Anand: પેટલાદમાં વેપારી સાથે 9 લાખની લૂંટ, પોલીસે તપાસ હાથ ધરી
આણંદના પેટલાદ તાલુકાના દંતેલી ગામે ગત રાત્રિના સમયે લૂંટારુ ટોળકી ત્રાટકી હતી અને તમાકુની ખરીના માલિકને બંધક બનાવી લાખો રૂપિયાની લૂંટ કરી ફરાર થઈ ગઈ હતી. ગ્રામ્ય વિસ્તારમાં લાખો રૂપિયાની લૂંટનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી હતી.ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી પેટલાદ તાલુકાના દંતેલી ગામે ગત રાત્રિના સમયે સ્મશાન નજીક ખેતરમાં આવેલી તમાકુની ખરીમાં લૂંટારુની ટોળકી ત્રાટકી હતી અને તમાકુની ખરીના માલિક રમેશભાઈ પટેલને બંધક બનાવી 9 લાખ જેટલી રોકડ અને મોબાઈલની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ ગ્રામ્ય પોલીસને થતાં ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. રાત્રિના સમયે ચારથી પાંચ લૂંટારુઓ આવ્યા હતા ભોગ બનનાર રમેશભાઈ પટેલે જણાવ્યું હતું કે રાત્રિના સમયે ચારથી પાંચ લૂંટારુઓ આવ્યા હતા અને તેમને બંધક બનાવી બંદૂકની અણીએ લાખો રૂપિયાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે ડીવાયએસપી એસ. બી. કુંપાવાતે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રોકડ રકમ અને મોબાઈલની લૂંટ થઈ છે અને હાલ પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. લૂંટની ઘટનાને અંજામ આપતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી બંદૂક જેવા હથિયાર અંગે પૂછતા તેમણે પુછ્યું હતું પણ હાલ ફરિયાદીની તબિયત નાજુક હોવાને કારણે તબિયત સારી થયા બાદ પૂછપરછ બાદ આગળની કાર્યવાહી પોલીસ કરશે. દંતેલી ગામે લૂંટારુ ટોળકીએ લાખો રૂપિયાની લૂંટની ઘટનાને અંજામ આપતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. પેટલાદના ગ્રામ્ય વિસ્તારમાં તસ્કરો અને લૂંટારુ ટોળકીને લઈને લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આણંદના પેટલાદ તાલુકાના દંતેલી ગામે ગત રાત્રિના સમયે લૂંટારુ ટોળકી ત્રાટકી હતી અને તમાકુની ખરીના માલિકને બંધક બનાવી લાખો રૂપિયાની લૂંટ કરી ફરાર થઈ ગઈ હતી. ગ્રામ્ય વિસ્તારમાં લાખો રૂપિયાની લૂંટનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી હતી.
ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી
પેટલાદ તાલુકાના દંતેલી ગામે ગત રાત્રિના સમયે સ્મશાન નજીક ખેતરમાં આવેલી તમાકુની ખરીમાં લૂંટારુની ટોળકી ત્રાટકી હતી અને તમાકુની ખરીના માલિક રમેશભાઈ પટેલને બંધક બનાવી 9 લાખ જેટલી રોકડ અને મોબાઈલની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ ગ્રામ્ય પોલીસને થતાં ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
રાત્રિના સમયે ચારથી પાંચ લૂંટારુઓ આવ્યા હતા
ભોગ બનનાર રમેશભાઈ પટેલે જણાવ્યું હતું કે રાત્રિના સમયે ચારથી પાંચ લૂંટારુઓ આવ્યા હતા અને તેમને બંધક બનાવી બંદૂકની અણીએ લાખો રૂપિયાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે ડીવાયએસપી એસ. બી. કુંપાવાતે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રોકડ રકમ અને મોબાઈલની લૂંટ થઈ છે અને હાલ પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.
લૂંટની ઘટનાને અંજામ આપતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી
બંદૂક જેવા હથિયાર અંગે પૂછતા તેમણે પુછ્યું હતું પણ હાલ ફરિયાદીની તબિયત નાજુક હોવાને કારણે તબિયત સારી થયા બાદ પૂછપરછ બાદ આગળની કાર્યવાહી પોલીસ કરશે. દંતેલી ગામે લૂંટારુ ટોળકીએ લાખો રૂપિયાની લૂંટની ઘટનાને અંજામ આપતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. પેટલાદના ગ્રામ્ય વિસ્તારમાં તસ્કરો અને લૂંટારુ ટોળકીને લઈને લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો.