Banaskanthaના જગાણા અને દાંતા તાલુકાના વેકરી ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું

આગામી ૨જી ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીને શ્રદ્ધાંજલિ આપવા તેમજ સ્વચ્છ ભારત મિશનના ૧૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે ૨જી ઓક્ટોબરના રોજ ‘સ્વચ્છ ભારત દિવસ’ તરીકે ઉજવણી કરવામાં આવનાર છે. સમગ્ર રાજ્યની સાથે બનાસકાંઠા જિલ્લામાં પણ જિલ્લા કલેક્ટર મિહિર પટેલના નેતૃત્વ હેઠળ તેમજ જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવેના માર્ગદર્શન હેઠળ ૧૭ સપ્ટેમ્બર થી ૦૨ ઓક્ટોબર દરમિયાન સ્વચ્છતા હી સેવા પખવાડિયું તેમજ ૧૭ સપ્ટેમ્બરથી ૩૧ ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા અંતર્ગત અલગ અલગ થીમ આધારિત સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાઈ છે. સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું સ્વચ્છ ભારત મિશન અંતર્ગત નાબાર્ડના ડી.ડી.એમ.શર્મિલા સંદીપ શેરલાના સહયોગથી બનાસકાંઠા એલ.ડી.એમ. હેમંતભાઈ ગાંધી અને ટીમ દ્વારા જિલ્લાના પાલનપુર તાલુકાના જગાણા અને દાંતા તાલુકાના વેકરી ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું. જેમાં બહોળી સંખ્યામાં લોકો અને વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહીને સ્વચ્છતાની પ્રતિજ્ઞા, પરિસરની સફાઈ તેમજ પરિસરના કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ કરીને સૌને સફાઈ અભિયાનમાં જોડાવા માટે આહવાન કર્યું હતું. અધિકારીઓ રહ્યાં હાજર આ સફાઈ અભિયાનમાં તાલુકા વિકાસ અધિકારીશ્રી,સ્વચ્છ ભારત મિશનના કર્મચારીઓ,સરપંચશ્રી,વિદ્યાર્થીઓ સહિતના લોકોએ ભાગ લીધો હતો.સ્વચ્છતા અભિયાન કયાં હાથ ધરાય છે.સ્વચ્છતા અભિયાન થકી જાહેર સ્થળો, પ્રવાસન સ્થળો અને ધાર્મિક સ્થળો આસપાસના સામુદાયિક સ્વચ્છતા સંકુલોની સફાઈ અને તેમજ પ્લાસ્ટિકમુક્ત વડોદરા અંગે જાગૃતિ કાર્યક્રમો હાથ ધરાશે. આ ઉપરાંત કચરામાંથી કંચન (વેસ્ટ ટુ વેલ્થ), રિસાયક્લિંગ અને પુનઃઉપયોગ અંગે લોકોને પ્રોત્સાહિત કરવામાં આવશે.  

Banaskanthaના જગાણા અને દાંતા તાલુકાના વેકરી ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આગામી ૨જી ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીને શ્રદ્ધાંજલિ આપવા તેમજ સ્વચ્છ ભારત મિશનના ૧૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે ૨જી ઓક્ટોબરના રોજ ‘સ્વચ્છ ભારત દિવસ’ તરીકે ઉજવણી કરવામાં આવનાર છે. સમગ્ર રાજ્યની સાથે બનાસકાંઠા જિલ્લામાં પણ જિલ્લા કલેક્ટર મિહિર પટેલના નેતૃત્વ હેઠળ તેમજ જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવેના માર્ગદર્શન હેઠળ ૧૭ સપ્ટેમ્બર થી ૦૨ ઓક્ટોબર દરમિયાન સ્વચ્છતા હી સેવા પખવાડિયું તેમજ ૧૭ સપ્ટેમ્બરથી ૩૧ ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા અંતર્ગત અલગ અલગ થીમ આધારિત સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાઈ છે.

સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત નાબાર્ડના ડી.ડી.એમ.શર્મિલા સંદીપ શેરલાના સહયોગથી બનાસકાંઠા એલ.ડી.એમ. હેમંતભાઈ ગાંધી અને ટીમ દ્વારા જિલ્લાના પાલનપુર તાલુકાના જગાણા અને દાંતા તાલુકાના વેકરી ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું. જેમાં બહોળી સંખ્યામાં લોકો અને વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહીને સ્વચ્છતાની પ્રતિજ્ઞા, પરિસરની સફાઈ તેમજ પરિસરના કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ કરીને સૌને સફાઈ અભિયાનમાં જોડાવા માટે આહવાન કર્યું હતું.


અધિકારીઓ રહ્યાં હાજર

આ સફાઈ અભિયાનમાં તાલુકા વિકાસ અધિકારીશ્રી,સ્વચ્છ ભારત મિશનના કર્મચારીઓ,સરપંચશ્રી,વિદ્યાર્થીઓ સહિતના લોકોએ ભાગ લીધો હતો.સ્વચ્છતા અભિયાન કયાં હાથ ધરાય છે.સ્વચ્છતા અભિયાન થકી જાહેર સ્થળો, પ્રવાસન સ્થળો અને ધાર્મિક સ્થળો આસપાસના સામુદાયિક સ્વચ્છતા સંકુલોની સફાઈ અને તેમજ પ્લાસ્ટિકમુક્ત વડોદરા અંગે જાગૃતિ કાર્યક્રમો હાથ ધરાશે. આ ઉપરાંત કચરામાંથી કંચન (વેસ્ટ ટુ વેલ્થ), રિસાયક્લિંગ અને પુનઃઉપયોગ અંગે લોકોને પ્રોત્સાહિત કરવામાં આવશે.