Banaskanthaના દાંતામાં 3 બોગસ "મુન્નાભાઈ MBBS" ઝડપાયા, વાંચો Special Story

દાંતા તાલુકામાં બોગસ તબીબોનો રાફડો ફાટ્યો હોય એમ લાગી રહ્યું છે,પોલીસે એક સાથે 3 બોગસ તબીબો ઝડપી પાડયા છે,આંતરિયાળ ગામડાઓમાં આ તબીબો દવાખાનું ખોલીને લોકોના જીવ સાથે ચેડા કરતા હતા,બનાસકાંઠાના મોટા બામોદરામાંથી 3 બોગસ તબીબને ઝડપી પાડવામાં આવ્યા છે અને પોલીસે વધુ તપાસ હાથધરી છે. બનાસકાંઠામાંથી ઝડપાયા તબીબ બનાસકાંઠામાંથી 3 બોગસ તબીબને ઝડપી પાડવામાં આવ્યા છે,કમ્પાઉન્ડરમાંથી તબીબ બનેલા 3 લોકો ઝડપાયા છે,પોલીસે 99 હજારનો એલોપેથીક દવાનો જથ્થો જપ્ત કર્યો છે અને હડાદ પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો પણ નોંધવામાં આવ્યો છે.અંતરિયાળ વિસ્તારમાં બોગસ તબીબોની હાટડી ધમધમતી હતી અને લોકોને સારવાર આપવામાં આવતી હતી,ગામના લોકોનું કહેવું છે કે,એક વર્ષ કરતા વધુ સમયથી આ તબીબ દવાખાનું ચલાવતો હતો. એસઓજી આરોગ્ય વિભાગના દરોડા આ સમગ્ર દરોડામાં એસઓજી તેમજ આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડયા છે,99 હજારની દવાઓ પણ મળી આવી છે.ત્યારે આરોગ્ય વિભાગ અને પોલીસ બન્નેને બાતમી મળી હતી,હજી પણ આરોગ્ય વિભાગ પાસે માહિતી છે કે આંતરિયાળ વિસ્તારમાં હજી પણ બોગસ તબીબો દવાખાનું ચલાવી રહ્યાં છે,ત્રણેય બોગસ તબીબના ક્લિનિકમાંથી પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમે ટેબ્લેટ, સિરપ, ઇન્જેકશન, સિરીજનો જથ્થો કબ્જે લીધો હતો. બોગસ તબીબો પાસેથી સ્ટેથેસ્કોપ અને બ્લડ પ્રેસર માપવાનું મશીન પણ મળ્યું હતુ. નજીકમાં ચલાવતા દવાખાનું થોડાક અંતરે આવેલા ખુશી ક્લિનિકમાં તપાસ કરતાં ડિગ્રી વગર પ્રેકટીસ કરતો દાંતાના મધુસુદનપુરાનો જશવંતજી રજુજી સોલંકી અને રાણોલનો પ્રભાતજી બનાજી ઠાકોરને ઝડપી લેવાયા હતા. જેમની ક્લિનિકમાંથી રૂપિયા 64,101ના એલોપેથી દવાનો જથ્થો કબ્જે લેવાયો હતો. બંને ક્લિનિકમાંથી કુલ રૂપિયા 99605નો જથ્થો કબ્જે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 

Banaskanthaના દાંતામાં 3 બોગસ "મુન્નાભાઈ MBBS" ઝડપાયા, વાંચો Special Story

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દાંતા તાલુકામાં બોગસ તબીબોનો રાફડો ફાટ્યો હોય એમ લાગી રહ્યું છે,પોલીસે એક સાથે 3 બોગસ તબીબો ઝડપી પાડયા છે,આંતરિયાળ ગામડાઓમાં આ તબીબો દવાખાનું ખોલીને લોકોના જીવ સાથે ચેડા કરતા હતા,બનાસકાંઠાના મોટા બામોદરામાંથી 3 બોગસ તબીબને ઝડપી પાડવામાં આવ્યા છે અને પોલીસે વધુ તપાસ હાથધરી છે.

બનાસકાંઠામાંથી ઝડપાયા તબીબ

બનાસકાંઠામાંથી 3 બોગસ તબીબને ઝડપી પાડવામાં આવ્યા છે,કમ્પાઉન્ડરમાંથી તબીબ બનેલા 3 લોકો ઝડપાયા છે,પોલીસે 99 હજારનો એલોપેથીક દવાનો જથ્થો જપ્ત કર્યો છે અને હડાદ પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો પણ નોંધવામાં આવ્યો છે.અંતરિયાળ વિસ્તારમાં બોગસ તબીબોની હાટડી ધમધમતી હતી અને લોકોને સારવાર આપવામાં આવતી હતી,ગામના લોકોનું કહેવું છે કે,એક વર્ષ કરતા વધુ સમયથી આ તબીબ દવાખાનું ચલાવતો હતો.


એસઓજી આરોગ્ય વિભાગના દરોડા

આ સમગ્ર દરોડામાં એસઓજી તેમજ આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડયા છે,99 હજારની દવાઓ પણ મળી આવી છે.ત્યારે આરોગ્ય વિભાગ અને પોલીસ બન્નેને બાતમી મળી હતી,હજી પણ આરોગ્ય વિભાગ પાસે માહિતી છે કે આંતરિયાળ વિસ્તારમાં હજી પણ બોગસ તબીબો દવાખાનું ચલાવી રહ્યાં છે,ત્રણેય બોગસ તબીબના ક્લિનિકમાંથી પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમે ટેબ્લેટ, સિરપ, ઇન્જેકશન, સિરીજનો જથ્થો કબ્જે લીધો હતો. બોગસ તબીબો પાસેથી સ્ટેથેસ્કોપ અને બ્લડ પ્રેસર માપવાનું મશીન પણ મળ્યું હતુ.

નજીકમાં ચલાવતા દવાખાનું

થોડાક અંતરે આવેલા ખુશી ક્લિનિકમાં તપાસ કરતાં ડિગ્રી વગર પ્રેકટીસ કરતો દાંતાના મધુસુદનપુરાનો જશવંતજી રજુજી સોલંકી અને રાણોલનો પ્રભાતજી બનાજી ઠાકોરને ઝડપી લેવાયા હતા. જેમની ક્લિનિકમાંથી રૂપિયા 64,101ના એલોપેથી દવાનો જથ્થો કબ્જે લેવાયો હતો. બંને ક્લિનિકમાંથી કુલ રૂપિયા 99605નો જથ્થો કબ્જે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.