Banaskantha : કોંગ્રેસે વાવ બેઠકની પેટા ચૂંટણીમાં ગુલાબસિંહ રાજપૂતને આપી ટિકિટ

બનાસકાંઠામાં વાવ બેઠકને લઈ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે,જેમાં કોંગ્રેસ સત્તાવાર રીતે આજે જાહેરાત કરી છે અને ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપી છે,ગુલાબસિંહ રાજપૂત અગાઉ પણ કોંગ્રેસ પક્ષમાંથી ધારાસભ્ય રહૂ ચૂક્યા છે.છેલ્લા બે દિવસથી કોને ટિકિટ આપવી તેને લઈ ચર્ચા જામી રહી હતી ત્યારે આજે ફાઈનલ નામ સામે આવી ગયું છે,ગુલાબસિંહ રાજપૂત મતદારોમાં સારી પકડ ધરાવે છે જેને લઈ પક્ષ દ્રારા નિર્ણય લેવામાં આવ્યો છે.કેમ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાશે વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી યોજાઈ હતી જેમાં બનાસકાંઠામાંથી ભૂતપૂર્વ ધારાસભ્ય ગેની બેને ઠાકોરને કોંગ્રેસે લોકસભા બેઠકને લઈ ટિકિટ આપી હતી અને બનાસકાંઠામાં ગેની બેન ઠાકોરની જીત થતા વાવ વિધાનસભા ખાલી પડી હતી જેને લઈ હવે ચૂંટણી યોજાવા જઈ રહી છે,આ બેઠકને લઈ કોંગ્રેસ પણ ઉત્સાહમાં છે કેમકે વાવ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના મતદારો વધુ છે,હજી ભાજપે વાવ વિધાનસભાને લઈ પોતાના ઉમેદવારની જાહેરાત કરી નથી.જાણો કોણ છે ગુલાબસિંહ રાજપૂત 01-સુઈ ગામના અસારવા ગામના વતની 02- પૂર્વ ધારાસભ્ય હેમુભા રાજપૂતના પૌત્ર 03-થરાદ પૂર્વ ધારાસભ્ય(2019 પેટા ચૂંટણી જીત્યા હતા) 04-યુથ કોંગ્રેસ પૂર્વ પ્રમુખ રહી ચુક્યા 05-2022 થરાદ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસમાંથી ભાજપના શંકર ચૌધરી સામે હાર્યા  એફિડેવિટ ફોર્મ પણ ભરવાનું રહેશે ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ૦૭-વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી-૨૦૨૪ના સંદર્ભમાં ઉમેદવારો દ્વારા પોતાના ઉમેદવારીપત્રો સાથે સોગંદનામું (એફિડેવિટ- ફોર્મ-૨૬) પણ રજૂ કરવાનું રહે છે. ઉમેદવારો દ્વારા રજૂ કરવામાં આવતા સોગંદનામા (ફોર્મ-૨૬) રજૂ કર્યાના ૨૪ કલાકની અંદર મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગુજરાતની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવશે. જે https://ceo.gujarat.gov.in/Home/Affidavits-of-Candidates લિન્ક પર જઈને જોઈ શકાશે. આગામી તા.૨૫.૧૦.૨૦૨૪ ના રોજ બપોરે ૦૩.૦૦ કલાક સુધી ઉમેદવારીપત્રો રજૂ કરી શકાશે. ચૂંટણીને લઈ નોટીસ જાહેર 1-વાવ વિધાનસભા મતદાર વિભાગમાં વિધાનસભાના સભ્યની ચૂંટણી યોજવાની છે. 2- ઉમેદવાર કે તેમના નામની દરખાસ્ત મૂકનાર પૈકી કોઈ એક વ્યક્તિ ચૂંટણી અધિકારી ૦૭-વાવ વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી, સુઈગામને પ્રાંત કચેરી, સુઈગામ ખાતે અથવા મદદનીશ ચૂંટણી અધિકારી અને મામલતદાર, સુઈગામને મામલતદાર કચેરી, સુઈગામ ખાતે મોડામાં મોડું તા.૨૫/૧૦/૨૦૨૪(શુક્રવાર) સુધીમાં કોઈપણ દિવસે (જાહેર રજાના દિવસ સિવાય) સવારના ૧૧ વાગ્યાથી બપોરના ૦૩ વાગ્યા સુધીમાં નામાંકન પત્રો પહોંચાડી શકશે. 3- નામાંકન પત્રના ફોર્મ ઉપર દર્શાવેલ સ્થળે અને સમય પર મળી શકશે 4-નામાંકન પત્રોની ચકાસણી ચૂંટણી અધિકારી ૦૭-વાવ વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી, સુઈગામ પ્રાંત કચેરી, સુઈગામ ખાતે તા.૨૮મી ઓક્ટોબર ૨૦૨૪(સોમવાર) ના રોજ સવારના ૧૧:૦૦ વાગ્યે હાથ ધરવામાં આવશે 5- ઉમેદવાર કે તેના નામની દરખાસ્ત મૂકનાર પૈકીની કોઈ એક વ્યક્તિ કે તેના ચૂંટણી એજન્ટ પૈકી જેઓને આ નોટિસ પહોંચતી કરવા ઉમેદવારે લિખિતરૂપે અધિકૃત કર્યા હોય તેવા તેઓ ઉમેદવારી પાછી ખેંચવા અંગેની નોટિસ ઉપરના ફકરા (૨) માં દર્શાવેલ અધિકારીઓમાંથી ગમે તે એક અધિકારીને તેમની કચેરીમાં તા.૩૦/૧૦/૨૦૨૪ (બુધવાર) ના રોજ બપોરના ૩ વાગ્યા પહેલાં પહોંચાડી શકશે 6-ચૂંટણી લડાશે તો મતદાન તા. ૧૩/૧૧/૨૦૨૪ (બુધવાર) ના રોજ સવારના ૦૭:૦૦ કલાકથી સાંજના ૦૬:૦૦ કલાક વચ્ચે થશે તેમ ચૂંટણી અધિકારી ૦૭- વાવ વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી,સૂઇગામ દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે. વાવ વિધાનસભા વિસ્તારમાં કુલ ૩,૧૦,૬૮૧ મતદારો બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી,પાલનપુર ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું. જેમાં તેમણે વાવ વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત માહિતી આપતા જણાવ્યું હતું કે, વાવ વિધાનસભા વિસ્તારમાં કુલ ૩,૧૦,૬૮૧ મતદારો નોંધાયા છે. જેમાં ૧,૬૧,૨૯૩ પુરુષ તથા ૧,૪૯,૩૮૭ સ્ત્રી મતદારો અને ૦૧ અન્ય મતદારનો સમાવેશ થાય છે. ૦૭-વાવ વિધાનસભા બેઠક માટે તા.૧૩ નવેમ્બર, ૨૦૨૪ના રોજ મતદાન યોજાશે. વાવ વિધાનસભા બેઠક માટે તા.૧૮ ઑક્ટોબરથી તા.૨૫ ઑક્ટોબર, ૨૦૨૪ સુધીમાં જાહેર રજાના દિવસો સિવાય ઉમેદવારીપત્રો ભરવામાં આવશે.૩૨૧ પોલીંગ સ્ટેશન વાવ વિધાનસભા મતવિસ્તારમાં કુલ ૩૨૧ પોલીંગ સ્ટેશન આવેલા છે. જેમાં તા.૧૫ ઑક્ટોબર, ૨૦૨૪ સુધીમાં ૧,૬૧,૨૯૩ પુરૂષ, ૧,૪૯,૩૮૭ સ્ત્રી અને ૦૧ થર્ડ જેન્ડર મળી કુલ ૩,૧૦,૬૮૧ મતદારોનો સમાવેશ થાય છે. કુલ ૨૫૮૧ P.W.D મતદારોનો સમાવેશ થાય છે.જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે, કુલ ૦૭ સખી મતદાન મથકો, ૦૧ આદર્શ મતદાન મથક તથા ૧-૧ P.W.D અને ઇકો ફ્રેન્ડલી મતદાન મથક ઊભું કરાશે. દરેક મતદાન મથક પર મેડિકલ સ્ટાફ રહેશે. મતદાન મથકો ખાતે કુલ ૧૪૧૨ જેટલા અધિકારીશ્રી/કર્મચારીઓ ફરજ બજાવશે.રેન્ડમાઇઝેશન પ્રક્રિયા હાથ ધરાશે જિલ્લા કક્ષાના વેર હાઉસ ખાતે વાવ વિધાનસભા ચૂંટણી માટે ૬૨૬ સી.યું, ૬૩૪ બી.યુ અને ૬૨૩ વી.વી.પેટ ઉપલબ્ધ છે. રાજકીય પક્ષોમાં પ્રતિનિધિઓની હાજરીમાં રેન્ડમાઇઝેશન પ્રક્રિયા હાથ ધરાશે.પોલીસ બંદોબસ્તથી લઈને તમામ પારદર્શિત કામગીરી કરવામાં આવશે. જિલ્લામાં વિવિધ કામગીરીને લઈને નોડલ અધિકારીશ્રીઓની નિમણૂક કરવામાં આવી છે. નિષ્પક્ષ અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે વહીવટી તંત્ર સક્રિય હોવાનું જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું.આચારસંહિતા લાગુ ઉલ્લેખનીય છે કે, સ્થાનિક ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ગત લોકસભાની સામાન્ય ચૂંટણીમાં વિજેતા થવાથી તેમના રાજીનામાના કારણે વાવ વિધાનસભા બેઠક ખાલી પડી હતી. ૦૭-વાવ વિધાનસભાની પેટાચૂંટણી સંદર્ભે તા.૧૫/૧૦/૨૦૨૪ થી આદર્શ આચારસંહિતા લાગુ કરવામાં આવી છે.1-ચૂંટણી જાહેરનામું પ્રસિદ્ધ થવાની તારીખ:- ૧૮/૧૦/૨૦૨૪2-ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:- ૨૫/૧૦/૨૦૨૪3-ઉમેદવારી ફોર્મની ચકાસણીની તારીખ:- ૨૮/૧૦/૨૦૨૪4-ઉમેદવારીપત્ર પાછું ખેંચવાની છેલ્લી તારીખ:- ૩૦/૧૦/૨૦૨૪5-મતદાનની તારીખ:- ૧૩/૧૧/૨૦૨૪6-મત ગણતરીની તારીખ:- ૨૩/૧૧/૨૦૨૪7-ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની છેલ્લી તારીખ

Banaskantha : કોંગ્રેસે વાવ બેઠકની પેટા ચૂંટણીમાં ગુલાબસિંહ રાજપૂતને આપી ટિકિટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બનાસકાંઠામાં વાવ બેઠકને લઈ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે,જેમાં કોંગ્રેસ સત્તાવાર રીતે આજે જાહેરાત કરી છે અને ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપી છે,ગુલાબસિંહ રાજપૂત અગાઉ પણ કોંગ્રેસ પક્ષમાંથી ધારાસભ્ય રહૂ ચૂક્યા છે.છેલ્લા બે દિવસથી કોને ટિકિટ આપવી તેને લઈ ચર્ચા જામી રહી હતી ત્યારે આજે ફાઈનલ નામ સામે આવી ગયું છે,ગુલાબસિંહ રાજપૂત મતદારોમાં સારી પકડ ધરાવે છે જેને લઈ પક્ષ દ્રારા નિર્ણય લેવામાં આવ્યો છે.

કેમ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાશે 
વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી યોજાઈ હતી જેમાં બનાસકાંઠામાંથી ભૂતપૂર્વ ધારાસભ્ય ગેની બેને ઠાકોરને કોંગ્રેસે લોકસભા બેઠકને લઈ ટિકિટ આપી હતી અને બનાસકાંઠામાં ગેની બેન ઠાકોરની જીત થતા વાવ વિધાનસભા ખાલી પડી હતી જેને લઈ હવે ચૂંટણી યોજાવા જઈ રહી છે,આ બેઠકને લઈ કોંગ્રેસ પણ ઉત્સાહમાં છે કેમકે વાવ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના મતદારો વધુ છે,હજી ભાજપે વાવ વિધાનસભાને લઈ પોતાના ઉમેદવારની જાહેરાત કરી નથી.

જાણો કોણ છે ગુલાબસિંહ રાજપૂત
01-સુઈ ગામના અસારવા ગામના વતની
02- પૂર્વ ધારાસભ્ય હેમુભા રાજપૂતના પૌત્ર
03-થરાદ પૂર્વ ધારાસભ્ય(2019 પેટા ચૂંટણી જીત્યા હતા)
04-યુથ કોંગ્રેસ પૂર્વ પ્રમુખ રહી ચુક્યા
05-2022 થરાદ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસમાંથી ભાજપના શંકર ચૌધરી સામે હાર્યા 


 


એફિડેવિટ ફોર્મ પણ ભરવાનું રહેશે
ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ૦૭-વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી-૨૦૨૪ના સંદર્ભમાં ઉમેદવારો દ્વારા પોતાના ઉમેદવારીપત્રો સાથે સોગંદનામું (એફિડેવિટ- ફોર્મ-૨૬) પણ રજૂ કરવાનું રહે છે. ઉમેદવારો દ્વારા રજૂ કરવામાં આવતા સોગંદનામા (ફોર્મ-૨૬) રજૂ કર્યાના ૨૪ કલાકની અંદર મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગુજરાતની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવશે. જે https://ceo.gujarat.gov.in/Home/Affidavits-of-Candidates લિન્ક પર જઈને જોઈ શકાશે. આગામી તા.૨૫.૧૦.૨૦૨૪ ના રોજ બપોરે ૦૩.૦૦ કલાક સુધી ઉમેદવારીપત્રો રજૂ કરી શકાશે.

ચૂંટણીને લઈ નોટીસ જાહેર
1-વાવ વિધાનસભા મતદાર વિભાગમાં વિધાનસભાના સભ્યની ચૂંટણી યોજવાની છે.
2- ઉમેદવાર કે તેમના નામની દરખાસ્ત મૂકનાર પૈકી કોઈ એક વ્યક્તિ ચૂંટણી અધિકારી ૦૭-વાવ વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી, સુઈગામને પ્રાંત કચેરી, સુઈગામ ખાતે અથવા મદદનીશ ચૂંટણી અધિકારી અને મામલતદાર, સુઈગામને મામલતદાર કચેરી, સુઈગામ ખાતે મોડામાં મોડું તા.૨૫/૧૦/૨૦૨૪(શુક્રવાર) સુધીમાં કોઈપણ દિવસે (જાહેર રજાના દિવસ સિવાય) સવારના ૧૧ વાગ્યાથી બપોરના ૦૩ વાગ્યા સુધીમાં નામાંકન પત્રો પહોંચાડી શકશે.
3- નામાંકન પત્રના ફોર્મ ઉપર દર્શાવેલ સ્થળે અને સમય પર મળી શકશે
4-નામાંકન પત્રોની ચકાસણી ચૂંટણી અધિકારી ૦૭-વાવ વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી, સુઈગામ પ્રાંત કચેરી, સુઈગામ ખાતે તા.૨૮મી ઓક્ટોબર ૨૦૨૪(સોમવાર) ના રોજ સવારના ૧૧:૦૦ વાગ્યે હાથ ધરવામાં આવશે
5- ઉમેદવાર કે તેના નામની દરખાસ્ત મૂકનાર પૈકીની કોઈ એક વ્યક્તિ કે તેના ચૂંટણી એજન્ટ પૈકી જેઓને આ નોટિસ પહોંચતી કરવા ઉમેદવારે લિખિતરૂપે અધિકૃત કર્યા હોય તેવા તેઓ ઉમેદવારી પાછી ખેંચવા અંગેની નોટિસ ઉપરના ફકરા (૨) માં દર્શાવેલ અધિકારીઓમાંથી ગમે તે એક અધિકારીને તેમની કચેરીમાં તા.૩૦/૧૦/૨૦૨૪ (બુધવાર) ના રોજ બપોરના ૩ વાગ્યા પહેલાં પહોંચાડી શકશે
6-ચૂંટણી લડાશે તો મતદાન તા. ૧૩/૧૧/૨૦૨૪ (બુધવાર) ના રોજ સવારના ૦૭:૦૦ કલાકથી સાંજના ૦૬:૦૦ કલાક વચ્ચે થશે તેમ ચૂંટણી અધિકારી ૦૭- વાવ વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી,સૂઇગામ દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

વાવ વિધાનસભા વિસ્તારમાં કુલ ૩,૧૦,૬૮૧ મતદારો
બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી,પાલનપુર ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું. જેમાં તેમણે વાવ વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત માહિતી આપતા જણાવ્યું હતું કે, વાવ વિધાનસભા વિસ્તારમાં કુલ ૩,૧૦,૬૮૧ મતદારો નોંધાયા છે. જેમાં ૧,૬૧,૨૯૩ પુરુષ તથા ૧,૪૯,૩૮૭ સ્ત્રી મતદારો અને ૦૧ અન્ય મતદારનો સમાવેશ થાય છે. ૦૭-વાવ વિધાનસભા બેઠક માટે તા.૧૩ નવેમ્બર, ૨૦૨૪ના રોજ મતદાન યોજાશે. વાવ વિધાનસભા બેઠક માટે તા.૧૮ ઑક્ટોબરથી તા.૨૫ ઑક્ટોબર, ૨૦૨૪ સુધીમાં જાહેર રજાના દિવસો સિવાય ઉમેદવારીપત્રો ભરવામાં આવશે.

૩૨૧ પોલીંગ સ્ટેશન
વાવ વિધાનસભા મતવિસ્તારમાં કુલ ૩૨૧ પોલીંગ સ્ટેશન આવેલા છે. જેમાં તા.૧૫ ઑક્ટોબર, ૨૦૨૪ સુધીમાં ૧,૬૧,૨૯૩ પુરૂષ, ૧,૪૯,૩૮૭ સ્ત્રી અને ૦૧ થર્ડ જેન્ડર મળી કુલ ૩,૧૦,૬૮૧ મતદારોનો સમાવેશ થાય છે. કુલ ૨૫૮૧ P.W.D મતદારોનો સમાવેશ થાય છે.જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે, કુલ ૦૭ સખી મતદાન મથકો, ૦૧ આદર્શ મતદાન મથક તથા ૧-૧ P.W.D અને ઇકો ફ્રેન્ડલી મતદાન મથક ઊભું કરાશે. દરેક મતદાન મથક પર મેડિકલ સ્ટાફ રહેશે. મતદાન મથકો ખાતે કુલ ૧૪૧૨ જેટલા અધિકારીશ્રી/કર્મચારીઓ ફરજ બજાવશે.

રેન્ડમાઇઝેશન પ્રક્રિયા હાથ ધરાશે
જિલ્લા કક્ષાના વેર હાઉસ ખાતે વાવ વિધાનસભા ચૂંટણી માટે ૬૨૬ સી.યું, ૬૩૪ બી.યુ અને ૬૨૩ વી.વી.પેટ ઉપલબ્ધ છે. રાજકીય પક્ષોમાં પ્રતિનિધિઓની હાજરીમાં રેન્ડમાઇઝેશન પ્રક્રિયા હાથ ધરાશે.પોલીસ બંદોબસ્તથી લઈને તમામ પારદર્શિત કામગીરી કરવામાં આવશે. જિલ્લામાં વિવિધ કામગીરીને લઈને નોડલ અધિકારીશ્રીઓની નિમણૂક કરવામાં આવી છે. નિષ્પક્ષ અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે વહીવટી તંત્ર સક્રિય હોવાનું જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું.

આચારસંહિતા લાગુ
ઉલ્લેખનીય છે કે, સ્થાનિક ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ગત લોકસભાની સામાન્ય ચૂંટણીમાં વિજેતા થવાથી તેમના રાજીનામાના કારણે વાવ વિધાનસભા બેઠક ખાલી પડી હતી. ૦૭-વાવ વિધાનસભાની પેટાચૂંટણી સંદર્ભે તા.૧૫/૧૦/૨૦૨૪ થી આદર્શ આચારસંહિતા લાગુ કરવામાં આવી છે.
1-ચૂંટણી જાહેરનામું પ્રસિદ્ધ થવાની તારીખ:- ૧૮/૧૦/૨૦૨૪
2-ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:- ૨૫/૧૦/૨૦૨૪
3-ઉમેદવારી ફોર્મની ચકાસણીની તારીખ:- ૨૮/૧૦/૨૦૨૪
4-ઉમેદવારીપત્ર પાછું ખેંચવાની છેલ્લી તારીખ:- ૩૦/૧૦/૨૦૨૪
5-મતદાનની તારીખ:- ૧૩/૧૧/૨૦૨૪
6-મત ગણતરીની તારીખ:- ૨૩/૧૧/૨૦૨૪
7-ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની છેલ્લી તારીખ:- ૨૫/૧૧/૨૦૨૪