Banaskanthaમાં પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના આ પરિવાર માટે બની આર્થિક સહારો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના ધનપુરા- ઢોળીયા ગામના ખેડૂત પ્રભુજી મોતીજી સોલંકી પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં જોડાયેલા હતા. સરકારની આ યોજના અંતર્ગત વાર્ષિક માત્ર રૂ. ૪૩૬ના પ્રીમિયમમાં રૂ. ૨ લાખનું જીવન વીમો સુરક્ષિત કરવામાં આવે છે. આ ખેડૂતનું ૧૮ માર્ચ ૨૦૨૫ના રોજ આરોગ્ય સમસ્યાઓને કારણે તેમનું અવસાન થયું હતું. પરંતુ સરકારના પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાના પરિણામે તેમના પરિવારને આર્થિક સહારો મળ્યો છે.
સરકારની વીમા યોજનાઓ વિશે લોકોમાં વિશ્વાસ વધારતું ઉદાહરણ સાબિત થઈ
અગાઉ લેવાયેલ વીમાના કારણે તેમના પુત્ર કિશનજી સોલંકીએ વીમા માટે દાવો નોંધાવ્યો હતો. બેંક ઓફ બરોડા, ઇકબાલગઢ શાખાની ઝડપી કામગીરી અને ઈન્ડિયા ફર્સ્ટ લાઈફ ઈન્શ્યોરન્સ કંપની દ્વારા કરવામાં આવેલી સમયસરની પ્રક્રિયા બાદ, માત્ર થોડા જ દિવસોમાં રૂ. ૨ લાખની રકમ તેમના વારસદાર પુત્રને પ્રાપ્ત થઈ છે. આ રકમ પરિવાર માટે ન જ માત્ર સહારા રૂપ બની, પણ સરકારની વીમા યોજનાઓ વિશે લોકોમાં વિશ્વાસ વધારતું ઉદાહરણ સાબિત થઈ છે.
સરકારના પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના મહત્વની
બનાસકાંઠા જિલ્લા લીડ બેંક મેનેજર હેમંત ગાંધી દ્વારા જિલ્લાવાસીઓને અનુરોધ કરાયો છે કે, તેઓ ગ્રામ પંચાયત ખાતે આયોજિત શિબિરો થકી અથવા સબંધિત બેન્કમાં જઈને સરકારના પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના અને રી - કેવાયસી જેવી સુવિધાઓનો વધુમાં વધુ લાભ મેળવી શકે છે.
સરકારની એક લોક કલ્યાણકારી વીમા યોજના
ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના એ કેન્દ્ર સરકારની એક લોક કલ્યાણકારી વીમા યોજના છે, જે ૧૮ થી ૫૦ વર્ષના વ્યક્તિઓ માટે ઉપલબ્ધ છે અને તેમનું બેંકમાં સક્રિય બચત ખાતું હોવું આવશ્યક છે. આ યોજના હેઠળ વાર્ષિક માત્ર રૂ. ૪૩૬ ના પ્રીમિયમમાં રૂ. ૨ લાખનો જીવન વીમો આપવામાં આવે છે. વીમા ધારકના કુદરતી મૃત્યુ કે અકસ્માતથી અવસાન પામ્યે, તેના નક્કી કરાયેલા વારસદારને યોજનાનો લાભ મળે છે. ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ આ યોજના ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને આર્થિક સુરક્ષા પૂરું પાડવાનો હેતુ ધરાવે છે. આ યોજનાથી લાખો પરિવારોએ મુશ્કેલીના સમયે આર્થિક સહારો મેળવ્યો છે.
What's Your Reaction?






