Banaskantha: થરાદના બે ગામ સંપર્ક વિહોણા, લેડાઉ અને જમડામાં કેડ સમા પાણીથી હાલાકી

Oct 11, 2025 - 00:00
Banaskantha: થરાદના બે ગામ સંપર્ક વિહોણા, લેડાઉ અને જમડામાં કેડ સમા પાણીથી હાલાકી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના લેડાઉ અને જમડા ગામોમાં વરસાદી પાણી ભરાવાના કારણે ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. મુખ્ય રસ્તાઓ પર કેડ સમા પાણી ભરાયેલા હોવાથી છેલ્લા એક મહિનાથી વધુ સમયથી આ બંને ગામના લોકો સંપર્ક વિહોણા બની ગયા છે અને તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.

પીવાના પાણી અને જીવન જરૂરિયાત વસ્તુઓ માટે હાલાકી

ભારે વરસાદના પાણીનો યોગ્ય નિકાલ ન થવાના કારણે ગામના મુખ્ય રસ્તાઓ અને પ્લોટ વિસ્તાર જળમગ્ન થઈ ગયા છે. જેના કારણે ગામ અને પ્લોટ વિસ્તારના લોકો એકબીજાથી તૂટી ગયા છે. ગ્રામજનોને પીવાનું પાણી અને અન્ય જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ લેવા માટે સામાન્ય રસ્તાને બદલે 14 કિલોમીટર જેટલું લાંબું અંતર કાપવું પડી રહ્યું છે. આ વરસાદી પાણીને લઈને સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

તંત્ર પર બેદરકારીના આક્ષેપો

ગામલોકો આક્ષેપ કરી રહ્યા છે કે એક મહિનાથી વધુ સમય વીતી જવા છતાં પણ તંત્ર હજુ સુધી આ ગામોની મુલાકાત લેવા ફરક્યું નથી. તંત્રની આ બેદરકારીના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. સ્થાનિકોએ વહેલી તકે આ ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ કરવા અને સામાન્ય જીવન પૂર્વવત કરવા માટે તંત્ર સમક્ષ ઉગ્ર માગ કરી છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0