Aravalli અને Mahisagar જિલ્લામાં પવન સાથે ધોધમાર વરસાદ શરૂ
રાજ્યમાં વરસાદે લાંબો વિરામ લીધા બાદ હવે અરવલ્લી જિલ્લામાં ફરી એન્ટ્રી લીધી છે. અરવલ્લી જિલ્લાના મેઘરજમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસવાની શરૂઆત થઈ છે. મેઘરજ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ પવન સાથે વરસાદ વરસી રહ્યો છે.આ વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન થવાની શક્યતા અરવલ્લીના મેઘરજ, તુંબલિયા, રોયણિયા, ઉન્ડવા અને સિસોદરામાં વરસાદ વરસી રહ્યો છે. જેને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોને થોડાક ઉકળાટ બાદ રાહત મળી છે. જો કે ખેડૂતોને વરસાદના કારણે નુકસાન થઈ રહ્યું છે. આ વરસાદથી ખેતરોમાં મગફળી, સોયાબીન, કપાસના પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. મહિસાગર જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ બીજી તરફ મહિસાગર જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે. લુણાવાડા, ખાનપુરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સંતરામપુર તાલુકાના પણ અનેક ગ્રામ્ય પંથકમાં વાતાવરણાં પલટો જોવા મળ્યો અને વરસાદ વરસી રહ્યો છે. વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી આજે જ વરસાદને લઈને હવામાન વિભાગે જાણકારી આપી છે કે રાજ્યમાં ચોમાસુ વિદાય તરફ આગળ વધી રહ્યું છે પણ રાજ્યમાં સામાન્ય વરસાદી ઝાપટા જોવા મળશે. આગામી 7 દિવસ સામાન્ય વરસાદી ઝાપટા રહેશે અને રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે. રાજ્યમાં આ વર્ષે સામાન્ય વરસાદ કરતા 44 ટકા વધુ વરસાદ રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ રહેવાની શક્યતા છે. બીજી તરફ રાજ્યમાં બેવડી ઋતુનો પણ અનુભવ થશે. તમને જણાવી દઈએ કે રાજ્યમાં સરેરાશ 973 mm વરસાદ નોંધાયો છે, રાજ્યમાં આ વર્ષે સામાન્ય વરસાદ કરતા 44 ટકા વધુ વરસાદ રહ્યો છે. જો કે હાલ રાજ્યમાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય થવાની શક્યતના નહિવત છે. 15 સપ્ટેમ્બરે અમરેલીના રાજુલામાં ધોધમાર વરસાદ વરસ્યો તમને જણાવી દઈએ કે 15 સપ્ટેમ્બરે અમરેલીના રાજુલા તાલુકાના ડુંગર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાજુલા તાલુકાના ડુંગર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં એક ઈંચ વરસાદ વરસ્યો હતો. ડુંગરમાં વરસાદ પડવાથી બજારોમાં તેમજ રોડ ઉપર પાણી ફરી વળ્યા હતા. ત્યારે ભાદરવ મહિનામાં ભરપૂર વરસાદ થવાથી ખેતીમાં નુકસાન જવાની ખેડૂતો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. અતિભારે વરસાદ વરસવાથી ખેડૂત તેમજ મજુર વર્ગમાં ચિંતાનો માહોલ છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્યમાં વરસાદે લાંબો વિરામ લીધા બાદ હવે અરવલ્લી જિલ્લામાં ફરી એન્ટ્રી લીધી છે. અરવલ્લી જિલ્લાના મેઘરજમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસવાની શરૂઆત થઈ છે. મેઘરજ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ પવન સાથે વરસાદ વરસી રહ્યો છે.
આ વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન થવાની શક્યતા
અરવલ્લીના મેઘરજ, તુંબલિયા, રોયણિયા, ઉન્ડવા અને સિસોદરામાં વરસાદ વરસી રહ્યો છે. જેને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોને થોડાક ઉકળાટ બાદ રાહત મળી છે. જો કે ખેડૂતોને વરસાદના કારણે નુકસાન થઈ રહ્યું છે. આ વરસાદથી ખેતરોમાં મગફળી, સોયાબીન, કપાસના પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે.
મહિસાગર જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ
બીજી તરફ મહિસાગર જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે. લુણાવાડા, ખાનપુરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સંતરામપુર તાલુકાના પણ અનેક ગ્રામ્ય પંથકમાં વાતાવરણાં પલટો જોવા મળ્યો અને વરસાદ વરસી રહ્યો છે.
વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી
આજે જ વરસાદને લઈને હવામાન વિભાગે જાણકારી આપી છે કે રાજ્યમાં ચોમાસુ વિદાય તરફ આગળ વધી રહ્યું છે પણ રાજ્યમાં સામાન્ય વરસાદી ઝાપટા જોવા મળશે. આગામી 7 દિવસ સામાન્ય વરસાદી ઝાપટા રહેશે અને રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે.
રાજ્યમાં આ વર્ષે સામાન્ય વરસાદ કરતા 44 ટકા વધુ વરસાદ
રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ રહેવાની શક્યતા છે. બીજી તરફ રાજ્યમાં બેવડી ઋતુનો પણ અનુભવ થશે. તમને જણાવી દઈએ કે રાજ્યમાં સરેરાશ 973 mm વરસાદ નોંધાયો છે, રાજ્યમાં આ વર્ષે સામાન્ય વરસાદ કરતા 44 ટકા વધુ વરસાદ રહ્યો છે. જો કે હાલ રાજ્યમાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય થવાની શક્યતના નહિવત છે.
15 સપ્ટેમ્બરે અમરેલીના રાજુલામાં ધોધમાર વરસાદ વરસ્યો
તમને જણાવી દઈએ કે 15 સપ્ટેમ્બરે અમરેલીના રાજુલા તાલુકાના ડુંગર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાજુલા તાલુકાના ડુંગર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં એક ઈંચ વરસાદ વરસ્યો હતો. ડુંગરમાં વરસાદ પડવાથી બજારોમાં તેમજ રોડ ઉપર પાણી ફરી વળ્યા હતા. ત્યારે ભાદરવ મહિનામાં ભરપૂર વરસાદ થવાથી ખેતીમાં નુકસાન જવાની ખેડૂતો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. અતિભારે વરસાદ વરસવાથી ખેડૂત તેમજ મજુર વર્ગમાં ચિંતાનો માહોલ છે.