Balasinorમાં યુવક પર છરી વડે ઘાતક હુમલો: ઇમરજન્સી સેવા મોડી પહોંચતા લોકોમાં રોષ!

Oct 25, 2026 - 22:00
Balasinorમાં યુવક પર છરી વડે ઘાતક હુમલો: ઇમરજન્સી સેવા મોડી પહોંચતા લોકોમાં રોષ!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મહીસાગરના બાલાસિનોરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઊભા કરતી એક ચંખેારી જગાવતી ઘટના સામે આવી છે. બાલાસિનોર શહેરમાં આવેલા સલ્યાવડી દરવાજા પાસે અને અંબેમાના મંદિરની બરાબર આગળ એક અજાણ્યા શખ્સ દ્વારા યુવક પર અચાનક છરી વડે ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ, આ હુમલામાં ઇન્દિરાનગરી વિસ્તારમાં રહેતા રામાભાઈ ભા નામના વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા છે. અજાણ્યા હુમલાખોરે એકાએક છરીના ઘા ઝીંકીને લોહીલુહાણ કરી દેતા આસપાસના વિસ્તારમાં ભારે નાસભાગ અને સન્નાટો છવાઈ ગયો હતો.

30થી 35 મિનિટ સુધી 108 એમ્બ્યુલન્સ ન પહોંચતા લોકોમાં રોષ

લોહીથી લથપથ હાલતમાં પડેલા ઘાયલ યુવકને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ પહોંચાડવા માટે સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને ફોન કરીને જાણ કરવામાં આવી હતી. પરંતુ, સ્થાનિક લોકોના આક્ષેપ મુજબ ઇમરજન્સી સેવા હોવા છતાં 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચવામાં લગભગ 30થી 35 મિનિટ જેટલો મોટો વિલંબ થયો હતો. ગંભીર ઇજાગ્રસ્ત યુવક ઘટનાસ્થળે તડપી રહ્યો હતો અને 108ની રાહ જોવાતી હતી, તે દરમિયાન સમયસર વાહન ન મળતા લોકોમાં તંત્ર સામે ભારે આક્રોશ ફેલાયો હતો. બાદમાં પોલીસને જાણ કર્યા પછી 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસ દ્વારા તપાસ અને 108ની કામગીરી સામે ગંભીર સવાલો

આ હુમલો શા માટે અને કયા કારણોસર કરવામાં આવ્યો છે તથા હુમલો કરનાર અજાણ્યો શખ્સ કોણ હતો અને ક્યાં નાસી છૂટ્યો છે તે હજુ અન્વેષણનો વિષય છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને આસપાસના સીસીટીવી ફૂટેજ અને પુરાવાઓના આધારે હુમલાખોરને ઝડપી પાડવાની સઘન તજવીજ હાથ ધરી છે. બીજી તરફ, ઈમરજન્સી સેવામાં 108 એમ્બ્યુલન્સ પહોંચવામાં આટલો બધો વિલંબ કેમ થયો અને આ લાપરવાહી પાછળ જવાબદાર કોણ છે તે અંગે પણ ઉચ્ચ સ્તરે તપાસ થવી જોઈએ તેવી લોક માંગ ઉઠી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0