Banaskanthaના ડીસામાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ કર્યુ ધ્વજવંદન

બનાસકાંઠામાં સ્વાતંત્રય પર્વની ઉજવણી ડીસામાં વિધાનસભા અધ્યક્ષે કર્યું ધ્વજવંદન વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ ધ્વજ ફરકાવ્યો ગુજરાતમાં અલગ-અલગ જગ્યાએ સ્વાતંત્ર પર્વની ઉજવણી થઈ રહી છે,ત્યારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ ડીસા ખાતે સ્વાતંત્ર પર્વની ઉજવણી કરી ધ્વજવંદન કર્યુ હતુ.ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે નડિયાદ ખાતે સ્વાતંત્ર પર્વની ઉજવણી કરી છે,સમગ્ર દેશમાં લોકોમાં ખુશીનો માહોલ છે અને લોકો દેશભકિતના રંગે રંગાયા છે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ શું કહ્યું ધ્વજવંદન બાદ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ સંબોધન કર્યુ હતુ,અને કહ્યું કે,નર્મદા નહેરથી બનાસકાંઠાના તળાવો ભરાશે સાથે સાથે ગ્રીન ગુજરાત, કલીન ગુજરાત બની રહ્યું છે,બનાસકાંઠાના નડાબેટના વિકાસથી બનાસકાંઠાનો વિકાસ પણ થયો છે.ખેડૂતોને પ્રકૃતિક ખેતી કરવા આહવાન કર્યું છે.હરિયાળો જિલ્લો બનાવવા બનાસડેરી પ્રયાસ કરી રહી છે,2,85,600 ખેડૂતો ડ્રિપ અને સ્પ્રિંકલ સિસ્ટમ આપવાની છે,જિલ્લામાં અંડરગ્રાઉન્ડ વીજ લાઇન નાખવામાં આવશે.દામાનું બાયો CNG પ્લાન્ટએ વૈશ્વિક ઓળખ બની છે. શિક્ષણ પ્રધાન કુબેર ડીંડોરએ હિંમતનગરમા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ હતી જેમાં શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે ધ્વજવંદન કર્યુ હતુ.મોટી સંખ્યામાં નેતા અધિકારીઓ સહિત સ્થાનિકો હાજર રહ્યાં હતા,૩૬ જેટલા પોલીસ કર્મીઓનુ પ્રધાનના હસ્તે સન્માન કરાયુ છે. ભારતને અર્થવ્યવસ્થામાં ત્રીજા ક્રમે પહોંચાડીશું: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નડિયાદમાં સંબોધન કરતા જણાવ્યું છે કે ભારતને અર્થવ્યવસ્થામાં ત્રીજા ક્રમે પહોંચાડીશું. વિકસિત ભારતની આગેવાની લેવા ગુજરાતનો નિર્ધાર છે. ભારતની પહેલી સેમીકંડક્ટરની ચીપ ગુજરાતમાં બનશે. નડિયાદમાં સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ઉજવણી થઇ છે. જેમાં સંબોધન કરતા મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું છે કે વિરાસતથી વિકાસએ ગુજરાતનો મંત્ર છે. આદિકાળથી ગુજરાતમાં વેપાર વાણિજ્યની ઓળખ છે. 2003માં વાઇબ્રન્ટ ગુજરાત શરૂઆત થઈ હતી. મફત વીજળી યોજના અંતર્ગત 10 લાખ મકાનો જોડાશે. નર્મદાના પાણીથી ઉત્તર ગુજરાતમાં પાણી પહોંચાડ્યું છે.

Banaskanthaના ડીસામાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ કર્યુ ધ્વજવંદન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • બનાસકાંઠામાં સ્વાતંત્રય પર્વની ઉજવણી
  • ડીસામાં વિધાનસભા અધ્યક્ષે કર્યું ધ્વજવંદન
  • વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ ધ્વજ ફરકાવ્યો

ગુજરાતમાં અલગ-અલગ જગ્યાએ સ્વાતંત્ર પર્વની ઉજવણી થઈ રહી છે,ત્યારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ ડીસા ખાતે સ્વાતંત્ર પર્વની ઉજવણી કરી ધ્વજવંદન કર્યુ હતુ.ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે નડિયાદ ખાતે સ્વાતંત્ર પર્વની ઉજવણી કરી છે,સમગ્ર દેશમાં લોકોમાં ખુશીનો માહોલ છે અને લોકો દેશભકિતના રંગે રંગાયા છે.

વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ શું કહ્યું

ધ્વજવંદન બાદ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ સંબોધન કર્યુ હતુ,અને કહ્યું કે,નર્મદા નહેરથી બનાસકાંઠાના તળાવો ભરાશે સાથે સાથે ગ્રીન ગુજરાત, કલીન ગુજરાત બની રહ્યું છે,બનાસકાંઠાના નડાબેટના વિકાસથી બનાસકાંઠાનો વિકાસ પણ થયો છે.ખેડૂતોને પ્રકૃતિક ખેતી કરવા આહવાન કર્યું છે.હરિયાળો જિલ્લો બનાવવા બનાસડેરી પ્રયાસ કરી રહી છે,2,85,600 ખેડૂતો ડ્રિપ અને સ્પ્રિંકલ સિસ્ટમ આપવાની છે,જિલ્લામાં અંડરગ્રાઉન્ડ વીજ લાઇન નાખવામાં આવશે.દામાનું બાયો CNG પ્લાન્ટએ વૈશ્વિક ઓળખ બની છે.


શિક્ષણ પ્રધાન કુબેર ડીંડોરએ હિંમતનગરમા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી

હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ હતી જેમાં શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે ધ્વજવંદન કર્યુ હતુ.મોટી સંખ્યામાં નેતા અધિકારીઓ સહિત સ્થાનિકો હાજર રહ્યાં હતા,૩૬ જેટલા પોલીસ કર્મીઓનુ પ્રધાનના હસ્તે સન્માન કરાયુ છે.

ભારતને અર્થવ્યવસ્થામાં ત્રીજા ક્રમે પહોંચાડીશું: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નડિયાદમાં સંબોધન કરતા જણાવ્યું છે કે ભારતને અર્થવ્યવસ્થામાં ત્રીજા ક્રમે પહોંચાડીશું. વિકસિત ભારતની આગેવાની લેવા ગુજરાતનો નિર્ધાર છે. ભારતની પહેલી સેમીકંડક્ટરની ચીપ ગુજરાતમાં બનશે. નડિયાદમાં સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ઉજવણી થઇ છે. જેમાં સંબોધન કરતા મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું છે કે વિરાસતથી વિકાસએ ગુજરાતનો મંત્ર છે. આદિકાળથી ગુજરાતમાં વેપાર વાણિજ્યની ઓળખ છે. 2003માં વાઇબ્રન્ટ ગુજરાત શરૂઆત થઈ હતી. મફત વીજળી યોજના અંતર્ગત 10 લાખ મકાનો જોડાશે. નર્મદાના પાણીથી ઉત્તર ગુજરાતમાં પાણી પહોંચાડ્યું છે.