખલા વચ્ચેની વિસગતાને લઇ લોકો પીડાઈ રહ્યા છે.પરંતુ તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા ન કરાતા લોકોમાં પણ તંત્ર સામે રોસ ભભુકી ઉઠ્યો છે.સરકાર દ્વારા અનેક યોજનાઓ બહાર પડાય છે સરકાર દ્વારા પ્રજાજનોના લાભ માટે અનેક યોજનાઓ તો બહાર પડાય છે પરંતુ આ યોજનાઓની યોગ્ય ગાઈડ લાઈન ન બનતા પ્રજાજનો હાલાકી ભોગવવા મજબૂર બનતા હોય છે. થોડા સમય અગાઉ રેશનકાર્ડના ઇકેવાયસી માટે સરકારી કચેરીઓ પ્રજાજનોથી ઉભરાતી હતી. તો હવે તે બાદ વિદ્યાર્થીઓના આધાર કાર્ડના સુધારા માટે લોકો સરકારી કચેરીઓને શરણે જોવા મળી રહ્યા છે.બનાસકાંઠા જિલ્લાના દૂર દૂરના ગામોના લોકોના આધાર કાર્ડમાં ક્ષતીને કારણે લોકો ક્ષતિ સુધારવા જિલ્લા મથક પાલનપુરની સરકારી કચેરીઓમાં પહોંચી રહ્યા છે. જન્મનો દાખલો સુધારવામાં પણ તકલીફ પરંતુ તે બાદ પણ તેમના આધાર કાર્ડ સુધરતા નથી અને લોકો ધરમના ધક્કા ખાવા મજબૂર બન્યા છે. તાજેતરમાં સરકાર દ્વારા શિષ્યવૃત્તિ માટે આધાર કાર્ડ ફરજિયાત કરાયાની વાતોને લઈ લોકો આધાર કાર્ડ સુધારામાં પાલનપુરના જનસેવા કેન્દ્ર અને પોસ્ટ ઓફિસના આધાર કેન્દ્રો પર પહોંચી રહ્યા છે પરંતુ જન્મના દાખલા અને આધાર કાર્ડ વચ્ચેની વિસંગતાને લઈ આ બંને આધાર કેન્દ્રો પરથી લોકોને જન્મનો દાખલો સુધરાવવા જે તે જન્મ દાખલા કેન્દ્રો પર મોકલવામાં આવી રહ્યા છે. લોકોને પારાવાર મુશ્કેલીનો કરવો પડે છે સામનો એક તરફ સરકાર લોકોને સવલતતા મળી રહે તે હેતુસર સુચારું આયોજન કરવાની વાતો તો કરી રહી છે પરંતુ બીજી તરફ સરકારી યોજનાઓનો લાભ મેળવવા આજ પ્રજાજનો હાલાકી ભોગવવા મજબૂર બન્યા છે.જોકે લોકોની હાલાકી દૂર કરવા સરકારી કચેરીમાં બેઠેલા કર્મચારીઓ કામ તો કરી જ રહ્યા છે પરંતુ સરકારી સિસ્ટમ મૂજબ જન્મના દાખલામાં મોટો સુધારો થઈ શકતો નથી અને તેને જ કારણે લોકોની હાલાકી યથાવત રહી છે,લોકો જન્મનો દાખલો સુધારા પહોંચી તો રહ્યા છે પરંતુ જન્મના દાખલાની વિસગતા દૂર ન થતા લોકો આધાર કાર્ડનો સુધારો નથી કરી શકતા અને દૂર દૂરના ગામોમાંથી આવતા લોકો વહેલી સવારથી સરકારી કચેરીઓની બહાર રજળતા જોવા મળી રહ્યા છે.

Banaskanthaમાં આધારકાર્ડ માટે લોકો સરકારી કચેરીના શરણે પહોંચ્યા, વાંચો Inside Story

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બનાસકાંઠા જિલ્લામાં ઈકેવાયસી બાદ હવે આધાર કાર્ડ માટે લોકો સરકારી કચેરીઓને શરણે જોવા મળી રહ્યા છે.દૂર દૂરના ગામોમાંથી લોકો પોતાના આધારકાર્ડ સહીતના સરકારી દસ્તાવેજો માટે જિલ્લાની કચેરીઓના ધરમ ધક્કા ખાવા મજબુર બન્યા છે. જો કે આધાર કાર્ડ અને જન્મના દાખલા વચ્ચેની વિસગતાને લઇ લોકો પીડાઈ રહ્યા છે.પરંતુ તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા ન કરાતા લોકોમાં પણ તંત્ર સામે રોસ ભભુકી ઉઠ્યો છે.

સરકાર દ્વારા અનેક યોજનાઓ બહાર પડાય છે
સરકાર દ્વારા પ્રજાજનોના લાભ માટે અનેક યોજનાઓ તો બહાર પડાય છે પરંતુ આ યોજનાઓની યોગ્ય ગાઈડ લાઈન ન બનતા પ્રજાજનો હાલાકી ભોગવવા મજબૂર બનતા હોય છે. થોડા સમય અગાઉ રેશનકાર્ડના ઇકેવાયસી માટે સરકારી કચેરીઓ પ્રજાજનોથી ઉભરાતી હતી. તો હવે તે બાદ વિદ્યાર્થીઓના આધાર કાર્ડના સુધારા માટે લોકો સરકારી કચેરીઓને શરણે જોવા મળી રહ્યા છે.બનાસકાંઠા જિલ્લાના દૂર દૂરના ગામોના લોકોના આધાર કાર્ડમાં ક્ષતીને કારણે લોકો ક્ષતિ સુધારવા જિલ્લા મથક પાલનપુરની સરકારી કચેરીઓમાં પહોંચી રહ્યા છે.

જન્મનો દાખલો સુધારવામાં પણ તકલીફ
પરંતુ તે બાદ પણ તેમના આધાર કાર્ડ સુધરતા નથી અને લોકો ધરમના ધક્કા ખાવા મજબૂર બન્યા છે. તાજેતરમાં સરકાર દ્વારા શિષ્યવૃત્તિ માટે આધાર કાર્ડ ફરજિયાત કરાયાની વાતોને લઈ લોકો આધાર કાર્ડ સુધારામાં પાલનપુરના જનસેવા કેન્દ્ર અને પોસ્ટ ઓફિસના આધાર કેન્દ્રો પર પહોંચી રહ્યા છે પરંતુ જન્મના દાખલા અને આધાર કાર્ડ વચ્ચેની વિસંગતાને લઈ આ બંને આધાર કેન્દ્રો પરથી લોકોને જન્મનો દાખલો સુધરાવવા જે તે જન્મ દાખલા કેન્દ્રો પર મોકલવામાં આવી રહ્યા છે.

લોકોને પારાવાર મુશ્કેલીનો કરવો પડે છે સામનો
એક તરફ સરકાર લોકોને સવલતતા મળી રહે તે હેતુસર સુચારું આયોજન કરવાની વાતો તો કરી રહી છે પરંતુ બીજી તરફ સરકારી યોજનાઓનો લાભ મેળવવા આજ પ્રજાજનો હાલાકી ભોગવવા મજબૂર બન્યા છે.જોકે લોકોની હાલાકી દૂર કરવા સરકારી કચેરીમાં બેઠેલા કર્મચારીઓ કામ તો કરી જ રહ્યા છે પરંતુ સરકારી સિસ્ટમ મૂજબ જન્મના દાખલામાં મોટો સુધારો થઈ શકતો નથી અને તેને જ કારણે લોકોની હાલાકી યથાવત રહી છે,લોકો જન્મનો દાખલો સુધારા પહોંચી તો રહ્યા છે પરંતુ જન્મના દાખલાની વિસગતા દૂર ન થતા લોકો આધાર કાર્ડનો સુધારો નથી કરી શકતા અને દૂર દૂરના ગામોમાંથી આવતા લોકો વહેલી સવારથી સરકારી કચેરીઓની બહાર રજળતા જોવા મળી રહ્યા છે.