Banaskanthaમાં ભૂમાફિયાઓ બેફામ બન્યા, પોલીસ ફરિયાદ થઇ

બનાસકાંઠામાં ભૂમાફિયાઓ બેફામ બન્યા છે. જેમાં ખાણ ખનીજે રોકેલુ ડમ્પર ચાલક જબરદસ્તી લઈ ગયો હતો. કપચી ભરેલું ડમ્બર નંબર પ્લેટ વગરનું હતું. તેમાં પાલનપુરના જગાણા નજીક ખાણખનીજ કર્મીએ ડમ્બર રોક્યું હતુ. ત્યારે ડમ્પર ઘેમર ચૌધરીનું છે તમે કેમ રોકાવ્યું કહી ડમ્પર લઈ ગયો હતો. ખાણખનીજની ટીમે ડમ્પરચાલકનો પીછો કર્યો હતો.ડમ્પરચાલક કપચી નાખી ડમ્પર લઈ ફરાર થઇ ગયો ડમ્પરચાલક કપચી નાખી ડમ્પર લઈ ફરાર થઇ ગયો હતો. સુપરવાઈઝરે ડમ્પરચાલક સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં ભૂમાફિયા બેફામ બન્યાની ઘટના સામે આવી છે. તેમાં પાલનપુરના જગાણા નજીક ખાણખનીજ કર્મીએ રોકેલુ નંબરપ્લેટ વિહોણુ ડમ્પર ચાલક લઇ ફરાર થયો છે. કપચી ભરેલુ ડમ્પર ખાણ ખનિજ કર્મીએ રોકાવી તપાસ કરતા ચાલક પાસે પાસ પરમીટ જ ન હતા. ચાલકે આ ડમ્પર ઘેમર ચૌધરીનું છે તમે કેમ રોકાવ્યું તેમ કહી ડમ્પર લઇ ફરારા થયો છે. જોકે ખાણ ખનીજ વિભાગે પીછો કરતા ડમ્પર ચાલક ગઠામણ પ્રાથમિક શાળા નજીક કપચી રસ્તા ઉપર ઠાલવી ડમ્પર લઇ ફરાર થયો છે. 100 જેટલા ડમ્પર અને ટ્રેલરો મળી આવતા આ તમામ વાહનો-મશીનો અટકાવી દીધા છેવટે ખાણ ખનીજના માઇન્સ સુપરવાઇઝર જય કુમાર પટેલે ડમ્પરચાલક સામે ફરિયાદ નોંધાવી છે. અગાઉ બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામે બનાસ નદીમાંથી રેતી ચોરી કરનારા ખનીજ માફીયાઓ પર જિલ્લાના ભૂસ્તર વિભાગની ટીમ ત્રાટકી હતી. આ ઓપરેશનમાં 30 કલાક સુધી કાર્યવાહી ચાલી હતી, જેમાં બનાસકાંઠા ઉપરાંત મહેસાણા, પાટણ, અમદાવાદની ટિમો તેમજ ફ્લાઇગ સ્કોર્ડની ટીમ જોડાઈ હતી.  આ તમામ વાહનો-મશીનો અટકાવી દીધા હિટાચી, લોડર, ડમ્પર સહિતના 100 જેટલા વાહનો સીઝ કરવામાં આવ્યાં છે. કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામે બનાસ નદીમાં મોટાપાયે ગેરકાયદેસર રીતે ખનન થતું હોવાની ગ્રામજનોની ફરિયાદના આધારે ભૂસ્તરશાસ્ત્રી ગુરુપ્રીતસિંઘ સારસ્વાએ તાત્કાલિક તેઓની ટીમને મોકલી હતી. ટીમે પહોંચી તપાસ કરતા નદી વિસ્તારમાંથી 100 જેટલા ડમ્પર અને ટ્રેલરો મળી આવતા આ તમામ વાહનો-મશીનો અટકાવી દીધા હતા.

Banaskanthaમાં ભૂમાફિયાઓ બેફામ બન્યા, પોલીસ ફરિયાદ થઇ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બનાસકાંઠામાં ભૂમાફિયાઓ બેફામ બન્યા છે. જેમાં ખાણ ખનીજે રોકેલુ ડમ્પર ચાલક જબરદસ્તી લઈ ગયો હતો. કપચી ભરેલું ડમ્બર નંબર પ્લેટ વગરનું હતું. તેમાં પાલનપુરના જગાણા નજીક ખાણખનીજ કર્મીએ ડમ્બર રોક્યું હતુ. ત્યારે ડમ્પર ઘેમર ચૌધરીનું છે તમે કેમ રોકાવ્યું કહી ડમ્પર લઈ ગયો હતો. ખાણખનીજની ટીમે ડમ્પરચાલકનો પીછો કર્યો હતો.

ડમ્પરચાલક કપચી નાખી ડમ્પર લઈ ફરાર થઇ ગયો

ડમ્પરચાલક કપચી નાખી ડમ્પર લઈ ફરાર થઇ ગયો હતો. સુપરવાઈઝરે ડમ્પરચાલક સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં ભૂમાફિયા બેફામ બન્યાની ઘટના સામે આવી છે. તેમાં પાલનપુરના જગાણા નજીક ખાણખનીજ કર્મીએ રોકેલુ નંબરપ્લેટ વિહોણુ ડમ્પર ચાલક લઇ ફરાર થયો છે. કપચી ભરેલુ ડમ્પર ખાણ ખનિજ કર્મીએ રોકાવી તપાસ કરતા ચાલક પાસે પાસ પરમીટ જ ન હતા. ચાલકે આ ડમ્પર ઘેમર ચૌધરીનું છે તમે કેમ રોકાવ્યું તેમ કહી ડમ્પર લઇ ફરારા થયો છે. જોકે ખાણ ખનીજ વિભાગે પીછો કરતા ડમ્પર ચાલક ગઠામણ પ્રાથમિક શાળા નજીક કપચી રસ્તા ઉપર ઠાલવી ડમ્પર લઇ ફરાર થયો છે.

100 જેટલા ડમ્પર અને ટ્રેલરો મળી આવતા આ તમામ વાહનો-મશીનો અટકાવી દીધા

છેવટે ખાણ ખનીજના માઇન્સ સુપરવાઇઝર જય કુમાર પટેલે ડમ્પરચાલક સામે ફરિયાદ નોંધાવી છે. અગાઉ બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામે બનાસ નદીમાંથી રેતી ચોરી કરનારા ખનીજ માફીયાઓ પર જિલ્લાના ભૂસ્તર વિભાગની ટીમ ત્રાટકી હતી. આ ઓપરેશનમાં 30 કલાક સુધી કાર્યવાહી ચાલી હતી, જેમાં બનાસકાંઠા ઉપરાંત મહેસાણા, પાટણ, અમદાવાદની ટિમો તેમજ ફ્લાઇગ સ્કોર્ડની ટીમ જોડાઈ હતી.

 આ તમામ વાહનો-મશીનો અટકાવી દીધા

હિટાચી, લોડર, ડમ્પર સહિતના 100 જેટલા વાહનો સીઝ કરવામાં આવ્યાં છે. કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામે બનાસ નદીમાં મોટાપાયે ગેરકાયદેસર રીતે ખનન થતું હોવાની ગ્રામજનોની ફરિયાદના આધારે ભૂસ્તરશાસ્ત્રી ગુરુપ્રીતસિંઘ સારસ્વાએ તાત્કાલિક તેઓની ટીમને મોકલી હતી. ટીમે પહોંચી તપાસ કરતા નદી વિસ્તારમાંથી 100 જેટલા ડમ્પર અને ટ્રેલરો મળી આવતા આ તમામ વાહનો-મશીનો અટકાવી દીધા હતા.