Banaskantha News : વિશ્વભરમાં ગૂંજશે માં અંબાના પ્રસાદનો મહિમા: અંબાજીના પ્રસિદ્ધ 'મોહનથાળ'ને મળ્યું કાનૂની GI ટેગ સંરક્ષણ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અને 51 શક્તિપીઠોમાં આરાધ્ય સ્થાન ધરાવતા અંબાજી ખાતે માતાજીના પ્રસિદ્ધ મોહનથાળ પ્રસાદને ભૌગોલિક ઓળખ એટલે કે જીઆઈ ટેગ (Geographical Indication Tag) નું કાનૂની સંરક્ષણ મળી ગયું છે. કેન્દ્રીય GI રજિસ્ટ્રી દ્વારા 'શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ'ની અરજીને આધારે આ સત્તાવાર જીઆઈ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. આ ઐતિહાસિક સિદ્ધિ બાદ દક્ષિણ ભારતના પ્રખ્યાત તિરુપતિ બાલાજીના લાડુની જેમ હવે અંબાજીનો મોહનથાળ પણ દેશના સૌથી વિશિષ્ટ અને સુરક્ષિત મંદિર પ્રસાદોની યાદીમાં સામેલ થઈ ગયો છે.
GI રજિસ્ટ્રાર પ્રોફેસર ડૉ. ઉન્નત પંડિત આપશે સર્ટિફિકેટ
અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ ખાતે આગામી 11 ઓક્ટોબરના રોજ એક વિશેષ અને ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય GI રજિસ્ટ્રાર પ્રોફેસર ડૉ. ઉન્નત પી. પંડિત ઉપસ્થિત રહીને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટને સત્તાવાર રીતે જીઆઈ ટેગનું સર્ટિફિકેટ અર્પણ કરશે. આ ક્ષણ અંબાજી મંદિર ટ્રસ્ટ તેમજ દેશ-વિદેશમાં વસતા કરોડો અંબાભક્તો માટે અત્યંત ગૌરવશાળી બની રહેશે.
ગુણવત્તા અને વિશિષ્ટ ઓળખને મળશે આંતરરાષ્ટ્રીય સ્તરે મજબૂતી
મોહનથાળ પ્રસાદને GI ટેગ મળવાથી તેની વિશિષ્ટ ઓળખ, શુદ્ધતા અને પરંપરાગત સ્વાદને કાનૂની સુરક્ષા પ્રાપ્ત થઈ છે. હવે કોઈપણ અન્ય સંસ્થા કે વ્યક્તિ અંબાજીના મોહનથાળના નામે નકલી કે ગુણવત્તા વગરનો પ્રસાદ વેચી શકશે નહીં. આ ટેગ મળવાના કારણે અંબાજીના મોહનથાળ મહાપ્રસાદની ગુણવત્તા અને તેનો પરંપરાગત વારસો વૈશ્વિક સ્તરે વધુ મજબૂત બનશે અને વિશ્વભરમાં મા અંબાના આ પ્રસાદનો મહિમા ગૂંજશે.
આ પણ વાંચો : Bharuch જામા મસ્જિદ પરિસર કેસમાં મોટો વળાંક, ભોંયરાની મૂર્તિની પવિત્રતા અને સુરક્ષા માટે હાઈકોર્ટના દરવાજા ખટખટાવાયા
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

