Banaskantha કલેક્ટર વરૂણકુમાર બરનવાલની મંત્રી પીયુષ ગોયલના વિશેષ અધિકારી તરીકે નિમણૂક

બનાસકાંઠા કલેક્ટરની દિલ્હી ખાતે વિશેષ અધિકારી તરીકે બદલી વરૂણકુમાર બરનવાલને ચાર વર્ષ માટે ડેપ્યુટી સેક્રેટરી તરીકે નિમણૂક અપાઈ વરૂણકુમાર બરનવાલના સ્થાને AMC નાયબ મ્યનિસિપલ કમિશનર નિમણૂક કરાઈ ગુજરાત સરકારના અધિક સચીવ સુનૈના તોમર દ્વારા IAS અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નાયબ મ્યુનિસિપલ કમિશનરની બદલી કરવામાં આવી છે. બનાસકાંઠા કલેક્ટરની વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રીના વિશેષ અધિકારી તરીકે નિમણૂક બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર વરૂણકુમાર બરનવાલની દિલ્હી ખાતે વિશેષ અધિકારી તરીકે બદલી કરવામાં આવી છે. તેમને વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયુષ ગોયલના સ્પેશિયલ ડયુટી માટે ખાસ નિયુક્ત કરાયા છે અને ચાર વર્ષ માટે ડેપ્યુટી સેક્રેટરી તરીકે નિમણૂક અપાઈ છે. કેબિનેટ એપોઇન્ટમેન્ટ કમિટી દ્વારા આ નિયુક્તિનો નિર્ણય કરાયો છે. બનાસકાંઠા કલેકટર વરુણકુમાર બરનવાલ વાણિજય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલના વિશેષ અધિકારી તરીકે કારભાર સંભાળશે. AMCના નાયબ મ્યનિસિપલ કમિશનરની બનાસકાંઠામાં બદલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નાયબ મ્યનિસિપલ કમિશનર મિહિર પ્રવિણકુમાર પટેલની બદલી બનાસકાંઠામાં બદલી કરવામાં આવી છે. IAS મિહિર પ્રવિણકુમાર પટેલને બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. બનાસકાંઠાના કલેકટર વરૂણકુમાર બરનવાલની નિયુક્તિ ભારત કેન્દ્રિય પિયુષ ગોયલના વિશેષ અધિકારી તરીકે થતા જગ્યા ખાલી પડી હતી. વર્ષ- 2014ની બેચના IAS અધિકારી વરૂણકુમાર બરનવાલ દિલ્હી જશે બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર તરીકે વરૂણકુમાર બરનવાલે એક વર્ષ પહેલા ચાર્જ સંભાળ્યો હતો. વર્ષ- 2014ની બેચના IAS અધિકારી વરૂણકુમાર બરનવાલ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના બોઇસરના વતની છે. વરૂણકુમાર બરનવાલે MIT કોલેજ પૂણેથી એન્જિનિયરીંગનો અભ્યાસ કરેલો છે. તેમણે આ અગાઉ ગુજરાતના વિવિધ જિલ્લાોઓમાં સેવાઓ આપી છે. તેમણે મદદનીશ કલેક્ટર ઝઘડીયા, જિલ્લા વિકાસ અધિકારી ભાવનગર, રિજનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ રાજકોટ અને PGVCLના મેનેજીંગ ડિરેક્ટર તરીકે પ્રશસંનીય સેવાઓ આપી છે.

Banaskantha કલેક્ટર વરૂણકુમાર બરનવાલની મંત્રી પીયુષ ગોયલના વિશેષ અધિકારી તરીકે નિમણૂક

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • બનાસકાંઠા કલેક્ટરની દિલ્હી ખાતે વિશેષ અધિકારી તરીકે બદલી
  • વરૂણકુમાર બરનવાલને ચાર વર્ષ માટે ડેપ્યુટી સેક્રેટરી તરીકે નિમણૂક અપાઈ
  • વરૂણકુમાર બરનવાલના સ્થાને AMC નાયબ મ્યનિસિપલ કમિશનર નિમણૂક કરાઈ

ગુજરાત સરકારના અધિક સચીવ સુનૈના તોમર દ્વારા IAS અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નાયબ મ્યુનિસિપલ કમિશનરની બદલી કરવામાં આવી છે.

બનાસકાંઠા કલેક્ટરની વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રીના વિશેષ અધિકારી તરીકે નિમણૂક

બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર વરૂણકુમાર બરનવાલની દિલ્હી ખાતે વિશેષ અધિકારી તરીકે બદલી કરવામાં આવી છે. તેમને વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયુષ ગોયલના સ્પેશિયલ ડયુટી માટે ખાસ નિયુક્ત કરાયા છે અને ચાર વર્ષ માટે ડેપ્યુટી સેક્રેટરી તરીકે નિમણૂક અપાઈ છે. કેબિનેટ એપોઇન્ટમેન્ટ કમિટી દ્વારા આ નિયુક્તિનો નિર્ણય કરાયો છે. બનાસકાંઠા કલેકટર વરુણકુમાર બરનવાલ વાણિજય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલના વિશેષ અધિકારી તરીકે કારભાર સંભાળશે.

AMCના નાયબ મ્યનિસિપલ કમિશનરની બનાસકાંઠામાં બદલી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નાયબ મ્યનિસિપલ કમિશનર મિહિર પ્રવિણકુમાર પટેલની બદલી બનાસકાંઠામાં બદલી કરવામાં આવી છે. IAS મિહિર પ્રવિણકુમાર પટેલને બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. બનાસકાંઠાના કલેકટર વરૂણકુમાર બરનવાલની નિયુક્તિ ભારત કેન્દ્રિય પિયુષ ગોયલના વિશેષ અધિકારી તરીકે થતા જગ્યા ખાલી પડી હતી.

વર્ષ- 2014ની બેચના IAS અધિકારી વરૂણકુમાર બરનવાલ દિલ્હી જશે

બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર તરીકે વરૂણકુમાર બરનવાલે એક વર્ષ પહેલા ચાર્જ સંભાળ્યો હતો. વર્ષ- 2014ની બેચના IAS અધિકારી વરૂણકુમાર બરનવાલ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના બોઇસરના વતની છે. વરૂણકુમાર બરનવાલે MIT કોલેજ પૂણેથી એન્જિનિયરીંગનો અભ્યાસ કરેલો છે. તેમણે આ અગાઉ ગુજરાતના વિવિધ જિલ્લાોઓમાં સેવાઓ આપી છે. તેમણે મદદનીશ કલેક્ટર ઝઘડીયા, જિલ્લા વિકાસ અધિકારી ભાવનગર, રિજનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ રાજકોટ અને PGVCLના મેનેજીંગ ડિરેક્ટર તરીકે પ્રશસંનીય સેવાઓ આપી છે.