Anand News: આણંદ જિલ્લા પંચાયતમાં ભાજપના ઉમેદવારનું ફોર્મ રદ કરાયુ, કોંગ્રેસ બિનહરીફ વિજેતા બનશે
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આણંદ જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદની ચૂંટણી પહેલાં જ એક મોટો રાજકીય ભૂકંપ આવ્યો છે. ભાજપના સત્તાવાર ઉમેદવારનું ફોર્મ ટેકનિકલ કારણોસર રદ થઈ જતાં, વિપક્ષ કોંગ્રેસ માટે જીતનો માર્ગ બિલકુલ સાફ થઈ ગયો છે.જાતિના પ્રમાણપત્ર મુદ્દે સર્જાયેલા વિવાદ બાદ હવે કોંગ્રેસના ઉમેદવાર બિનહરીફ પ્રમુખ બને તે નિશ્ચિત થઈ ગયું છે.આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખની ખુરશી અનુસૂચિત જનજાતિ માટે અનામત રાખવામાં આવી છે.
મહારાષ્ટ્રનું જાતિ પ્રમાણપત્ર રજૂ કરાયું હતું
આ પદ માટે ભાજપે મયુરીબેન પટેલને પોતાના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા હતા. ફોર્મની ચકાસણી દરમિયાન સામે આવ્યું કે મયુરીબેને મહારાષ્ટ્ર સરકારનું જાતિ પ્રમાણપત્ર રજૂ કર્યું હતું.જેની સામે કોંગ્રેસે સખત વાંધો ઉઠાવ્યો હતો.જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ બંને પક્ષના વકીલોએ આ અંગે કલાકો સુધી દલીલો કરી હતી. અંતે ગુજરાત સરકારના પ્રવર્તમાન નિયમોને ટાંકીને DDOએ સ્પષ્ટ કર્યું કે અન્ય રાજ્યનું અનામત પ્રમાણપત્ર ગુજરાતમાં માન્ય રાખી શકાય નહીં.આથી ભાજપના ઉમેદવારનું ફોર્મ અમાન્ય ઠેરવવામાં આવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારીના જણાવ્યા મુજબ, મયુરીબેન મૂળ મહારાષ્ટ્રના આદિવાસી વતની છે અને તેમણે ગુજરાતમાં પટેલ જ્ઞાતિમાં લગ્ન કર્યા છે. અન્ય રાજ્યમાંથી સ્થળાંતર કરીને આવેલા હોવાને કારણે તેમનું ફોર્મ રદ થયું છે.
કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ માન્ય રાખવામાં આવ્યું
બીજી તરફ, હાડગુડ બેઠક પરથી જીતેલા કોંગ્રેસના ઉમેદવાર ગૌરીબેન તડવીનું ફોર્મ માન્ય રહ્યું છે.જેથી તેઓ બિનહરીફ વિજેતા જાહેર થશે.રાજકીય દ્રષ્ટિએ આ એક અત્યંત રસપ્રદ કિસ્સો બન્યો છે, કારણ કે 40 સભ્યોની જિલ્લા પંચાયતમાં ભાજપ પાસે 33 બેઠકો સાથે પ્રચંડ બહુમતી છે, જ્યારે કોંગ્રેસ પાસે માત્ર 7 બેઠકો છે. આમ છતાં, વહીવટી નિયમોની ચૂક ભોગવવી પડતાં ભાજપે બહુમતી હોવા છતાં પ્રમુખ પદ ગુમાવવાનો વારો આવ્યો છે. આ જીતથી કોંગ્રેસના કાર્યકરોમાં ભારે ઉત્સાહ અને ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચોઃ Dwarka News: ભાણવડના શેઢાખાઇમાં 400 લીટર દેશી દારૂ સાથે એક ઝડપાયો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

