Banaskantha: ડીસા માર્કેટયાર્ડના સત્તાધીશોને ખેડૂતોના પૈસે તાગડધીન્ના

Nov 19, 2026 - 02:30
Banaskantha: ડીસા માર્કેટયાર્ડના સત્તાધીશોને ખેડૂતોના પૈસે તાગડધીન્ના

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય વેપારી મથક ગણાતા ડીસા માર્કેટયાર્ડના સત્તાધીશો દ્વારા ખેડૂતોના પરસેવાની કમાણીના નાણાંનો બેફામ દુરૂપયોગ કરવામાં આવ્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઓર્ગેનિક ખેતીના અભ્યાસના બહાને માર્કેટયાર્ડના 11 ડિરેક્ટરો સહિતના હોદ્દેદારોએ સિક્કિમ અને દાર્જિલીંગનો 8 દિવસનો વૈભવી પ્રવાસ કરી ખેડૂતોના રૂ.4.80 લાખથી વધુની રકમનો ધુમાડો નાખ્યો છે. 

ઉત્તર ગુજરાતમાં મોખરાના ગણાતા ડીસા માર્કેટયાર્ડના સેક્રેટરી, 11 ડિરેક્ટરો તેમજ ચેરમેનના પુત્રએ પિૃમ બંગાળ અને સિક્કિમનો હવાઈ માર્ગે પ્રવાસ ખેડયો હતો. આ પ્રવાસ પાછળ ઓર્ગેનિક ખેતીની પદ્ધતિ સમજવાનું કારણ આગળ ધરવામાં આવ્યું છે પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. સિક્કિમ અને દાર્જિલીંગના પહાડી અને ઠંડા વિસ્તારોમાં મુખ્યત્વે ચા, ઈલાયચી, સ્ટ્રોબેરી અને સંતરા જેવા પાકોની ખેતી થાય છે. ભૌગોલિક દ્રષ્ટિએ બનાસકાંઠા અને ગુજરાતના ગરમ વાતાવરણમાં આ પ્રકારની ખેતી થવી સદંતર અશક્ય છે. તેમ છતાં સ્થાનિક ખેડૂતોને કોઈ પણ પ્રકારનો ફાયદો ન થાય તેવા વિસ્તારોની મુલાકાત પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરી સત્તાધીશોએ જાણે સરકારી ખર્ચે પ્રવાસનું માણ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે. 

ખેડૂતોના હિતની વાતો કરતા સત્તાધીશો દ્વારા ખેડૂતોની સેસ અને ફીની રકમમાંથી આ પ્રકારે વિમાન મુસાફરી અને મોજશોખ પાછળ લાખો રૂપિયા વેડફાતા સ્થાનિક ખેડૂત આલમમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. આ મામલે યોગ્ય તપાસ કરી જવાબદારો સામે પગલાં ભરવામાં આવે અને નાણાની રીકવરી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0