Anand News: કેનેડા જવા નીકળેલા યુવક યુવતીને અઝરબૈઝાનમાં બંધકો પાસેથી મુક્ત કરાવાયા

Feb 11, 2026 - 00:00
Anand News: કેનેડા જવા નીકળેલા યુવક યુવતીને અઝરબૈઝાનમાં બંધકો પાસેથી મુક્ત કરાવાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

નોકરી ધંધાની લાલચ આપીને ભારતના લોકોને વિદેશમાં લઈ જઈને બંધક બનાવવાની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે આણંદના યુવક અને યુવતીને અઝરબૈજાનમાં બંધક બનાવવામાં આવ્યા હતાં. બંનેના પરિવાર પાસેથી 65 લાખની રકમ પડાવી હતી. બંને યુવક અને યુવતીને બંધકમાંથી મુક્ત કરાવાયા છે અને હાલમાં તેઓ અઝરબૈઝાન ખાતેની એમ્બેસીમાં સુરક્ષિત હોવાનું સામે આવ્યું છે.

કેનેડા જવા નીકળેલા યુવક-યુવતીને બંધક બનાવાયા

આણંદના યુવક અને યુવતી કેનેડા જવા માટે નીકળ્યા હતાં. તેમને અઝરબૈજાનમાં બંધક બનાવવામાં આવ્યા હતાં. તેમના પરિવારને વિદેશી નંબર પરથી ધમકી ભર્યા સંદેશા મળ્યા હતાં. ત્યાર બાદ બંનેના પરિવાર પાસેથી 65 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતાં. આ યુવક અને યુવતીના પરિવારે સરકાર પાસે મદદ માંગી હતી. આણંદના સાંસદે વિદેશ મંત્રાલયમાં રજૂઆત કરી હતી. ત્યાર બાદ અઝરબૈજાન ખાતેની ભારતીય એમ્બેસી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. યુવક યુવતીને બંધકમાંથી મુક્ત કરાવ્યા હતાં. હાલમાં બંને જણા એમ્બેસીમાં સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.


આ પણ વાંચોઃ Gandhinagar: વિધાનસભા સત્ર અગાઉ ભાજપ ધારાસભ્યોની બેઠક, વિપક્ષ સરકારને ઘેરી ન શકે તે અંતર્ગત ઘડાશે રણનીતિ


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0