Banaskanthaના વાવમાં ગેનીબેન ઠાકોરની સભા, કહ્યું આ પરિણામથી કોંગ્રેસને મોટો ફાયદો નથી

બનાસકાંઠાના વાવની વિધાનસભાની પેટા ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ગયું છે તેની વચ્ચે આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે,ફોર્મ ભરાઈ ગયા છે જેમાં ભાજપ અને કોંગ્રેસના બન્ને ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે,ભાજપમાંથી સ્વરૂપજી ઠાકોર અને કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂતે ફોર્મ ભર્યુ છે.આજે વાવ વિધાનસભામાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે જાહેરમાં સભા કરી હતી અને લોકો ગુલાબસિંહને મત આપી જીતાડે તેને લઈ અપીલ કરી હતી. ગુલાબસિંહને જીતાડવા માટે જનતાને ગેનીબેનની અપીલ ગેનીબેન ઠાકોરે ગુલાબસિંહને જીતાડવા માટે અપીલ કરી છે,ગુલાબસિંહને મત આપીને જીતાડજો તેવી અપીલ કરવામાં આવી છે,ભૂતકાળમાં ગુલાબસિંહની ટિકિટ કપાઈ હતી તેવી વાત ગેનીબેને જાહેરમાં કરી છે.વધુમાં તેમણે કહ્યું હતુ કે,વર્ષ 2017માં ગુલાબસિંહે મારા માટે પ્રચાર કર્યો હતો અને ગુલાબસિંહના પરિવારે પણ મારા માટે પ્રચાર કર્યો હતો,આ ચૂંટણી 2027નું રણશિંગુ છે,20 વર્ષ પછી હેમુભા પરિવારના સભ્ય ચૂંટણી લડી રહ્યા છે માટે તેમને જીતાડવાની જવાબદારી આપણી છે. કોંગ્રેસના ઉમેદવારને કોઇ હેરાન ન કરે એ જોજો : ગેનીબેન ગેનીબેને વધુમાં કહ્યું કે,કોંગ્રેસના ઉમેદવારને કોઈ હેરાન કરે એ જોજો,કોઈ લોભ - લાલચ આપે તો વીડિયો બનાવજો અને ચૂંટણીપંચ કાર્યવાહી કરશે,આ ગેનીબેન કોંગ્રેસના ઉમેદવારની સાથે છે અને મારા પ્રતિનિધિઓ - આગેવાનો પર મને ભરોસો છે બનાસની જનતાએ મને બહેન - દીકરી તરીકે માની છે.બનાસકાંઠાની જનતાએ મને ખૂબ માન આપ્યું છે,તમામ ચૂંટણીઓમાં અમને સમર્થન આપ્યું છે.લોકસભા ચૂંટણીમાં મને જનતાએ જીત આપી, તમામ સમાજે મને લોકસભામાં મત આપ્યો છે. મને વારંવાર પક્ષે પૂછ્યું કે તમે કહો તે ઉમેદવાર : ગેનીબેન ગેનીબેને વધુમાં કહ્યું કે મને પક્ષે વારંવાર કહ્યું કે તમે કહો તેને ઉમેદવાર બનાવીએ,મેં કહ્યું હતું કે હું કોઈ ઉમેદવારનું નામ નહીં લઉ અને પક્ષ જે ઉમેદવાર આપે તેને જીતાડવાની જવાબદારી મારી રહેશે,આ પરિણામ થી કોંગ્રેસને મોટો ફાયદો નથી થવાનો, પણ આ ચૂંટણી ૨૦૨૭ નું રણશિંગુ છે,ભાજપના ધારાસભ્યને એમના વિસ્તારનો અવાજ ઉઠાવવાનો પાવર નથી,રબર સ્ટેમ્પ પ્રતિનિધિ આપડે જોતા નથી,કોઈનાથી ડરે નહીં એવા પ્રતિનિધિને કોંગ્રેસ પક્ષે ટિકિટ આપી છે ત્યારે ગુલાબસિંહને વોટ આપી જીતાડજો. મારા પ્રતિનિધિ અને આગેવાનો પર મને ભરોશો છે : ગેનીબેનવધુમા ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતુ કે,ભૂતકાળમાં દારૂના કન્ટેનરો પર રેડ પાડવાનું કામ કોંગ્રેસ કાર્યકર્તાઓએ કર્યું છે,તંત્ર અને વહીવટી તંત્ર સામે લડવાનું કામ કોંગ્રેસ કાર્યકર્તાઓએ કર્યું છે,કોઈ લોભ લાલચ આપે તો વિડિયો બનાવી નાખજો,અને જો ના થાય તો કોંગ્રેસ પક્ષ આવા અધિકારીને કોર્ટમાં ઊભો કરવાની તાકાત ધરાવે છે,જે ઉમેદવારની રેસમાં હતા તે તમામ ઉમેદવારો આજે ગુલાબસિંહ ની પડખે છે.  

Banaskanthaના વાવમાં ગેનીબેન ઠાકોરની સભા, કહ્યું આ પરિણામથી કોંગ્રેસને મોટો ફાયદો નથી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બનાસકાંઠાના વાવની વિધાનસભાની પેટા ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ગયું છે તેની વચ્ચે આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે,ફોર્મ ભરાઈ ગયા છે જેમાં ભાજપ અને કોંગ્રેસના બન્ને ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે,ભાજપમાંથી સ્વરૂપજી ઠાકોર અને કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂતે ફોર્મ ભર્યુ છે.આજે વાવ વિધાનસભામાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે જાહેરમાં સભા કરી હતી અને લોકો ગુલાબસિંહને મત આપી જીતાડે તેને લઈ અપીલ કરી હતી.

ગુલાબસિંહને જીતાડવા માટે જનતાને ગેનીબેનની અપીલ

ગેનીબેન ઠાકોરે ગુલાબસિંહને જીતાડવા માટે અપીલ કરી છે,ગુલાબસિંહને મત આપીને જીતાડજો તેવી અપીલ કરવામાં આવી છે,ભૂતકાળમાં ગુલાબસિંહની ટિકિટ કપાઈ હતી તેવી વાત ગેનીબેને જાહેરમાં કરી છે.વધુમાં તેમણે કહ્યું હતુ કે,વર્ષ 2017માં ગુલાબસિંહે મારા માટે પ્રચાર કર્યો હતો અને ગુલાબસિંહના પરિવારે પણ મારા માટે પ્રચાર કર્યો હતો,આ ચૂંટણી 2027નું રણશિંગુ છે,20 વર્ષ પછી હેમુભા પરિવારના સભ્ય ચૂંટણી લડી રહ્યા છે માટે તેમને જીતાડવાની જવાબદારી આપણી છે.

કોંગ્રેસના ઉમેદવારને કોઇ હેરાન ન કરે એ જોજો : ગેનીબેન

ગેનીબેને વધુમાં કહ્યું કે,કોંગ્રેસના ઉમેદવારને કોઈ હેરાન કરે એ જોજો,કોઈ લોભ - લાલચ આપે તો વીડિયો બનાવજો અને ચૂંટણીપંચ કાર્યવાહી કરશે,આ ગેનીબેન કોંગ્રેસના ઉમેદવારની સાથે છે અને મારા પ્રતિનિધિઓ - આગેવાનો પર મને ભરોસો છે બનાસની જનતાએ મને બહેન - દીકરી તરીકે માની છે.બનાસકાંઠાની જનતાએ મને ખૂબ માન આપ્યું છે,તમામ ચૂંટણીઓમાં અમને સમર્થન આપ્યું છે.લોકસભા ચૂંટણીમાં મને જનતાએ જીત આપી, તમામ સમાજે મને લોકસભામાં મત આપ્યો છે.

મને વારંવાર પક્ષે પૂછ્યું કે તમે કહો તે ઉમેદવાર : ગેનીબેન

ગેનીબેને વધુમાં કહ્યું કે મને પક્ષે વારંવાર કહ્યું કે તમે કહો તેને ઉમેદવાર બનાવીએ,મેં કહ્યું હતું કે હું કોઈ ઉમેદવારનું નામ નહીં લઉ અને પક્ષ જે ઉમેદવાર આપે તેને જીતાડવાની જવાબદારી મારી રહેશે,આ પરિણામ થી કોંગ્રેસને મોટો ફાયદો નથી થવાનો, પણ આ ચૂંટણી ૨૦૨૭ નું રણશિંગુ છે,ભાજપના ધારાસભ્યને એમના વિસ્તારનો અવાજ ઉઠાવવાનો પાવર નથી,રબર સ્ટેમ્પ પ્રતિનિધિ આપડે જોતા નથી,કોઈનાથી ડરે નહીં એવા પ્રતિનિધિને કોંગ્રેસ પક્ષે ટિકિટ આપી છે ત્યારે ગુલાબસિંહને વોટ આપી જીતાડજો.

મારા પ્રતિનિધિ અને આગેવાનો પર મને ભરોશો છે : ગેનીબેન

વધુમા ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતુ કે,ભૂતકાળમાં દારૂના કન્ટેનરો પર રેડ પાડવાનું કામ કોંગ્રેસ કાર્યકર્તાઓએ કર્યું છે,તંત્ર અને વહીવટી તંત્ર સામે લડવાનું કામ કોંગ્રેસ કાર્યકર્તાઓએ કર્યું છે,કોઈ લોભ લાલચ આપે તો વિડિયો બનાવી નાખજો,અને જો ના થાય તો કોંગ્રેસ પક્ષ આવા અધિકારીને કોર્ટમાં ઊભો કરવાની તાકાત ધરાવે છે,જે ઉમેદવારની રેસમાં હતા તે તમામ ઉમેદવારો આજે ગુલાબસિંહ ની પડખે છે.