Banaskantha: પાલનપુરના દલવાડામાં સામાજિક તકરારમાં નાના ભાઈએ મોટા ભાઈની કરી હત્યા

Sep 12, 2026 - 16:00
Banaskantha: પાલનપુરના દલવાડામાં સામાજિક તકરારમાં નાના ભાઈએ મોટા ભાઈની કરી હત્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પાલનપુર તાલુકામાં આવેલા દલવાડા ગામમાં લોહીના સંબંધોને લજવતી એક અત્યંત કરુણ અને ગંભીર ઘટના સામે આવી છે. દલવાડા ગામમાં સામાજિક બાબતે બે સગા ભાઈઓ વચ્ચે થયેલી ઉગ્ર તકરારમાં નાના ભાઈએ આવેશમાં આવીને પોતાના જ મોટા ભાઈની તીક્ષ્ણ હથિયારના ઘા મારીને નિર્મમ હત્યા કરી નાખી છે.

દલવાડામાં સામાજિક બાબતે કૌટુંબિક સંગ્રામ

પ્રાપ્ત સત્તાવાર વિગતો અનુસાર, દલવાડા ખાતે રહેતા રમેશભાઈ પટેલ અને તેમના સગા નાના ભાઈ હીરા પટેલ વચ્ચે કોઈ સામાજિક પ્રશ્ને કે વાતને લઈને બોલાચાલી થઈ હતી. આ તકરારે જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેમાં નાનો ભાઈ હીરા પટેલ ગુસ્સા પરનો કાબૂ ગુમાવી બેઠો હતો. તેણે પોતાના મોટા ભાઈ રમેશભાઈ પટેલના માથાના ભાગે તીક્ષ્ણ હથિયાર (વોંસી) નો જીવલેણ ઘા ઝીંકી દીધો હતો. હુમલો એટલો ગંભીર હતો કે રમેશભાઈ પટેલ ઘટનાસ્થળે જ લોહીલુહાણ થઈ ઢળી પડ્યા હતા અને તેમનું મોત નીપજ્યું હતું.

બોલાચાલી બાદ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો

આ હત્યાના બનાવની જાણ થતાં જ ગઢ પોલીસ સ્ટેશનનો કાફલો તુરંત દલવાડા ગામે ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સ્થળ પર પંચનામું કરી રમેશભાઈ પટેલના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ કરી હતી. ભાઈ દ્વારા જ ભાઈની હત્યા કરાતાં દલવાડા ગામમાં ચકચાર સાથે ઘેરા શોકની કાળી ડિબ છવાઈ ગઈ છે.આ ઘટના અંગે મૃતક રમેશભાઈ પટેલના પુત્રએ પોતાના સગા કાકા હીરા પટેલ સામે પોતાના પિતાની હત્યા કરવા અંગે ગઢ પોલીસ મથકમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. ગઢ પોલીસે હત્યાનો ગુનો નોંધીને ફરાર થઈ ગયેલા આરોપી કાકા હીરા પટેલને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: Jamnagar: દરેડમાં 17 વર્ષીય સાગર ખરા પર પાઇપ-ધોકાથી હુમલો, સારવાર દરમિયાન નીપજ્યું મોત

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0