Banaskanthaના અંબાજી મંદિરમાં આઠમના દિવસે ભકતોનું ઉમટયું ઘોડાપૂર, લોકોમા જોવા મળી ખુશી

બનાસકાંઠાના શક્તિપીઠ અંબાજી મંદિરમાં ભકતોની ભારે ભીડ ઉમટી છે,આજે આઠમના દિવસે વહેલી સવારથી ભકતો માં અંબાના દર્શન કરવા માટે અંબાજી આવી રહ્યાં છે,સાથે સાથે મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું છે,મંદિર પરિસર પણ જયઅંબેના નાદથી ગુંજી ઉઠયું છે.ત્યારે આઠમને લઈ અંબાજી મંદિરમા પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. ભકતોની ઉમટી ભીડ આઠમના દિવસે માતાજીના દર્શનાર્થે ભકતોની ભીડ ઉમટી છે.અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું છે.આસો સુદ બીજથી આઠમ સુધી બે મંગળા આરતી કરવામાં આવે છે.આઠમની મંગળા આરતીમાં ભક્તોની ભીડ જોવા મળી છે.સિદ્ધિવિનાયક મંદિરમાં પણ આરતીમાં ભક્તો ઉમટ્યા છે.સાથે સાથે રાજવી પરિવાર પણ આઠમ નિમિતે હવનમાં જોડાશે.3 ઓકટોબરના રોજ અંબાજી મંદિરમાં ઘટસ્થાપન થવાથી અંબાજી મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તારીખ 18 ઓક્ટોબરથી દર્શન તથા આરતીનો સમય રાબેતા મુજબ રહેશે. વિજયા દશમીના દર્શન-આરતી આસો સુદ-8 (આઠમ) તારીખ 11 ઓક્ટોબરના રોજ આરતીનો સમય સવારે 06:00 કલાકે, ઉત્થાપન-આસો સુદ-8 (આઠમ) તારીખ 11 ઓક્ટોબર, શુક્રવારના સવારે 10:00 કલાકે, આસો સુદ 10-વિજયા દશમી (સમીપુજન) તારીખ 12 ઓક્ટોબરના સાંજે 05:00 કલાકે તેમજ દુધપૌઆનો ભોગ-તા. 16 ઓક્ટોબરના બુધવારના રોજ રાત્રે 12:00 કલાકે કપુર આરતી થશે. 18 ઓક્ટોબર સુધી સમયમાં ફેરફાર તેમજ આસો સુદ-15 (પૂનમ) તા. 17 ઓક્ટોબરના રોજ આરતીનો સમય સવારે 06:00 કલાકે, તા. 18 ઓક્ટોબરથી દર્શન તથા આરતીનો સમય રાબેતા મુજબ રહેશે. જે વહીવટદાર અને અધિક કલેક્ટર આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી દ્વારા જણાવાયું છે.  

Banaskanthaના અંબાજી મંદિરમાં આઠમના દિવસે ભકતોનું ઉમટયું ઘોડાપૂર, લોકોમા જોવા મળી ખુશી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બનાસકાંઠાના શક્તિપીઠ અંબાજી મંદિરમાં ભકતોની ભારે ભીડ ઉમટી છે,આજે આઠમના દિવસે વહેલી સવારથી ભકતો માં અંબાના દર્શન કરવા માટે અંબાજી આવી રહ્યાં છે,સાથે સાથે મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું છે,મંદિર પરિસર પણ જયઅંબેના નાદથી ગુંજી ઉઠયું છે.ત્યારે આઠમને લઈ અંબાજી મંદિરમા પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

ભકતોની ઉમટી ભીડ

આઠમના દિવસે માતાજીના દર્શનાર્થે ભકતોની ભીડ ઉમટી છે.અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું છે.આસો સુદ બીજથી આઠમ સુધી બે મંગળા આરતી કરવામાં આવે છે.આઠમની મંગળા આરતીમાં ભક્તોની ભીડ જોવા મળી છે.સિદ્ધિવિનાયક મંદિરમાં પણ આરતીમાં ભક્તો ઉમટ્યા છે.સાથે સાથે રાજવી પરિવાર પણ આઠમ નિમિતે હવનમાં જોડાશે.3 ઓકટોબરના રોજ અંબાજી મંદિરમાં ઘટસ્થાપન થવાથી અંબાજી મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તારીખ 18 ઓક્ટોબરથી દર્શન તથા આરતીનો સમય રાબેતા મુજબ રહેશે.


વિજયા દશમીના દર્શન-આરતી

આસો સુદ-8 (આઠમ) તારીખ 11 ઓક્ટોબરના રોજ આરતીનો સમય સવારે 06:00 કલાકે, ઉત્થાપન-આસો સુદ-8 (આઠમ) તારીખ 11 ઓક્ટોબર, શુક્રવારના સવારે 10:00 કલાકે, આસો સુદ 10-વિજયા દશમી (સમીપુજન) તારીખ 12 ઓક્ટોબરના સાંજે 05:00 કલાકે તેમજ દુધપૌઆનો ભોગ-તા. 16 ઓક્ટોબરના બુધવારના રોજ રાત્રે 12:00 કલાકે કપુર આરતી થશે.

18 ઓક્ટોબર સુધી સમયમાં ફેરફાર

તેમજ આસો સુદ-15 (પૂનમ) તા. 17 ઓક્ટોબરના રોજ આરતીનો સમય સવારે 06:00 કલાકે, તા. 18 ઓક્ટોબરથી દર્શન તથા આરતીનો સમય રાબેતા મુજબ રહેશે. જે વહીવટદાર અને અધિક કલેક્ટર આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી દ્વારા જણાવાયું છે.