Banaskantha જિલ્લાના બે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ઓફિસર ચાલુ પગારે વિદેશ હોવાનો ઘટસ્પોટ

ભૂતિયા શિક્ષકો બાદ ભૂતિયા આરોગ્ય કર્મચારીઓ બનાસકાંઠામાં આરોગ્ય વિભાગમાં પણ લાલીયાવાડી 2 ઓફિસર ચાલુ પગારે વિદેશમાં હોવાનો ઘટસ્ફોટ ગુજરાતમાં ભૂતિયા શિક્ષકો વિદેશ હોવાનો ઘટસ્પોટ થયો છે,ત્યારે હવે આરોગ્ય કેન્દ્રના અધિકારીઓ પણ ચાલુ પગારે વિદેશ હોવાનો ઘટસ્પોટ થતા જિલ્લામાં હાહાકાર મચી ગયો છે,આરોગ્ય વિભાગના અધિકારીની સરપ્રાઈઝ વિઝીટમાં આ ખુલાસો થતા કર્મચારીઓમાં ફફડાટ જોવા મળ્યો છે,તો આરોગ્ય અધિકારી દ્રારા આગળની કાર્યવાહી હાથધરાઈ છે. આરોગ્યકેન્દ્રના અધિકારી વિદેશમા ગયા ગુજરાતમા ભૂતિયા શિક્ષકો ચાલુ પગારે વિદેશમાં ગયા હોવાના સમાચાર તો સૌએ વાંચ્યા હશે,પરંતુ ભૂતિયા શિક્ષકો બાદ આરોગ્ય કેન્દ્રના અધિકારીઓ પણ ચાલુ પગારે વિદેશ ગયા હોવાની વાત સામે આવી છે.કાંકરેજના હાર્દિક સાવજ અને નવાવાસના પ્રકાશ દેસાઇ વિદેશમાં હોવાનો ખુલાસો થયો છે,જેમાં 14 તાલુકાના હેલ્થ અધિકારીઓને તાકીદ નોટિસ અપાઈ છે,અને કોઈ અધિકારી રજા પર હોય તો તાત્કાલિક રિપોર્ટ કરવા સૂચના પણ અપાઈ છે. શિક્ષકો બાદ હવે આરોગ્યના કર્મચારીઓ વિદેશમાં કાંકરેજનું કાકર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના હાર્દિક ડી સાવજ અને નવાવાસ પ્રાથમિક આરોગ્ય પ્રકાશ દેસાઈ વિદેશમાં હોવાનું સામે આવ્યું છે.આ બંને આરોગ્ય કર્મચારીઓ મફતનો પગાર લેતા હોવાનું સામે આવતા આરોગ્ય વિભાગના અધિકારી દ્રારા કાર્યવાહી કરવામાં આવી છે.જિલ્લા આરોગ્ય અધિકારી ભરત સોલંકીએ 14 તાલુકાના હેલ્થ અધિકારીઓને તાકીદ નોટિસ આપી છે કે,જિલ્લામાં કોઈ પીએસસી સીએચસી કે સબ સેન્ટરમાં કર્મચારી રજા પર જણાય તો તાત્કાલિક જિલ્લામાં રિપોર્ટ કરવા સૂચન કરાયું છે.જિલ્લા આરોગ્ય અધિકારી ભરત સોલંકીની સરપ્રાઈઝ ચેકિંગથી ખળભળાટ મછ્યો છે. લોકોને નથી મળતી સુવિધા સામન્ય રીતે ગામડાના લોકો તેમના નજીકના ગામે પીએચસી તેમજ સીએચસી સેન્ટર પર પ્રાથમિક સારવાર લેતા હોય છે,આમ પણ ડોકટરોની અછત છે અને તેની વચ્ચે મફતનો પગાર લેતા આવા અધિકારીઓ વિદેશ જતા રહે તો લોકોની સારવાર કોણ કરશે તે એક સવાલ છે,ત્યારે ગુજરાતમાં આવી કેટલી જગ્યાએ ડોકટરો સરકારનો મફત પગાર લેતા હશે અને લોકો સારવાર વિના રખડી પડતા હશે,ત્યારે સરકાર પણ આવા અધિકારી સામે કડકમાં કડક પગલા તે જરૂરી બન્યું છે.

Banaskantha જિલ્લાના બે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ઓફિસર ચાલુ પગારે વિદેશ હોવાનો ઘટસ્પોટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ભૂતિયા શિક્ષકો બાદ ભૂતિયા આરોગ્ય કર્મચારીઓ
  • બનાસકાંઠામાં આરોગ્ય વિભાગમાં પણ લાલીયાવાડી
  • 2 ઓફિસર ચાલુ પગારે વિદેશમાં હોવાનો ઘટસ્ફોટ

ગુજરાતમાં ભૂતિયા શિક્ષકો વિદેશ હોવાનો ઘટસ્પોટ થયો છે,ત્યારે હવે આરોગ્ય કેન્દ્રના અધિકારીઓ પણ ચાલુ પગારે વિદેશ હોવાનો ઘટસ્પોટ થતા જિલ્લામાં હાહાકાર મચી ગયો છે,આરોગ્ય વિભાગના અધિકારીની સરપ્રાઈઝ વિઝીટમાં આ ખુલાસો થતા કર્મચારીઓમાં ફફડાટ જોવા મળ્યો છે,તો આરોગ્ય અધિકારી દ્રારા આગળની કાર્યવાહી હાથધરાઈ છે.

આરોગ્યકેન્દ્રના અધિકારી વિદેશમા ગયા

ગુજરાતમા ભૂતિયા શિક્ષકો ચાલુ પગારે વિદેશમાં ગયા હોવાના સમાચાર તો સૌએ વાંચ્યા હશે,પરંતુ ભૂતિયા શિક્ષકો બાદ આરોગ્ય કેન્દ્રના અધિકારીઓ પણ ચાલુ પગારે વિદેશ ગયા હોવાની વાત સામે આવી છે.કાંકરેજના હાર્દિક સાવજ અને નવાવાસના પ્રકાશ દેસાઇ વિદેશમાં હોવાનો ખુલાસો થયો છે,જેમાં 14 તાલુકાના હેલ્થ અધિકારીઓને તાકીદ નોટિસ અપાઈ છે,અને કોઈ અધિકારી રજા પર હોય તો તાત્કાલિક રિપોર્ટ કરવા સૂચના પણ અપાઈ છે.

શિક્ષકો બાદ હવે આરોગ્યના કર્મચારીઓ વિદેશમાં

કાંકરેજનું કાકર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના હાર્દિક ડી સાવજ અને નવાવાસ પ્રાથમિક આરોગ્ય પ્રકાશ દેસાઈ વિદેશમાં હોવાનું સામે આવ્યું છે.આ બંને આરોગ્ય કર્મચારીઓ મફતનો પગાર લેતા હોવાનું સામે આવતા આરોગ્ય વિભાગના અધિકારી દ્રારા કાર્યવાહી કરવામાં આવી છે.જિલ્લા આરોગ્ય અધિકારી ભરત સોલંકીએ 14 તાલુકાના હેલ્થ અધિકારીઓને તાકીદ નોટિસ આપી છે કે,જિલ્લામાં કોઈ પીએસસી સીએચસી કે સબ સેન્ટરમાં કર્મચારી રજા પર જણાય તો તાત્કાલિક જિલ્લામાં રિપોર્ટ કરવા સૂચન કરાયું છે.જિલ્લા આરોગ્ય અધિકારી ભરત સોલંકીની સરપ્રાઈઝ ચેકિંગથી ખળભળાટ મછ્યો છે.

લોકોને નથી મળતી સુવિધા

સામન્ય રીતે ગામડાના લોકો તેમના નજીકના ગામે પીએચસી તેમજ સીએચસી સેન્ટર પર પ્રાથમિક સારવાર લેતા હોય છે,આમ પણ ડોકટરોની અછત છે અને તેની વચ્ચે મફતનો પગાર લેતા આવા અધિકારીઓ વિદેશ જતા રહે તો લોકોની સારવાર કોણ કરશે તે એક સવાલ છે,ત્યારે ગુજરાતમાં આવી કેટલી જગ્યાએ ડોકટરો સરકારનો મફત પગાર લેતા હશે અને લોકો સારવાર વિના રખડી પડતા હશે,ત્યારે સરકાર પણ આવા અધિકારી સામે કડકમાં કડક પગલા તે જરૂરી બન્યું છે.