Banaskantha : હાઈવોલ્ટેજ ડ્રામા, ચૂંટણી અધિકારીનું બીપી વધી જતાં દિયોદર તા.પંચાયતની ચૂંટણી મુલતવી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકા પંચાયતની પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીને લઈને છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલો હાઈવોલ્ટેજ રાજકીય ડ્રામા આજે એક નાટકીય વળાંક પર પહોંચ્યો છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જ અચાનક ચૂંટણી અધિકારી અને દિયોદર પ્રાંત અધિકારીનું બ્લડ પ્રેશર હાઈ થઈ જતાં દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણી મુલતવી રાખવાની ફરજ પડી છે. પ્રાંત અધિકારીની તબિયત લથડતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે પાલનપુરની બનાસ મેડિકલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો
બીજી તરફ, આ સમગ્ર ઘટનાક્રમને પગલે સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. દિયોદર તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પાસે સ્પષ્ટ બહુમતી હોવાથી, કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા સરકારી તંત્ર અને સત્તાધારી પક્ષ ભાજપ પર ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.
કોંગ્રેસી છાવણીમાં ભારે રોષ
કોંગ્રેસનો આરોપ છે કે બહુમતી હોવા છતાં સત્તાના જોરે ચૂંટણી રોકવા માટે તંત્ર સાથે મળીને આ પ્રકારનો ખેલ રચવામાં આવી રહ્યો છે. છેલ્લા 4 દિવસથી ચાલી રહેલા આ રાજકીય ઘમસાણ વચ્ચે ચૂંટણી મુલતવી રહેતાં કોંગ્રેસી છાવણીમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જ્યારે સમગ્ર પંથકમાં આ મામલો ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
આ પણ વાંચો---- Baba Bageshwar Controversy: નાગપુરના પડકારથી લઈને 4 બાળકોના નિવેદન સુધી, જાણો ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે જોડાયેલા વિવાદાસ્પદ કિસ્સાઓ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

