Banaskantha: કતલખાનાને લઈને કોંગ્રેસ વિશે આ શું બોલ્યા ગેનીબેન? જુઓ Video

લાખણીના લાલપુર ગામે જાહેરમાં ગેનીબેનનું આમંત્રણ લાખણી તા.પં.ના પૂર્વ પ્રમુખ મહેશ દવેને આપ્યું આમંત્રણ કતલખાના પાસેથી કઈ પાર્ટીએ કેટલું ફંડ લીધું?: ગેનીબેન બનાસકાંઠા જિલ્લામાં લાખણી ગામે ભાજપના કાર્યકરને કોંગ્રેસમા ઘર વાપસી કરવા સંસદસભ્ય ગેનીબેન ઠાકોરે જાહેર મંચ પરથી આમંત્રણ આપ્યું છે. કોંગ્રસ છોડીને ગયેલા પૂર્વ કોંગ્રસના કાર્યકરને ઘર વાપસી કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.પાર્ટીઓ ગૌવંશના નામે પાર્ટી ફંડ ઉઘરાવતા હોય છે: ગેનીબેન ગઈકાલે લાખણી તાલુકાના લાલપુર ગામમા સન્માન સમારંભ કાર્યક્રમમા કોંગ્રસના સંસદસભ્ય ગેનીબેન ઠાકોરે નિવેદન કર્યું હતું. લોકસભાની ચૂંટણીમાં ગૌવંશના નામે પાર્ટીઓ ફંડ ઉઘરાવતા હોય છે. તો દરેક પાર્ટીએ ગૌવંશના નામે કેટલું ફંડ લીધું એ જાહેર કરવું જોઈએ, ભલે ને એ કોંગ્રેસ પાર્ટી હોય તેણે જાહેર કરવું જોઈએ. તેમજ ભાજપના લાખણી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મહેશ દવેને કોંગ્રેસમાં ઘર વાપસી કરવા માટે આમંત્રણ આપ્યું હતું. મહેશ દવે 2017માં ભાજપ છોડી કોંગ્રેસમા ગયા હતા ત્યારબાદ 2023મા કોંગ્રેસ છોડી ભાજપમા ગયા હતા. વાવ વિધાનસભાની પેટા ચૂંટણી પહેલા વાવ વિધાનસભા બેઠકને વધુ મજબૂત કરવા માટે ઘર વાપસીનુ આમંત્રણ મહત્વનું બની શકે છે. સંસદસભ્ય ગેનીબેન ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે, લોકસભાની ચૂંટણી પછી પહેલી વખત આવું છું અને અબાસણા ગામે જેટલા વોટ આપ્યા છે એટલા વોટ લાલપુર ગામે પણ આપ્યા છે એટલે આભાર માનવા આવી છું. લાખણી તાલુકે વોટ સમગ્ર જિલ્લામાં તાલુકાની દૃષ્ટિએ ગણવા જઈએ તો 16000ની લીડ લાખણી તાલુકે આપી છે. એટલે સમગ્ર લાખણી તાલુકાનો અભાર વ્યક્ત કરુ છું.

Banaskantha: કતલખાનાને લઈને કોંગ્રેસ વિશે આ શું બોલ્યા ગેનીબેન? જુઓ Video

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • લાખણીના લાલપુર ગામે જાહેરમાં ગેનીબેનનું આમંત્રણ
  • લાખણી તા.પં.ના પૂર્વ પ્રમુખ મહેશ દવેને આપ્યું આમંત્રણ
  • કતલખાના પાસેથી કઈ પાર્ટીએ કેટલું ફંડ લીધું?: ગેનીબેન

બનાસકાંઠા જિલ્લામાં લાખણી ગામે ભાજપના કાર્યકરને કોંગ્રેસમા ઘર વાપસી કરવા સંસદસભ્ય ગેનીબેન ઠાકોરે જાહેર મંચ પરથી આમંત્રણ આપ્યું છે. કોંગ્રસ છોડીને ગયેલા પૂર્વ કોંગ્રસના કાર્યકરને ઘર વાપસી કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

પાર્ટીઓ ગૌવંશના નામે પાર્ટી ફંડ ઉઘરાવતા હોય છે: ગેનીબેન

ગઈકાલે લાખણી તાલુકાના લાલપુર ગામમા સન્માન સમારંભ કાર્યક્રમમા કોંગ્રસના સંસદસભ્ય ગેનીબેન ઠાકોરે નિવેદન કર્યું હતું. લોકસભાની ચૂંટણીમાં ગૌવંશના નામે પાર્ટીઓ ફંડ ઉઘરાવતા હોય છે. તો દરેક પાર્ટીએ ગૌવંશના નામે કેટલું ફંડ લીધું એ જાહેર કરવું જોઈએ, ભલે ને એ કોંગ્રેસ પાર્ટી હોય તેણે જાહેર કરવું જોઈએ. તેમજ ભાજપના લાખણી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મહેશ દવેને કોંગ્રેસમાં ઘર વાપસી કરવા માટે આમંત્રણ આપ્યું હતું. મહેશ દવે 2017માં ભાજપ છોડી કોંગ્રેસમા ગયા હતા ત્યારબાદ 2023મા કોંગ્રેસ છોડી ભાજપમા ગયા હતા. વાવ વિધાનસભાની પેટા ચૂંટણી પહેલા વાવ વિધાનસભા બેઠકને વધુ મજબૂત કરવા માટે ઘર વાપસીનુ આમંત્રણ મહત્વનું બની શકે છે.

સંસદસભ્ય ગેનીબેન ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે, લોકસભાની ચૂંટણી પછી પહેલી વખત આવું છું અને અબાસણા ગામે જેટલા વોટ આપ્યા છે એટલા વોટ લાલપુર ગામે પણ આપ્યા છે એટલે આભાર માનવા આવી છું. લાખણી તાલુકે વોટ સમગ્ર જિલ્લામાં તાલુકાની દૃષ્ટિએ ગણવા જઈએ તો 16000ની લીડ લાખણી તાલુકે આપી છે. એટલે સમગ્ર લાખણી તાલુકાનો અભાર વ્યક્ત કરુ છું.