Banaskanthaની દાંતા સરકારી હોસ્પિટલની ગંભીર બેદરકારી: એક્સપાયરી ડેટવાળી બોટલ ચઢાવાતા દર્દીની તબિયત લથડી

Jul 12, 2026 - 23:00
Banaskanthaની દાંતા સરકારી હોસ્પિટલની ગંભીર બેદરકારી: એક્સપાયરી ડેટવાળી બોટલ ચઢાવાતા દર્દીની તબિયત લથડી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બનાસકાંઠા જિલ્લાના દાંતાની સરકારી હોસ્પિટલમાંથી તબીબી જગતને શરમાવે તેવી એક ગંભીર બેદરકારીની ઘટના સામે આવી છે. હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલા એક દર્દીને એક્સપાયર્ડ ગ્લુકોઝની બોટલ ચઢાવી દેવામાં આવી હોવાનો સનસનાટીભર્યો આક્ષેપ થયો છે. સરકારી હોસ્પિટલના જવાબદાર સ્ટાફની આ આડોડાઈ અને ગંભીર લાપરવાહીને કારણે સ્થાનિક લોકો અને દર્દીના પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

બ્લડ પ્રેશરના દર્દી પર પ્રયોગ, નર્સ સામે આક્ષેપ

એક દર્દી બ્લડ પ્રેશરની તકલીફને કારણે દાંતાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયો હતો. જ્યાં ફરજ પરના નર્સ ઈલાબેન દ્વારા દર્દીને ગ્લુકોઝની બોટલ ચઢાવવામાં આવી હતી. જો કે, બોટલ ચઢાવતા પહેલાં તેની એક્સપાયરી ડેટ ચેક કરવાની પ્રાથમિક તકેદારી પણ રાખવામાં આવી ન હતી. દર્દીના સગાની નજર બોટલ પર પડતાં જ તે એક્સપાયર્ડ થયેલી હોવાનું માલૂમ પડ્યું હતું, જેથી નર્સની ઘોર બેદરકારી સપાટી પર આવી છે.

તબિયત વધુ લથડી અને હોસ્પિટલમાં ભારે હોબાળો

એક્સપાયરી ડેટ વાળી દવા કે બોટલ શરીરમાં જવાથી દર્દીની તબિયત સુધરવાના બદલે વધુ લથડી ગઈ હતી અને તેની હાલત કફોડી બની હતી. આ ઘટનાની જાણ થતાં જ દર્દીના પરિજનોનો પારો સાતમા આસમાને પહોંચ્યો હતો અને તેઓએ દાંતા હોસ્પિટલના વહીવટી તંત્ર સામે પોતાનો ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો. લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરતી આ ઘટના બાદ જવાબદારો સામે કડક કાયદેસરના પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0