Banaskantha: તહેવારોમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં! ડીસામાંથી 1570 કિલો નકલી ઘી પકડાયું

બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. સાંઈનાથ ટ્રેડિંગ કંપની નામની પેઢીમાં ઓચિંતી તપાસ કરવામાં આવી. તપાસ કરતા ભેળસેળ યુક્ત ઘી હોવાની શંકા જણાતા 1570 કિલો ઘી જપ્ત કરવામાં આવ્યું છે. રૂ.9,47,360નો મુદ્દામાલ કબ્જે કરાયો છે. બનાસકાંઠાના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા અનેક જગ્યાએ તપાસ કરવામાં આવી રહી છે. તહેવારોમાં ભેળસેળ કરતા તત્વો સામે તવાઈ હાથ ધરવામાં આવી છે. મહેસાણામાંથી ગઈકાલે જ નકલી ઘી ઝડપાયુ હતું નાગરિકોને જીવન જરૂરી ખાદ્ય ચીજ વસ્તુઓ શુદ્ધ, સલામત અને ગુણવત્તા યુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે. ત્યારે આગામી તહેવારોને ધ્યાને રાખીને ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા છે. રૂ. 4.5 કરોડથી વધુનો શંકાસ્પદ ખાદ્ય ચીજનો જથ્થો જપ્ત કરાયો છે. મહેસાણા અને પાટણ ખાતે થી રૂ. 1.39 કરોડનું 45.5 ટનનું શંકાસ્પદ ઘી પકડી પાડ્યું હતું. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને જીવન જરૂરી ખાદ્ય ચીજ વસ્તુઓ શુદ્ધ, સલામત અને ગુણવત્તા યુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે. મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ આગામી દિવાળીના તહેવારોમાં જાહેર જનતાને શુદ્ધ અને સલામત ખાદ્ય ચીજ મળી રહે તેના પૂર્વ તૈયારીના ભાગરૂપે ફૂડ સેફ્ટી પખવાડિયું ઉજવવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા છે. રૂ. 4.5 કરોડ થી વધુનો શંકાસ્પદ ખાદ્ય ચીજનો જથ્થો જપ્ત કરાયો છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખાદ્ય ચીજના ધંધા સાથે સંકળાયેલા ઉત્પાદકો, રીટેલર તથા કોલ્ડ સ્ટોરેજ વેગેરે જગ્યાએથી ફૂડ સેફ્ટી પખવાડિયામાં અત્યાર સુધી કુલ 1755 એન્ફોર્સમેન્ટ નમુના અને 3731 સર્વેલન્સ નમુના એમ કુલ 5486 નમુનાઓ લેવામાં આવ્યા જયારે 2423 ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યા છે. આ ફૂડ સેફટી પખવાડિયા દરમ્યાન અલગ-અલગ જગ્યાઓ પર ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ દ્વારા નવરાત્રિ દરમ્યાન 56 લાખથી નાગરિકો માટે 640થી વધુ જાગૃતિ માટેના કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા. તેમણે ઉમેર્યું કે, મહેસાણા અને પાટણ ખાતે થી રૂ. 1.39 કરોડનું 45.5 ટન શંકાસ્પદ ઘીનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રને મળેલ ખાનગી બાતમી ના આધારે મે. હરિઓમ પ્રોડક્ટ્સ, 28, 29, 30 રાજરત્ન એસ્ટેટ, મુ.પો. બુડાસણ, તા. કડી, જી. મહેસાણા ખાતેથી શંકાસ્પદ રીતે ઘીમાં ભેળસેળ કરવામાં આવે છે તેના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. મે. જય અંબે સ્પાઇસીસ પેઢી પાસે FSSAI નું લાઈસન્સ ધરાવતા ન હતા. સ્થળ ઉપર તપાસ દરમ્યાન તંત્રની ટીમને ફોરેન ફેટ, પામોલીન તેલ અને ઘી પણ મળી આવેલ જેનાથી પ્રાથમિક દ્રષ્ટી એ ઘીમાં ભેળસેળ કરતા હોવાનું જણાઈ આવ્યું હતું, આથી સ્થળ પરથી હાજર જવાબદાર વ્યક્તિ રામુ ડાકુરામ ડાંગીની હાજરીમાં કુલ 6 નમુના લેવામાં આવ્યા હતા, જયારે બાકીનો કુલ રૂ. 1.25 કરોડનો 43,100 કિગ્રાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પાટણ સિટીમાં ત્રણ દરવાજા પાસે આવેલ નીતીનકુમાર ભાઈલાલ ઘીવાલાની પેઢી માંથી શંકાસ્પદ ઘીની ઉત્પાદન કરતા હોવાનું જાણવા મળતા તંત્ર દ્વારા સ્થળ પર તપાસ કરતા લેબલ વગરનો ઘીનો જથ્થો મળી આવ્યો હતો. જેના આધારે સ્થળ પરથી માલિકની હાજરીમાં કુલ 11 શંકાસ્પદ ઘીના નમુના લેવામાં આવ્યા છે જયારે અંદાજીત કિંમત આશરે રૂ. 14.30 લાખનો બાકીનો 2400 કિગ્રાથી વધુનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથકકરણ અહેવાલ આવ્યા બાદ નિયમોનુસારની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તેમજ આ બાબતમાં આગળની ઝીણવટ ભરી તપાસ ચાલી રહી છે. તંત્ર દ્વારા કરવામાં આવેલ આ પ્રવૃત્તિઓથી રાજ્યમાં ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ વ્યાપ્યો છે. ચાલો આપને સૌ સાથે મળી ફૂડ સેફટી પખવાડિયા ને ઉજવીએ અને "સલામત ખોરાક, સ્વસ્થ ગુજરાત" હેઠળ ગુજરાત ને ખોરાક ની ગુણવત્તાની બાબતમાં દેશમાં મોખરાનું રાજ્ય બનાવીએ.

Banaskantha: તહેવારોમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં! ડીસામાંથી 1570 કિલો નકલી ઘી પકડાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. સાંઈનાથ ટ્રેડિંગ કંપની નામની પેઢીમાં ઓચિંતી તપાસ કરવામાં આવી. તપાસ કરતા ભેળસેળ યુક્ત ઘી હોવાની શંકા જણાતા 1570 કિલો ઘી જપ્ત કરવામાં આવ્યું છે. રૂ.9,47,360નો મુદ્દામાલ કબ્જે કરાયો છે. બનાસકાંઠાના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા અનેક જગ્યાએ તપાસ કરવામાં આવી રહી છે. તહેવારોમાં ભેળસેળ કરતા તત્વો સામે તવાઈ હાથ ધરવામાં આવી છે.


મહેસાણામાંથી ગઈકાલે જ નકલી ઘી ઝડપાયુ હતું

નાગરિકોને જીવન જરૂરી ખાદ્ય ચીજ વસ્તુઓ શુદ્ધ, સલામત અને ગુણવત્તા યુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે. ત્યારે આગામી તહેવારોને ધ્યાને રાખીને ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા છે. રૂ. 4.5 કરોડથી વધુનો શંકાસ્પદ ખાદ્ય ચીજનો જથ્થો જપ્ત કરાયો છે. મહેસાણા અને પાટણ ખાતે થી રૂ. 1.39 કરોડનું 45.5 ટનનું શંકાસ્પદ ઘી પકડી પાડ્યું હતું.


આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને જીવન જરૂરી ખાદ્ય ચીજ વસ્તુઓ શુદ્ધ, સલામત અને ગુણવત્તા યુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે. મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ આગામી દિવાળીના તહેવારોમાં જાહેર જનતાને શુદ્ધ અને સલામત ખાદ્ય ચીજ મળી રહે તેના પૂર્વ તૈયારીના ભાગરૂપે ફૂડ સેફ્ટી પખવાડિયું ઉજવવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા છે. રૂ. 4.5 કરોડ થી વધુનો શંકાસ્પદ ખાદ્ય ચીજનો જથ્થો જપ્ત કરાયો છે.


ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખાદ્ય ચીજના ધંધા સાથે સંકળાયેલા ઉત્પાદકો, રીટેલર તથા કોલ્ડ સ્ટોરેજ વેગેરે જગ્યાએથી ફૂડ સેફ્ટી પખવાડિયામાં અત્યાર સુધી કુલ 1755 એન્ફોર્સમેન્ટ નમુના અને 3731 સર્વેલન્સ નમુના એમ કુલ 5486 નમુનાઓ લેવામાં આવ્યા જયારે 2423 ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યા છે.

આ ફૂડ સેફટી પખવાડિયા દરમ્યાન અલગ-અલગ જગ્યાઓ પર ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ દ્વારા નવરાત્રિ દરમ્યાન 56 લાખથી નાગરિકો માટે 640થી વધુ જાગૃતિ માટેના કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા.

તેમણે ઉમેર્યું કે, મહેસાણા અને પાટણ ખાતે થી રૂ. 1.39 કરોડનું 45.5 ટન શંકાસ્પદ ઘીનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રને મળેલ ખાનગી બાતમી ના આધારે મે. હરિઓમ પ્રોડક્ટ્સ, 28, 29, 30 રાજરત્ન એસ્ટેટ, મુ.પો. બુડાસણ, તા. કડી, જી. મહેસાણા ખાતેથી શંકાસ્પદ રીતે ઘીમાં ભેળસેળ કરવામાં આવે છે તેના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. મે. જય અંબે સ્પાઇસીસ પેઢી પાસે FSSAI નું લાઈસન્સ ધરાવતા ન હતા. સ્થળ ઉપર તપાસ દરમ્યાન તંત્રની ટીમને ફોરેન ફેટ, પામોલીન તેલ અને ઘી પણ મળી આવેલ જેનાથી પ્રાથમિક દ્રષ્ટી એ ઘીમાં ભેળસેળ કરતા હોવાનું જણાઈ આવ્યું હતું, આથી સ્થળ પરથી હાજર જવાબદાર વ્યક્તિ રામુ ડાકુરામ ડાંગીની હાજરીમાં કુલ 6 નમુના લેવામાં આવ્યા હતા, જયારે બાકીનો કુલ

રૂ. 1.25 કરોડનો 43,100 કિગ્રાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત પાટણ સિટીમાં ત્રણ દરવાજા પાસે આવેલ નીતીનકુમાર ભાઈલાલ ઘીવાલાની પેઢી માંથી શંકાસ્પદ ઘીની ઉત્પાદન કરતા હોવાનું જાણવા મળતા તંત્ર દ્વારા સ્થળ પર તપાસ કરતા લેબલ વગરનો ઘીનો જથ્થો મળી આવ્યો હતો. જેના આધારે સ્થળ પરથી માલિકની હાજરીમાં કુલ 11 શંકાસ્પદ ઘીના નમુના લેવામાં આવ્યા છે જયારે અંદાજીત કિંમત આશરે રૂ. 14.30 લાખનો બાકીનો 2400 કિગ્રાથી વધુનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથકકરણ અહેવાલ આવ્યા બાદ નિયમોનુસારની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તેમજ આ બાબતમાં આગળની ઝીણવટ ભરી તપાસ ચાલી રહી છે.

તંત્ર દ્વારા કરવામાં આવેલ આ પ્રવૃત્તિઓથી રાજ્યમાં ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ વ્યાપ્યો છે. ચાલો આપને સૌ સાથે મળી ફૂડ સેફટી પખવાડિયા ને ઉજવીએ અને "સલામત ખોરાક, સ્વસ્થ ગુજરાત" હેઠળ ગુજરાત ને ખોરાક ની ગુણવત્તાની બાબતમાં દેશમાં મોખરાનું રાજ્ય બનાવીએ.