Banaskantha News: ઓપરેશન દેવ હેઠળ વધુ ત્રણ આરોપી ઝડપાયા, નિષ્ઠુર પિતાએ પોતાનું નવજાત બાળક વેચ્યું હતું

May 4, 2026 - 08:00
Banaskantha News: ઓપરેશન દેવ હેઠળ વધુ ત્રણ આરોપી ઝડપાયા, નિષ્ઠુર પિતાએ પોતાનું નવજાત બાળક વેચ્યું હતું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આંતરરાજ્ય બાળ તસ્કરીના ગુનામાં સંડોવાયેલા આરોપીઓના તાર છેક બનાસકાંઠા સુધી જોડાયેલા છે અને બનાસકાંઠાના આંતરીયાળ એવા દાંતા તાલુકા સુધી આ સમગ્ર રેકેટમાં જોડાયેલા આરોપીઓને પોલીસે ઝડપી લઈ અને કોર્ટમાં રજૂ કરતા તા.5મી મે સુધીના રીમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે.આંતરરાજ્ય બાળ તસ્કરીના ગુનામાં સમસ્ત દેશમાં ફેલાયેલા તાર સંદર્ભે પોલીસે ચક્રો ગતિમાન કરી અને બનાસકાંઠાના આંતરીયાળ વિસ્તારમાંથી આખા રેકેટનો પર્દાફાશ કર્યો છે.

મુરગન ગેંગ દ્વારા આ રેકેટ ચલાવવામાં આવી રહ્યું હતું

હૈદરાબાદના તેલંગાણાની મુરગન ગેંગ દ્વારા આ રેકેટ ચલાવવામાં આવી રહ્યું હતું અને તેમાં નવજાત બાળકોના સોદા કરવામાં આવી રહ્યા હતા. તેમાં બનાસકાંઠાના દાંતા તાલુકામાંથી નવજાત બાળકીને વેચી નાખનાર પિતાને પણ પોલીસે દબોચી લીધો છે.જલોત્રા નજીકથી એક બાળકનું અપહરણ કર્યા બાદ પોલીસે આ કેસમાં દાંતા તાલુકાના કાંસા ગામના શૈલેષ લાડુભાઈ ગમાર અને પાબુ ઉર્ફે બાબુ મુંગળાભાઈ ભગોરાની અટકાયત બાદ તેમાં બાળકીના પિતા દિનેશ ભગાભાઈ રાઠોડ તેમજ સગીર કિશોર અને એક સગીર કિશોરી તેમજ આ ગેંગના હૈદરાબાદના બોદાશુ નાગારાજુ ઉર્ફે મુરગન તેમજ કાસારાપુ તિરુપથી માલૈયા અને ગંગાધર ગંગારાજમ કૈલેટીને ઝડપી લેવામાં આવ્યા હતા અને તેમને કોર્ટમાં રજુ કરવામાં આવતા હતી.

5મી મે સુધીના રીમાન્ડ મંજુર કરવામાં આવ્યા

તા.5મી મે સુધીના રીમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં પોલીસે મુખ્ય આરોપી સુધી પહોંચી અને મુરગન ગેંગનો પર્દાફાશ કર્યો છે.જેમાં એલસીબી પી.આઈ. દિગ્વિજયસિંહ રાઠોડ અને તેમની ટીમ દ્વારા સમગ્ર કેસમાં પર્દાફાશ કરવા માટે મહત્વની ભૂમિકા ભજવી હતી.ત્યારબાદ હવે દાંતા પોલીસ મથકના પીઆઈ એસ.ડી.ચૌધરી તપાસ ચલાવી રહ્યા છે અને તેમણે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી અને રીમાન્ડ મેળવી તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચોઃ Assembly Election Results 2026: સત્તાનો ‘સુપર મંડે’, પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામો, બંગાળથી તમિલનાડુ સુધી કોનો થશે રાજ્યાભિષેક?


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0