Banaskanthaના ધાનેરામાં અકસ્માત સર્જાતા 3 ના મોત, કારમાંથી મળી દારૂની બોટલો

બનાસકાંઠાના ધાનેરામાં બાઈક અને કાર વચ્ચે અકસ્માત થતા ત્રણ યુવાનોના ઘટના સ્થળે મોત થયા છે,ખીંમત ગામ પાસે આ અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં અન્ય એક વ્યકિત પણ ઈજાગ્રસ્ત થયો હતો અને કારમાંથી દારૂની બોટલો મળી આવી છે,આસપાસના સ્થાનિકોનું કહેવું છે કે કાર એટલી સ્પીડમાં હતી કે યુવાનોના ઘટના સ્થળે જ મોત થયા હતા. કારમાથી મળ્યો દારૂ બનાસકાંઠાના ધાનેરામાં ખીંમત ગામ નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણ યુવાનોના ઘટના સ્થળે મોત થયા છે.અકસ્માત સર્જીને કાર ચાલક ઘટના સ્થળે કાર મૂકીને ફરાર થઈ ગયો છે અકસ્માત એટલો ગંભીર હતો કે યુવાનોને સારવાર મળે તે પહેલાજ તેમના ઘટના સ્થળે મોત થયા હતા,ગરબા રમીને યુવકો ઘરે આવી રહ્યાં હતા તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો.પાંથવાડા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે અને કારચાલકને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે સીસીટીવીની લીધી મદદ ખીંમત પાસે થયેલ અકસ્માતમાં પોલીસે આસપાસના સીસીટીવીની મદદ લીધી છે અને કાર ચાલકની નંબર પ્લેટના આધારે તેનું એડ્રેસ મેળવીને તેને ઝડપવાની કામગીરી હાથધરી છે,4 યુવાનો હતા જેમાંથી 3 ના મોત થયા છે અને એક યુવાનને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડયો છે.અકસ્માતને લઈને પાંથાવાડા પોલીસે મૃતકનોના મૃતદેહને પીએમ અર્થે પાંથાવાડા સરકારી હોસ્પિટલમાં ખસેડી ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.પોલીસને ચાર રસ્તા પાસેના સીસીટીવી પણ ચેક કર્યા છે. પરિવારના અને સ્થાનિકોના લીધા નિવેદન સમગ્ર ઘટનાને લઈ પોલીસે પરિવારને જાણ કરી છે અને નિવેદન નોંધ્યા છે,આસપાસના સ્થાનિકોના નિવેદન પણ લીધા હતા,મૃતદેહના પીએમ બાદ પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવશે,આ ઘટનામાં કાર ચાલક કયાંનો છે તેની કોઈ માહિતી સામે આવી નથી,કારમાંથી દારૂ મળી આવ્યો છે જેના કારણે આસપાસના સ્થાનિકોએ તે વીડિયો તેમના મોબાઈલમાં કેદ કર્યો છે,હાલ રોડને ખુલ્લો કરીને ટ્રાફિકને હળવો કર્યો છે અને એફએસેલની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે.  

Banaskanthaના ધાનેરામાં અકસ્માત સર્જાતા 3 ના મોત, કારમાંથી મળી દારૂની બોટલો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બનાસકાંઠાના ધાનેરામાં બાઈક અને કાર વચ્ચે અકસ્માત થતા ત્રણ યુવાનોના ઘટના સ્થળે મોત થયા છે,ખીંમત ગામ પાસે આ અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં અન્ય એક વ્યકિત પણ ઈજાગ્રસ્ત થયો હતો અને કારમાંથી દારૂની બોટલો મળી આવી છે,આસપાસના સ્થાનિકોનું કહેવું છે કે કાર એટલી સ્પીડમાં હતી કે યુવાનોના ઘટના સ્થળે જ મોત થયા હતા.

કારમાથી મળ્યો દારૂ

બનાસકાંઠાના ધાનેરામાં ખીંમત ગામ નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણ યુવાનોના ઘટના સ્થળે મોત થયા છે.અકસ્માત સર્જીને કાર ચાલક ઘટના સ્થળે કાર મૂકીને ફરાર થઈ ગયો છે અકસ્માત એટલો ગંભીર હતો કે યુવાનોને સારવાર મળે તે પહેલાજ તેમના ઘટના સ્થળે મોત થયા હતા,ગરબા રમીને યુવકો ઘરે આવી રહ્યાં હતા તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો.પાંથવાડા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે અને કારચાલકને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

પોલીસે સીસીટીવીની લીધી મદદ

ખીંમત પાસે થયેલ અકસ્માતમાં પોલીસે આસપાસના સીસીટીવીની મદદ લીધી છે અને કાર ચાલકની નંબર પ્લેટના આધારે તેનું એડ્રેસ મેળવીને તેને ઝડપવાની કામગીરી હાથધરી છે,4 યુવાનો હતા જેમાંથી 3 ના મોત થયા છે અને એક યુવાનને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડયો છે.અકસ્માતને લઈને પાંથાવાડા પોલીસે મૃતકનોના મૃતદેહને પીએમ અર્થે પાંથાવાડા સરકારી હોસ્પિટલમાં ખસેડી ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.પોલીસને ચાર રસ્તા પાસેના સીસીટીવી પણ ચેક કર્યા છે.

પરિવારના અને સ્થાનિકોના લીધા નિવેદન

સમગ્ર ઘટનાને લઈ પોલીસે પરિવારને જાણ કરી છે અને નિવેદન નોંધ્યા છે,આસપાસના સ્થાનિકોના નિવેદન પણ લીધા હતા,મૃતદેહના પીએમ બાદ પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવશે,આ ઘટનામાં કાર ચાલક કયાંનો છે તેની કોઈ માહિતી સામે આવી નથી,કારમાંથી દારૂ મળી આવ્યો છે જેના કારણે આસપાસના સ્થાનિકોએ તે વીડિયો તેમના મોબાઈલમાં કેદ કર્યો છે,હાલ રોડને ખુલ્લો કરીને ટ્રાફિકને હળવો કર્યો છે અને એફએસેલની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે.