Banaskantha: થરાદમાં ભારે પવનથી મકાન અને શેડના પતરા ઉડ્યા, બાજરીના પાકને નુકસાન

Jun 17, 2025 - 08:30
Banaskantha: થરાદમાં ભારે પવનથી મકાન અને શેડના પતરા ઉડ્યા, બાજરીના પાકને નુકસાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે સૌરાષ્ટ્રને વરસાદે ઘમરોળ્યું હતું. ભાવનગર અને અમરેલી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદથી તારાજી સર્જાઈ હોય તેવી સ્થિતિ જોવા મળી હતી. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે નદી નાળા છલકાઈ ગયાં છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો. થરાદ તાલુકાના ભોરોલ સહિતના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાતા ખેડૂતોના ખેતરમાં આવેલા મકાનો અને શેડના પતરા ઉડ્યા હતાં. જેના કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો.

બાજરીના પાકને પણ વ્યાપક પ્રમાણમાં નુકશાન

પ્રાપ્ત વિગતો પ્રમાણે થરાદ તાલુકાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. દિવસ દરમિયાન ગરમી અને બફારા વચ્ચે વરસાદ ચાલુ થયો હતો.ભોરોલ સહિત આજુબાજુ વિસ્તારમાં ભારે પવન ફૂંકાતા ખેડૂતોના ખેતર આવેલા મકાનો ઉપરના પતરા તેમજ શેડના ઉપરના પતરા ઉડીને દૂર સુધી પડ્યા હતા.જેના પગલે ખેડુતોને નુકશાન વેઠવા નો વારો આવ્યો હતો.ઉનાળુ વાવેતરમાં બાજરીના પાકને પણ વ્યાપક પ્રમાણમાં નુકશાન થયુ હતું.

ખુલ્લામાં મુકેલો અનાજ તેમજ ઘાસ ચારો પલળી ગયો

સમગ્ર પંથકમાં ધોધમાર વરસાદના પગલે વીજળી ગૂલ થવા પામી હતી.ખુલ્લામાં મુકેલો અનાજ તેમજ ઘાસ ચારો પણ પલળી જતા જગત ના તાતને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.થરાદ શહેરમાં આકરી ગરમી વચ્ચે જ પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થતા લોકો માં "કહી ખુશી કહી ગમ" જેવો માહોલ ખેડૂત વર્ગમાં જોવા મળ્યો હતો. હવામાન વિભાગે રાજ્યમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0