Banaskantha: અમીરગઢમાં ખેડૂતોને મગફળીના ભાવ ન મળતા રોષ
આ વર્ષે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં મગફળીનું વાવેતર ખુબ સારુ થયું હતું. જોકે આ વર્ષે મગફળીનો મબલખ પાક પણ ખેડૂતોએ લીધો છે, પરંતુ હવે માર્કેટ યાર્ડમાં ખેડૂતોને ભાવ નથી મળી રહ્યા.ગત વર્ષે રૂ1300થી 1400 મગળફળીનો ભાવ મળતો ગત વર્ષે 1300થી 1400 રૂપિયા હતા તો આ વર્ષે 900થી 1100 રૂપિયાનો ભાવ ખેડૂતોની મળી રહ્યો છે. જ્યારે ટેકાના ભાવે મગફળી ડિસેમ્બર માસમાં ચાલુ થશે એટલે ખેડૂતો અત્યારે તો નીચા ભાવે માર્કેટ યાર્ડમાં મગફળી વેચવા મજબૂર બન્યા છે. ભારે વરસાદ અને ખરાબ મોસમ વચ્ચે પણ ખેડૂતોના ખેતરમાં મગફળી તો થઈ છે, ત્યારે અત્યારે દિવાળીની સિઝન છે સામે રવિ સિઝન પણ આવે છે એટલે ખેડૂતોને પૈસાની જરૂર હોય અને એને કારણે જ ખેડૂતો ઈકબાલગઢ માર્કેટ યાર્ડમાં મગફળી ભરાવી રહ્યા છે. ઓછો ભાવ મળવાના કારણે ખેડૂતોને નુકસાન પરંતુ ગત વર્ષ કરતાં આ વર્ષે મગફળીનું ખૂબ જ ઓછો ભાવ ખેડૂતોને મળી રહ્યો છે અને જેને કારણે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે અને અન્ય ખર્ચા વચ્ચે ખેડૂતને ભાવ ન મળતા અત્યારે તો ખેડૂત મુશ્કેલીમાં છે, પરંતુ રવિ સીઝન અને દિવાળીના તહેવારોને લઈને ખેડૂતોને મગફળી વેચવી પડે તેવી પરિસ્થિતિ છે. જોકે માર્કેટ યાર્ડમાં ખેડૂતો મગફળીનો પાક લઈને આવી રહ્યા છે, ત્યારે વેપારીઓ મગફળીના પાકને સ્વીકારે તો છે જ સાથે સાથે મગફળીના ભાવ ઘટી ગયા હોવાથી વેપારીઓ પણ વિમાસણમાં છે એટલે કે ખેડૂતોને મગફળી લઈ રહ્યા છે, પરંતુ આની આ સ્થિતિને કારણે વેપારીઓને પણ નુકસાન કરવાનો વારો આવે અને ખેડૂતોને પણ નુકસાન કરવાનો વારો આવે છે. સરકારે મગફળીનો 1300 રૂપિયાનો ભાવ જાહેર કર્યો સરકારે ટેકાના ભાવે મગફળીનો 1300 રૂપિયાનો ભાવ જાહેર કર્યો છે અને મગફળીની ખરીદીનું રજીસ્ટ્રેશન થઈ રહ્યું છે, પરંતુ આ રજીસ્ટ્રેશન 31 ઓક્ટોબર સુધી ચાલશે અને ત્યારબાદ ડિસેમ્બરમાં મગફળીની ખરીદી થશે એટલે કરતા આ વર્ષે માર્કેટ યાર્ડમાં મગફળીના ભાવ ઓછા છે, અત્યારે તો ખેડૂતો નીચા ભાવે મગફળી ભરાવી રહ્યા છે, ત્યારે ખેડૂત આગેવાનોની પણ માગણી છે કે સરકારે જે ટેકાના ભાવ જાહેર કર્યા છે તે પ્રમાણે અત્યારથી જ માર્કેટ યાર્ડમાં લેવાય તો ખેડૂતોને તકલીફ ન પડે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આ વર્ષે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં મગફળીનું વાવેતર ખુબ સારુ થયું હતું. જોકે આ વર્ષે મગફળીનો મબલખ પાક પણ ખેડૂતોએ લીધો છે, પરંતુ હવે માર્કેટ યાર્ડમાં ખેડૂતોને ભાવ નથી મળી રહ્યા.
ગત વર્ષે રૂ1300થી 1400 મગળફળીનો ભાવ મળતો
ગત વર્ષે 1300થી 1400 રૂપિયા હતા તો આ વર્ષે 900થી 1100 રૂપિયાનો ભાવ ખેડૂતોની મળી રહ્યો છે. જ્યારે ટેકાના ભાવે મગફળી ડિસેમ્બર માસમાં ચાલુ થશે એટલે ખેડૂતો અત્યારે તો નીચા ભાવે માર્કેટ યાર્ડમાં મગફળી વેચવા મજબૂર બન્યા છે. ભારે વરસાદ અને ખરાબ મોસમ વચ્ચે પણ ખેડૂતોના ખેતરમાં મગફળી તો થઈ છે, ત્યારે અત્યારે દિવાળીની સિઝન છે સામે રવિ સિઝન પણ આવે છે એટલે ખેડૂતોને પૈસાની જરૂર હોય અને એને કારણે જ ખેડૂતો ઈકબાલગઢ માર્કેટ યાર્ડમાં મગફળી ભરાવી રહ્યા છે.
ઓછો ભાવ મળવાના કારણે ખેડૂતોને નુકસાન
પરંતુ ગત વર્ષ કરતાં આ વર્ષે મગફળીનું ખૂબ જ ઓછો ભાવ ખેડૂતોને મળી રહ્યો છે અને જેને કારણે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે અને અન્ય ખર્ચા વચ્ચે ખેડૂતને ભાવ ન મળતા અત્યારે તો ખેડૂત મુશ્કેલીમાં છે, પરંતુ રવિ સીઝન અને દિવાળીના તહેવારોને લઈને ખેડૂતોને મગફળી વેચવી પડે તેવી પરિસ્થિતિ છે.
જોકે માર્કેટ યાર્ડમાં ખેડૂતો મગફળીનો પાક લઈને આવી રહ્યા છે, ત્યારે વેપારીઓ મગફળીના પાકને સ્વીકારે તો છે જ સાથે સાથે મગફળીના ભાવ ઘટી ગયા હોવાથી વેપારીઓ પણ વિમાસણમાં છે એટલે કે ખેડૂતોને મગફળી લઈ રહ્યા છે, પરંતુ આની આ સ્થિતિને કારણે વેપારીઓને પણ નુકસાન કરવાનો વારો આવે અને ખેડૂતોને પણ નુકસાન કરવાનો વારો આવે છે.
સરકારે મગફળીનો 1300 રૂપિયાનો ભાવ જાહેર કર્યો
સરકારે ટેકાના ભાવે મગફળીનો 1300 રૂપિયાનો ભાવ જાહેર કર્યો છે અને મગફળીની ખરીદીનું રજીસ્ટ્રેશન થઈ રહ્યું છે, પરંતુ આ રજીસ્ટ્રેશન 31 ઓક્ટોબર સુધી ચાલશે અને ત્યારબાદ ડિસેમ્બરમાં મગફળીની ખરીદી થશે એટલે કરતા આ વર્ષે માર્કેટ યાર્ડમાં મગફળીના ભાવ ઓછા છે, અત્યારે તો ખેડૂતો નીચા ભાવે મગફળી ભરાવી રહ્યા છે, ત્યારે ખેડૂત આગેવાનોની પણ માગણી છે કે સરકારે જે ટેકાના ભાવ જાહેર કર્યા છે તે પ્રમાણે અત્યારથી જ માર્કેટ યાર્ડમાં લેવાય તો ખેડૂતોને તકલીફ ન પડે.