Aravalli News : માલપુરના નેસડા ગામે કરૂણાંતિકા, માતાએ 2 વર્ષની બાળકી સાથે કૂવામાં ઝંપલાવતા બંનેના મોત

Oct 7, 2026 - 16:00
Aravalli News : માલપુરના નેસડા ગામે કરૂણાંતિકા, માતાએ 2 વર્ષની બાળકી સાથે કૂવામાં ઝંપલાવતા બંનેના મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના નેસડા ગામે એક અત્યંત દુઃખદ અને કરૂણ ઘટના સામે આવી છે. નેસડા ગામે રહેતી એક મહિલાએ પોતાની માત્ર બે વર્ષની માસુમ બાળકી સાથે ગામમાં આવેલા કૂવામાં અચાનક ઝંપલાવી દીધું હતું. આ ગંભીર ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો કૂવા પાસે એકત્રિત થઈ ગયા હતા અને સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ભારે ચકચાર મચી ગઈ હતી.

કૂવામાંથી બંનેના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા

બનાવ અંગે તાત્કાલિક મોડાસા ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતાં ફાયર ફાઇટરોની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. મોડાસા ફાયર ટીમે તાત્કાલિક કૂવામાં સઘન રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી હતી. ભારે જહમત બાદ કૂવાના ઊંડા પાણીમાંથી મહિલા અને તેની 2 વર્ષની અબોધ બાળકી બંનેના નિશ્ચેતન દેહને બહાર કાઢવામાં આવ્યા હતા. ફાયર ટીમે બંને મૃતદેહોને સ્થળ પર હાજર સ્થાનિક પોલીસને સોંપી દીધા હતા.

મહિલાએ આવું અંતિમ પગલું કેમ ભર્યું તે અંગે પોલીસ તપાસ

આ કાળજું કંપાવનારી ઘટનાને પગલે નેસડા ગામ સહિત આસપાસના વિસ્તારમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે. માસુમ બાળકી અને મહિલાના અચાનક અવસાનથી પરિવારજનો ઘેરા આઘાતમાં સરી પડ્યા છે. મહિલાએ કયા કારણોસર પોતાની બે વર્ષની માસુમ દીકરી સાથે કૂવામાં ઝંપલાવીને આત્મઘાતી પગલું ભર્યું તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ કારણ બહાર આવ્યું નથી. પોલીસે બંને મૃતદેહોને કબ્જે લઈ પંચનામું કરી આગળની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : Surat News : કમાણી માટે મહિનાઓ પહેલાંથી જાહેરાતો કરી પણ ફાયર NOCમાં ઠાગાઠૈયા! નવરાત્રી આયોજકો પર લટકતી તલવાર


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0