Aravalli News : IPS મનોજ નિનામાએ રાજનીતિમાં પ્રવેશના સંકેત આપ્યા, ચૂંટણી લડવા અંગે શું કહ્યું?

Apr 8, 2026 - 12:00
Aravalli News : IPS મનોજ નિનામાએ રાજનીતિમાં પ્રવેશના સંકેત આપ્યા, ચૂંટણી લડવા અંગે શું કહ્યું?

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વર્ષ 2006ની બેચના IPS મનોજ નિનામાએ પોલીસ સેવામાંથી રાજીનામુ આપ્યુ છે અને હવે તેઓ રાજ્યકક્ષાના મંત્રી પૂર્વ IPS પી.સી બરંડાની જેમ પોતાના વતનમાંથી રાજકારણમાં ઝંપલાવશે. મનોજ નિનામા છઠ્ઠી એપ્રિલને સોમવારની સાંજ સુધી IGP તરીકે સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચમાં કાર્યરત હતા. મંગળવારે મોડી સાંજે તેમનું રાજીનામુ સ્વિકારી લેવાયાનું પોલીસ ભવન સ્થિત ટોચના અધિકારીએ સ્વિકાર્યુ છે. અરવલ્લીના ભિલોડાના વર્તુળોમાં થતી ચર્ચા મુજબ રાજીનામું આપનારા મનોજ નિનામા ભાજપમાંથી જિલ્લા પંચાયતની ચૂંટણી લડશે. તેમણે શામળાજી ખાતેથી ચૂંટણી લડવા અંગે પ્રતિક્રિયા આપી હતી.

શામળાજી ખાતે IPS મનોજ નિનામાએ આપી પ્રતિક્રિયા

પૂર્વ IPS મનોજ નિનામાએ કહ્યું હતું કે, 42 વર્ષની નોકરી બાદ રાજીનામું આપ્યું છે. સમાજનું મારા ઋણ છે જેને જવાબદારી સમજી આગળ વધુ છું. સ્થાનિક સ્વરાજ્યમાં ટિકિટ મામલે તેમણે કહ્યું હતું કે, હજુ કોઈ રાજકીય પક્ષોએ મારો સંપર્ક કર્યો નથી. જિલ્લો નવો છે એના માટે જવાબદારીઓ નિભાવીશ. તેઓ અગાઉ ભાજપની સેન્સ પ્રક્રિયા દરમિયાન ભાજપ કાર્યાલય ખાતે જોવા મળ્યા હતાં.


આ પણ વાંચોઃ Dwarka News : કલ્યાણપુરમાં મિત્રએ જ મિત્રને પથ્થરના ઘા ઝિંકીને પતાવી દીધો, પોલીસે ગણતરીના કલાકોમાં કેસ ઉકેલી નાંખ્યો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0