Banaskantha : તહેવારો ટાણે કરોડો દારુ ઘુસાડવા બુટલેગરો સક્રિય, ટ્રેલરમાંથી કરોડોનો દારુ ઝડપાયો

Sep 22, 2025 - 22:30
Banaskantha : તહેવારો ટાણે કરોડો દારુ ઘુસાડવા બુટલેગરો સક્રિય, ટ્રેલરમાંથી કરોડોનો દારુ ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્યમાં હવે તહેવારો શરુ થયા છે ત્યારે રાજસ્થાનના રુટ પરથી રાજ્યમાં દારુ ઘુસાડવા માટે બુટલેગરો સક્રિય બન્યા છે. બનાસકાંઠા પોલીસે તહેવારો ટાણે કરોડોનો દારુ ઝડપી લીધો છે.

 પાલનપુર અમીરગઢ હાઇવે પર વોચ ગોઠવી

બનાસકાંઠા એલસીબી પોલીસે બાતમીના આધારે પાલનપુર અમીરગઢ હાઇવે પર વોચ ગોઠવીને શંકાસ્પદ વાહનોનું ચેકિંગ શરુ કર્યું હતું. તે સમયે બાતમી મુજબનું ટ્રેલર આવતા પોલીસે તેને રોકાવીને ચકાસણી કરતા ટ્રેલરમાં છુપાવાયેલો કરોડોનો દારુ જોવા મળ્યો હતો.

ટ્રેલરમાંથી 1.25 કરોડનો વિદેશી દારુ જપ્ત

પોલીસે ટ્રેલરમાંથી 1.25 કરોડનો વિદેશી દારુ જપ્ત કર્યો હતો અને દારુ અને ટ્રેલર સહિત 1.65 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને પાલનપુર LCBએ હાથ ધરી વધુ તપાસ શરુ કરી છે. આ દારુ કોણે મોકલ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે સહિતના મુદ્દા પર પોલીસે તપાસ શરુ કરી છે.

 બુલેટગરોમાં ફફડાટ

કરોડો રુપિયાનો દારુ પકડાઇ જતાં બુલેટગરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ઉલ્લેખનિય છે કે ગણેશ મહોત્સવ દરમિયાન પોલીસે ઘોંસ વધારતા રાજસ્થાન અને મધ્યપ્રદેશથી ઘુસાડવામાં આવતા દારુ પર કન્ટ્રોલ જોવા મળ્યો હતો અને હવે ફરીથી એક વાર બુટેલગરો સક્રિય થયા છે. જો કે બનાસકાંઠા પોલીસની સક્રિયતાના કારણે કરોડોનો દારુ ઝડપાઇ ગયો હતો.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0