Banaskanthaના અમીરગઢમાં વરસાદી કહેર, કાચું મકાન ધરાશાયી થતાં એક મહિલાનું કમકમાટીભર્યું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદે એક કરુણ ઘટના સર્જી છે. તાલુકાના ધનપુરા વિરમપુર ગામમાં એક કાચું મકાન ધરાશાયી થતાં કાટમાળ નીચે દબાઈ જવાથી એક મહિલાનું કમકમાટીભર્યું મોત થયું છે. ભારે વરસાદ અને પવનના કારણે ધનપુરા વિરમપુર ગામમાં પુનીબેન રાઠોડ નામની એક આધેડ મહિલાના કાચા મકાનની દીવાલ અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. આ ઘટના બની ત્યારે પુનીબેન મકાનની અંદર જ હતા.
ધનપુરા વિરમપુરગામમાં મકાન પડતા મહિલાનું મોત
દીવાલ અને છતનો કાટમાળ તેમના પર પડતા તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા અને કાટમાળ નીચે દબાઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ આસપાસના ગ્રામજનો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને કાટમાળ હટાવીને પુનીબેનને બહાર કાઢવાના પ્રયાસો શરૂ કર્યા હતા. જોકે કાટમાળ એટલો ભારે હતો કે તેમને બહાર કાઢવામાં ઘણી મુશ્કેલી પડી હતી. આખરે જ્યારે તેમને બહાર કાઢવામાં આવ્યા ત્યારે તેમનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. આ દુઃખદ ઘટનાને પગલે સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
કાટમાળ નીચે દબાઇ જતા પુનીબેન રાઠોડનું મોત
હાલ ભારે વરસાદની આગાહી વચ્ચે આ પ્રકારની ઘટનાએ ગ્રામીણ વિસ્તારોમાં કાચા મકાનોમાં રહેતા લોકોની સલામતી અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે કુદરતી આફતો સામે ગરીબ અને નબળા વર્ગના લોકો સૌથી વધુ સંવેદનશીલ હોય છે. સ્થાનિક તંત્ર દ્વારા મૃતકના પરિવારને યોગ્ય સહાયતા મળે અને આવા મકાનોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે તે જરૂરી છે.
What's Your Reaction?






