Banas Dairy : બનાસ ડેરીની ચૂંટણીમાં ભાજપે મેન્ડેટ જાહેર કર્યો , આ મોટા માથાના પત્તા કપાયા , સહકારી ક્ષેત્રમાં ગરમાવો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બનાસ ડેરીની આગામી 10મી ઓક્ટોબરે ચૂંટણી યોજાવાની છે ત્યારે સહકારી ક્ષેત્રમાં વાતાવરણ ગરમાઇ રહ્યું છે. આ ચૂંટણી માટે આજે ભાજપે મેન્ડેટ જાહેર કર્યા છે.
આ મોટા માથાના પત્તા કપાયા
બનાસ ડેરીની ચૂંટણીમાં ભાજપે મેન્ડેટ જાહેર કર્યો છે. જેમાં પાલનપુર બેઠક પરથી ભરત પટેલને મેન્ડેટ અપાયો છે તો પૂર્વ મંત્રી હરી ચૌધરીનું પત્તુ કપાયું છે અને વર્તનામ ડિરેક્ટર ભરત પટેલને મેન્ડેટ અપાયો છે જ્યારે
વડગામ બેઠક પર ફલજી પટેલને મેન્ડેટ અપાયો છે અને વર્તમાન ચેરમેન દિનેશ પટેલનું પત્તુ કપાયું છે.
આ આગેવાનોને મેન્ટેડ
ઉપરાંત દાંતા બેઠક પર અમરતજી પરમારને મેન્ડેટ અપાયો છે અને હાલના ચેરમેન દિલીપસિંહ બારડનું પત્તુ કપાયું છે . દાંતીવાડા બેઠક પર પી.જે.ચૌધરીને મેન્ડેટ જ્યારે ભાજપ આગેવાન વિનોદ ભૂતડિયાનું પત્તુ કપાયું છે.
ધાનેરા બેઠક પરથી પૂર્વ ધારાસભ્ય જે.કે પટેલને મેન્ડેટ અપાયું છે. કાંકરેજમાં અણદા પટેલના સ્થાને બાબુ ચૌધરીને મેન્ડેટ આપ્યો છે જ્યારે અણદા પટેલનું પત્તુ કાપી બાબુ બાબુ ચૌધરીને આપ્યું છે.
What's Your Reaction?






