Banaskantha News: અતિવૃષ્ટિગ્રસ્ત ચાર તાલુકાઓમાં 6.84 લાખ પશુધનને 27384 ટન ઘાસચારો અપાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાજેતરમાં ભારે વરસાદથી પ્રભાવિત બનાસકાંઠા જિલ્લાના સૂઇગામની મુલાકાત લઈ પરિસ્થિતિનું સ્થળ નિરીક્ષણ કરી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલા રાહત-બચાવ અને સ્થિતિ પૂર્વવત કરવાના કામોની સમીક્ષા કરી હતી.મુખ્યમંત્રીએ વરસાદી પૂરથી અસરગ્રસ્ત વિસ્તારો માટે મહત્વનો નિર્ણય લીધો છે. તેમણે પશુઓ માટે તાત્કાલિક સૂકૂ ઘાસ આપવા સૂચના આપી છે. ખેતીના પાકની નુકસાનીનો સરવે કરવા આદેશ કર્યો છે. કેશ ડોલ્સ અને ઘરવખરીની નુકસાનીની સહાય બે દિવસમાં ચૂકવવા સૂચના આપી છે.
ઘાસ આપવા મહેસૂલ વિભાગે પત્ર જાહેર કર્યો
બનાસકાંઠામાં અતિવૃષ્ટિગ્રસ્ત ચાર તાલુકાઓમાં ઘાસચારો આપવામાં આવશે. થરાદ, ભાભર, વાવ અને સુઈગામના પશુપાલકોને ઘાસચારો આપવામાં આવશે. ચાર તાલુકામાં 6.84 લાખ પશુધનને ઘાસચારો આપવામાં આવશે. 10 દિવસની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને પશુઓને ઘાસચારો પૂરો પડાશે. ચાર તાલુકાઓમાં 27384 ટન ઘાસ આપવા મહેસૂલ વિભાગે પત્ર જાહેર કર્યો છે.
કેશ ડોલ્સ અને ઘરવખરીની નુકસાનીની સહાય બે દિવસમાં ચૂકવાશે
મુખ્યમંત્રીએ વરસાદી પૂરથી અસરગ્રસ્ત વિસ્તારો માટે મહત્વનો નિર્ણય લીધો છે. તેમણે પશુઓ માટે તાત્કાલિક સૂકૂ ઘાસ આપવા સૂચના આપી છે. ખેતીના પાકની નુકસાનીનો સરવે કરવા આદેશ કર્યો છે. કેશ ડોલ્સ અને ઘરવખરીની નુકસાનીની સહાય બે દિવસમાં ચૂકવવા સૂચના આપી છે. મુખ્યમંત્રીએ મંત્રીઓ, ધારાસભ્યો અને અધિકારીઓ સાથેની બેઠકમાં ઘર વખરી અને મકાનની નુકસાની બાબતે ચર્ચાઓ કરી હતી.એક રિપોર્ટ બનાવી કાયમી પાણીનો નિકાલ થાય તે માટેનો નિર્ણય કરાયો છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં જે પશુપાલકોના પશુઓના મોત થયા હોય તે માલિકનો પશુ સાથે ફોટો પાડી સહાય અપાશે.
What's Your Reaction?






