Banaskanthaના ત્રિશૂળીયા ઘાટ પાસે અકસ્માતની ઘટનામાં જિલ્લા કલેકટરે ઈજાગ્રસ્તોના પૂછયા ખબર-અંતર

બનાસકાંઠા સ્થિત દાંતા ત્રિશૂળીયા ઘાટ ખાતે સવારે બસમાં ભયંકર અકસ્માત સર્જાયો હતો. નડિયાદ, કઠલાલ તથા આજુબાજુના વિસ્તારના 60થી વધુ મુસાફરો અંબાજીના દર્શન કરીને પરત ફરતા બસ પલટી ખાતા અકસ્માત થયો હતો.બનાસકાંઠા જિલ્લા કલેકટર અને વહીવટી તંત્ર દ્વારા ત્વરિત સમયસૂચકતા દાખવી તમામ ઘાયલ મુસાફરોને દાંતા રેફરલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર અપાઇ હતી.ત્રિશૂળીયા ઘાટના અકસ્માત સ્થળ વિઝીટ લીધી જયારે 52 જેટલા ઈજાગ્રસ્ત મુસાફરોને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે ખસેડાયા હતા.જિલ્લા કલેકટર મિહિર પટેલ અને જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ દાંતા સ્થિત ત્રિશૂળીયા ઘાટના અકસ્માત સ્થળ વિઝીટ લીધી હતી. જે બાદ તેઓએ સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા મુસાફરોની મુલાકાત લીધી હતી. જિલ્લા કલેકટરે સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈને ગંભીર અકસ્માત બાબતે સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે મુસાફરોને રૂબરૂ મળીને તેમના ખબર અંતર પૂછ્યા હતા. મુસાફરોની સ્થિતિ અત્યારે સ્થિર આ તકે જિલ્લા કલેકટરએ જણાવ્યું હતું કે, તમામ ઈજાગ્રસ્ત મુસાફરોની સ્થિતિ અત્યારે સ્થિર છે. પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ઈજાગ્રસ્તોને સઘન સારવાર અર્થે આરોગ્યની ટીમ ખડેપગે છે. આ અકસ્માતમાં 02 પુરુષ અને 01 બાળક કુલ મળીને 03 લોકોનું નિધન થયું છે. આ અકસ્માત અંગે પોલીસ તપાસ ચાલી રહી છે. 

Banaskanthaના ત્રિશૂળીયા ઘાટ પાસે અકસ્માતની ઘટનામાં જિલ્લા કલેકટરે ઈજાગ્રસ્તોના પૂછયા ખબર-અંતર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બનાસકાંઠા સ્થિત દાંતા ત્રિશૂળીયા ઘાટ ખાતે સવારે બસમાં ભયંકર અકસ્માત સર્જાયો હતો. નડિયાદ, કઠલાલ તથા આજુબાજુના વિસ્તારના 60થી વધુ મુસાફરો અંબાજીના દર્શન કરીને પરત ફરતા બસ પલટી ખાતા અકસ્માત થયો હતો.બનાસકાંઠા જિલ્લા કલેકટર અને વહીવટી તંત્ર દ્વારા ત્વરિત સમયસૂચકતા દાખવી તમામ ઘાયલ મુસાફરોને દાંતા રેફરલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર અપાઇ હતી.

ત્રિશૂળીયા ઘાટના અકસ્માત સ્થળ વિઝીટ લીધી
જયારે 52 જેટલા ઈજાગ્રસ્ત મુસાફરોને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે ખસેડાયા હતા.જિલ્લા કલેકટર મિહિર પટેલ અને જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ દાંતા સ્થિત ત્રિશૂળીયા ઘાટના અકસ્માત સ્થળ વિઝીટ લીધી હતી. જે બાદ તેઓએ સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા મુસાફરોની મુલાકાત લીધી હતી. જિલ્લા કલેકટરે સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈને ગંભીર અકસ્માત બાબતે સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે મુસાફરોને રૂબરૂ મળીને તેમના ખબર અંતર પૂછ્યા હતા.



મુસાફરોની સ્થિતિ અત્યારે સ્થિર
આ તકે જિલ્લા કલેકટરએ જણાવ્યું હતું કે, તમામ ઈજાગ્રસ્ત મુસાફરોની સ્થિતિ અત્યારે સ્થિર છે. પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ઈજાગ્રસ્તોને સઘન સારવાર અર્થે આરોગ્યની ટીમ ખડેપગે છે. આ અકસ્માતમાં 02 પુરુષ અને 01 બાળક કુલ મળીને 03 લોકોનું નિધન થયું છે. આ અકસ્માત અંગે પોલીસ તપાસ ચાલી રહી છે.