Banaskantha Rain News : બનાસકાંઠા જિલ્લામાં મોડી રાતથી કમોસમી વરસાદ, કપાસ અને બાજરીના પાકને નુકસાનની સંભાવના

Oct 27, 2025 - 08:30
Banaskantha Rain News : બનાસકાંઠા જિલ્લામાં મોડી રાતથી કમોસમી વરસાદ, કપાસ અને બાજરીના પાકને નુકસાનની સંભાવના

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બનાસકાંઠાના દાંતા-હડાદ તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે, અંબાજીમાં વહેલી સવારથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે, બીજી તરફ હડાદના ગ્રામ્ય વિસ્તારમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે કપાસ, બાજરીના પાકને નુકસાન થવાની સંભાવના છે, મહત્વનું છે કે, ફકત બનાસકાંઠા નહી સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે પડી રહ્યો છે વરસાદ

હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી પાંચ દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે છે અને તે આગાહી સાચી પડી છે, દાંતાના ગ્રામ્ય પંથકોમાં પણ વરસાદ પડી રહ્યો છે, સાથે સાથે કમોસમી વરસાદના પગલે ઘઉં જેવા પાકોને નુકસાન થવાની શક્યતા રહેલી છે, લાખણી, થરાદ, ભાભર, ધરણીધર સહિતના તાલુકામાં વરસાદી વાતાવરણ બન્યું છે. ખેડૂતોનું કહેવું છે કે, કમોસમી વરસાદ પડે તો મોટા પ્રમાણમાં ખેતીને નુકસાન થવાની શકયતાઓ રહેલી છે.

મગફળીની ખેતી કરતા ખેડૂતો મૂકાયા ચિંતામાં

હાલમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે, એક તરફ ખેડૂત શિયાળુ પાક લેવાની તૈયારી કરી રહ્યો છે, ત્યારે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પડયા પર પાટુ જેવી સ્થિતિનું સર્જન થયું છે, બનાસકાંઠા જિલ્લામાં મગફળીની ખેતી કરવામાં આવે છે અને ખેડૂતોનું કહેવું છે કે, મગફળીના પાકને નુકસાન થઈ રહ્યું છે, અને કમોસમી વરસાદના કારણે જે નુકસાન થયું છે તેમાં સરકાર ખેડૂતોને મદદ કરે તેવી માગ પણ ઉઠી છે, ત્યારે આ કમોસમી વરસાદ હવે બંધ થાય તેવી પ્રાર્થના ખેડૂતો કરી રહ્યાં છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 152 તાલુકાઓમાં કમોસમી વરસાદ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 152 તાલુકાઓમાં કમોસમી વરસાદ ખાબકયો છે, ભાવનગરના મહુવામાં 7.68 ઇંચ વરસાદ, સિહોરમાં 5 ઇંચ, સોનગઢમાં 4 ઇંચ વરસાદ, જાફરાબાદમાં 3.74 ઇંચ, ઉનામાં 3.66 ઇંચ, ઉમરપાડામાં 3.66 ઇંચ, સુત્રાપાડામાં 3 ઇંચ, રાજુલામાં 3 ઇંચ, પાલીતાણામાં 3 ઇંચ, ડેડિયાપાડામાં 2.91 ઇંચ, ભાવનગરમાં 2.83 ઇંચ, જેસરમાં 2.64 ઇંચ, સાગબારામાં 2.44 ઇંચ, કોડિનારમાં 2.44 ઇંચ, ગારીયાધારમાં 2.32 ઇંચ, જલાલપોરમાં 2.17 ઇંચ, ઉમરાળામાં 2.13 ઇંચ વરસાદ ખાબકયો હોવાની વાત સામે આવી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0