Banaskantha: પશુપાલકો માટે કરી મોટી જાહેરાત, બનાસ ડેરીએ કુલ વાર્ષિક 25 ટકાનો ભાવ વધારો કર્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બનાસ ડેરીની વાર્ષિક સાધારણ સભા મળી હતી. જેમાં બનાસકાંઠાના પશુપાલકો માટે કરી મોટી જાહેરાત કરવામાં આવી છે. બનાસ ડેરીએ 2131 કરોડના ભાવફેરની જાહેરાત કરી છે. દૂધમંડળી તરફથી 700 કરોડનો ભાવફેર અપાશે, કુલ 2909 કરોડ રૂપિયા પશુપાલકોને અપાશે, બનાસ ડેરીએ કુલ વાર્ષિક 25 ટકાનો ભાવ વધારો કર્યો છે.બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીની જાહેરાત કરી છે.
બનાસ ડેરીએ 2131 કરોડના ભાવફેરની જાહેરાત
બનાસ ડેરીની સાધારણ સભામાં ઠરાવ પસાર કરાયો છે. PM મોદીને સમર્થન આપતો ઠરાવ પસાર કરાયો છે. બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ અમેરિકા પર પ્રહાર કર્યા છે.અમેરિકા તેનું દૂધ ભારતમાં વેચવા દબાણ કરે છે. દૂધ ભારતમાં વેચાય તો ભારતનો ડેરી ઉદ્યોગ બંધ થાય, PMએ ઝુક્યા વગર ખેડૂતો-પશુપાલકો માટે નિર્ણય કર્યો છે. અમેરિકાનું દૂધ ભારતમાં નહી આવે, PMનો આભાર માનતો પત્ર મોકલીશું તેવું શંકર ચૌધરીએ જણાવ્યું હતું.
બનાસ ડેરીએ કુલ વાર્ષિક 25 ટકાનો ભાવ વધારો
બનાસ ડેરીની સાધારણ સભામાં મળી હતી. આ સભામાં PM મોદીને સમર્થન આપતો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. જેમાં આપણે ત્યા નાના પશુપાલકો ડેરી સાથે જોડાયેલા છે. PMએ ઝુક્યા વગર ખેડૂતો-પશુપાલકો માટે નિર્ણય કર્યો છે. અમેરિકાથી દૂધનું ભારતમાં વેચાણ નહીં થાય. PMનો આભાર માનતો પત્ર મોકલીશું તેવું શંકર ચૌધરીએ જણાવ્યું હતું.
What's Your Reaction?






