Banaskanthaમાં ચૂંટણી પ્રચાર માટેના વાહનોના ઉપયોગ માટે પૂર્વ પરવાનગી લેવી ફરજીયાત

Jun 9, 2025 - 10:00
Banaskanthaમાં ચૂંટણી પ્રચાર માટેના વાહનોના ઉપયોગ માટે પૂર્વ પરવાનગી લેવી ફરજીયાત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણી -૨૦૨૫નો કાર્યક્રમ તા.૨૮.૦૫.૨૦૨૫થી જાહેર થયેલ છે. તે મુજબ બનાસકાંઠા જિલ્લામાં મતદાન તા.૨૨ જૂન ૨૦૨૫ રવિવારના રોજ યોજાનાર છે અને મતગણતરી તા.૨૫ જૂન ૨૦૨૫ના રોજ થનાર છે.

 પ્રચાર માટે ઉપયોગમાં લેવામાં આવતા વાહન પૂર્વ પરવાનગી વિના ઉપયોગમાં લઈ શકાશે નહીં

ચૂંટણી દરમિયાન ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચાર માટે ઉપયોગમાં લેવામાં આવતા વાહનો ઉપર ભારતના ચૂંટણી પંચની સૂચનાઓને ધ્યાનમાં લેતા જાહેર શાંતિ અને સલામતીના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટ મિહિર પટેલ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે જાહેરનામું પ્રસિધ્ધ કરાયું છે. જે મુજબ સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં ગ્રામ પંચાયતોની સામાન્ય તથા વિભાજન / મધ્યસત્ર / પેટા ચૂંટણી - ૨૦૨૫ અનવ્યે ચૂંટણીના પ્રચાર માટે ઉપયોગમાં લેવામાં આવતા વાહન પૂર્વ પરવાનગી વિના ઉપયોગમાં લઈ શકાશે નહીં.

પરવાનગી મળેલા વાહનોનો ઉપયોગ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કરાશે

પરવાનગી મેળવેલ વાહનનો જે તે મતદાર વિસ્તારમાં જ તેનો ઉપયોગ કરી શકાશે. ચૂંટણી માટે ઉપયોગમાં લેવાના વાહનના વિન્ડો સ્ક્રીન પર પરવાનગીના હુકમ નંબર અને તારીખ દર્શાવવાના રહેશે. મતદાનના દિવસે ઉમેદવાર તેમના માટે એક વાહન અને ચૂંટણી એજન્ટ માટે એક વાહન અને પક્ષના કાર્યકરોના ઉપયોગમાં એક વાહન મળી એમ કુલ ત્રણ જ વાહનો પૂર્વ પરવાનગી મેળવી ઉપયોગ કરી શકશે. આ જાહેરનામું તા.૨૭/૦૬/૨૦૨૫ સુધી અમલમાં રહેશે.

જાહેરનામાનો ભંગ કરશો તો પોલીસ નોંધશે ફરિયાદ

આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ સજા તથા દંડને પાત્ર થશે. તેમજ સદરહું જાહેરનામાના ભંગ બદલ પોલીસ ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી ફરજ પરના એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ તેમજ સંબંધિત પોલીસ અધિકારીએ કરવાની રહેશે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0